તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th December 2025
ઓઇકોનિક દ્વારા રાજકોટમાં ગુજરાતનો સૌથી મોટો સ્ટોર લોન્ચ : પ્રિમીયમ ફેશન રીટેલમાં નવો બેન્ચમાર્ક
ર૩ હજાર સ્કવેર ફૂટનો સ્ટોર, નેશનલ - ઇન્ટરનેશનલ બ્રાન્ડસ સાથે રાજકોટિયન્સને મળશે શોપિંગનો તદ્ન નવો અનુભવ : પ્રથમ વખત ફેશન એકસપર્ટ આપશે પર્સનલ સ્ટાઇલીંગ હેલ્પ

રાજકોટ : ભારતના અગ્રણ્ય મલ્ટિ-બ્રાન્ડ ફેશન ડેસ્ટિનેશન આઇકોનિક દ્વારા શહેરના ઇસ્કોન મોલ, ૧પ૦ ફીટ રીંગ રોડ ખાતે પોતાના ગુજરાતના સૌથી મોટા સ્ટોરનું ભવ્ય ઉદઘાટન કર્યું છે.
ર૩ હજાર સ્કવેર ફૂટના વિશાળ વિસ્તાર અને બે માળમાં બેનલો આ ફલેગશિપ સ્ટોર, ગુજરાતમાં પ્રિમીયમ ફેશન રીટેલને નવી ઓળખ આપશે. અહીં GANT, JUST CAVALLI, True Religion, Elle, Blue Giraffe, Iconic, Tommy Hilfiger, Calvin Klein, ONLY, DKNY, VERO MODA, Rare Rabbit, US Polo, JACK & JONES, UCB સહિત અનેક પ્રખ્યાત ભારતીય અને આંતરરાષ્ટ્રીય ફેશન બ્રાન્ડસ એક જ છત નીચે ઉપલબ્ધ બનશે.
અદ્યતન ઇન્ટિરિયર્સ, પર્સનલ સ્ટાઇલિંગ હેલ્પ અને ખાસ બ્રાન્ડ ઝોન સાથેનો આ સ્ટોર ફેશન શોપિંગને વધુ સ્માર્ટ અને આનંદમય અનુભવમાં ફેરવે છે. એપેરલ્સથી લઇને એકસેસરીઝ અને લાઇફસ્ટાઇલ પ્રોડકટસ સુધી - રાજકોટના ગ્રાહકો માટે અહીં બધુ ખાસ મળી રહેશે.
આઇકોનિકના સીઓઓ અપુર્વ સેને સ્ટોર લોન્ચીંગ પ્રસંગે જણાવ્યું કે સ્ટોરનું લોન્ચ આઇકોનીક માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે. બે લેવલ અને ર૩ હજાર સ્કવેર ફૂટ વિસ્તારમાં બનેલો આ સ્ટોર અમારી લકઝરી, ઇન્કલૂઝિવિટી અને ઇનોવેશન પરનું વિઝન દર્શાવે છે. ગુજરાત હંમેશા ફેશન અને પ્રિમીયમ અનુભવ માટે અગ્રણી રહ્યું છે. આ સ્ટોર સાથે અમે વૈશ્વિક ફેશનને વધુ નજીક લાવવાનું ધ્યેય રાખીએ છીએ.
ફ્રેન્ચાઇઝ ઓનર, જલેવ સોનીએ કહ્યું કે રાજકોટમાં આઇકોનિક લાવવું અમારા માટે માત્ર બિઝનેસ સકસેસ નથી. પરંતુ શહેરને શ્રેષ્ઠ ફેશન બ્રાન્ડસનો અનોખો અનુભવ ઉપલબ્ધ કરાવવાનું ગૌરવ છે.'' આ લોન્ચ સાથે આઇકોનિક પヘમિ ભારતમાં પોતાનું નેટવર્ક મજબૂત બનાવે છે અને ભારતીય ગ્રાહકો માટે પ્રિમીયમ ફેશનને વધુ સરળ અને આધુનિક બનાવવાની પોતાની વચનબદ્ધતાને ફરી જણાવે છે. (તસવીર : અશોક બગથરીયા)
(3:33 PM IST)










