<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

રાજકોટ શહેર હોમગાર્ડમાં વર્ષોથી જિલ્લા કમાન્‍ડન્‍ટ હોમગાર્ડઝનો વહીવટ ઇન્‍ચાજથીઃ શિસ્‍ત અને સેવાના નામે રાજ્‍ય ભરના હોમગાર્ડના વ્‍યાજબી પ્રશ્‍નો ભોમાં ભંડારી દેવાયા છે

અઆજે હોમગાર્ડ ડેઃ સ્‍થાપના ૬ ડિસેમ્‍બર ૧૯૪૭ સૌરાષ્‍ટ્ર કચ્‍છના હોમગાર્ડ દંળના જવાનોને ૪૦૦ કિલોમીટર દૂર ટ્રેનિંગ માટે જવું પડે છે, ટ્રેનિંગ માટે ૧૯૯૨ માં શાપર મુકામે ફાળવાયેલી જમીનમાં ૩૨ વર્ષોથી એક ઇંટ ન મુકાય

રાજકોટઃ શહેર યુનિટ હોમગાર્ડ ના પૂર્વ હોમગાર્ડ ગજેન્‍દ્રસિંહ ઝાલા (લોક સંસદ વિચાર મંચ રાજકોટ) ની યાદી મુજબ રાજ્‍યમાં ગળહ રક્ષક દળની (હોમગાર્ડ) સ્‍થાપના ૬ઠ્ઠી ડિસેમ્‍બર ૧૯૪૭ ના રોજ કરવામાં આવી છે તે સમયે દળની સભ્‍ય સંખ્‍યા માત્ર ૧૮૫૦ હતી. આજે રાજ્‍યમાં ૫૦ હજાર હોમગાર્ડ દળના જવાનો રક્‍તદાન, પ્રૌઢ શિક્ષણ, વળક્ષારોપણ જેવી સમાજોપયોગી પ્રવળત્તિઓ પણ કરી રહ્યા છે. આગ, લુંટ કાયદાની જાળવણી, અતિવળષ્ટિ કે મોટી હોનારતના પ્રસંગોમાં દળના જવાનોએ પોતાની જાનની પરવા કર્યા વગર ફરજો બજાવેલ છે તે ગુજરાત સરકારના રેકોર્ડ પર પણ મૌજુદ છે. મુખ્‍યમંત્રી, કેબિનેટ મંત્રીશ્રીઓએ પણ હોમગાર્ડઝ દળના જવાનોની સેવાઓને વખતો વખત બિરદાવેલી છે પોલીસની સાથે રહી ખમ્‍ભે ખંભા મિલાવી ચૂંટણી બંદોબસ્‍ત વીઆઈપી બંદોબસ્‍ત, સુરક્ષા, નાઈટ કોમ્‍બિંગ, ટ્રાફિક ફરજો, ઇમર્જન્‍સી ફરજો, યુદ્ધ કાળ દરમિયાન સિવિલ ડિફેન્‍સ ની ફરજોમાં રાઉન્‍ડ ધ ક્‍લોક સેવા બજાવતા હોમગાર્ડઝ દળના જવાનોના વ્‍યાજબી -પ્રશ્‍નોની ઉપેક્ષા થઈ રહી છે.

હાલ રાજકોટ શહેર હોમગાર્ડ નો ચાર્જ ઇન્‍ચાર્જ જિલ્લા કમાન્‍ડન્‍ટ હોમગાર્ડ થી ચાલી રહ્યો છે. અગાઉ રાજયભરના જિલ્લા કમાન્‍ડન્‍ટ હોમગાર્ડઝનો તેર તેર વર્ષો સુધી ચાર્જ  પોલીસદળના ઉચ્‍ચ પોલીસ અધિકારીઓના વડપણ હેઠળ વહીવટ ચાલતો હતો. પાંચેક વર્ષથી રાજકોટ શહેર અને જિલ્લા કમાન્‍ડન્‍ટ હોમગાર્ડઝનું અલગ વહીવટી તંત્ર અને ઓફિસ ફાળવી દેવાયેલ હોવા છતાં પાંચેક વર્ષથી શહેરનો ચાર્જ ઇન્‍ચાર્જ જિલ્લા કમાન્‍ડન્‍ટ હોમગાર્ડઝ થી ચાલે છે. શહેરમાં આ જગ્‍યા માટે અરજીઓ મંગાવ્‍યા બાદ પણ કોઈ નિર્ણય કરવામાં આવ્‍યો નથી. અરજીઓ ગળહ ખાતા ની કચરાપેટીમાં સ્‍વાહા કરી દેવામાં આવી છે. બબ્‍બે વખત મગાવાયેલી શહેર કમાન્‍ડન્‍ટ હોમગાર્ડઝની અરજીઓ તુમારશાહીનો ભોગ બની છે.

સૌરાષ્‍ટ્ર કચ્‍છના ૩ હજાર થી વધુ હોમગાર્ડ દળના જવાનોને ટ્રેનિંગ માટે દૂર ન જવું પડે તે માટે ૧૯૯૨ માં સૌરાષ્‍ટ્ર કચ્‍છના હોમગાર્ડ દળના જવાનોને ટ્રેનિંગ સેન્‍ટર માટે રાજકોટ જિલ્લા હોમગાર્ડને તાલીમ માટે શાપર વેરાવળ (તાલુકો કોટડા સાંગાણી) ખાતે ૨૪.૦૯ જમીન પૈકીની ૨૮૮૦૦ ચોરસ મીટર જમીન ફાળવવામાં આવેલ છે. જે જમીનમાં ગ્રાન્‍ટના અભાવે આજ દિન સુધી ૩૨ વર્ષો પછી પણ ગ્રાન્‍ટના અભાવે એક ઇટ મુકવામાં આવી નથી. આ જમીન પર જિલ્લા હોમગાર્ડઝ દળના જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી ન થતા તા. ૨૫/૩/૧૧ ના તત્‍કાલીન સમયના જિલ્લા કલેકટર રાજેન્‍દ્ર કુમારે જિલ્લા હોમગાર્ડ પાસેથી તાલીમ માટે અપાયેલ જમીન પરત ખેંચી લેવા આદેશ કરેલ હતો અને તે જમીન પૈકીની ૬૪૩૭ ચોરસ મીટર ગુજરાત એનર્જી ટ્રાન્‍સમિશન કોર્પોરેશનને જમીન ફાળવી દેવામાં આવી હતી. તત્‍કાલીન સમયે જિલ્લા કલેકટરે બાકી રહેલી જમીનમાં બે વર્ષમાં કાર્ય સાધક ઉપયોગ કરવા આદેશ કરવા છતાં આજની તારીખે કોઈ કાર્યવાહી થયેલ હોવાનું જાણમાં નથી.

સૌરાષ્‍ટ્ર કચ્‍છ ટ્રેનિંગ સેન્‍ટર ન બનતા હોમગાર્ડ દળના જવાનોને આજે પણ ૩૫૦ થી ૪૦૦ કિ.મી.  દૂર સુધી તાલીમ લેવા માટે જવું પડે છે જેમાં ગામ જરોદ (તાલુકો વાઘોડીયા જીલ્લો વડોદરા), ગામ માધવનગર (તાલુકો સાણંદ જીલ્લો અમદાવાદ), ગામ સુંઢિયા (તાલુકો વિસનગર જીલ્લો મહેસાણા) આ સ્‍થળોએ ફરજિયાત જવું પડે છે.

હોમગાર્ડ દળ એ ગ્રુહ વિભાગમાં કાર્યરત છે અને સેવાઓ આપે છે ત્‍યારે પોલીસદળના જવાનોને ૫૮ વર્ષે સેવા નિવળત કરાય છે જ્‍યારે હોમગાર્ડદળના જવાનોએ ૫૫ વર્ષે સેવા નિવળત કરી દેવામાં આવે છે. હોમગાર્ડદળના જવાનો માટે રાજ્‍ય અનામત પોલીસ દળ અને લોકરક્ષક દળમાં રિઝર્વ કવોટા રાખવાની વખતો વખતની માંગ સ્‍વીકારવામાં આવી નથી અને હોમગાર્ડ દળના જવાનો માટે પોલીસમાં કોઈપણ બેઠકો અનામત રાખવામાં આવતી નથી અન્‍ય રાજ્‍યોમાં વેતનના દર ગુજરાત રાજ્‍ય હોમગાર્ડ જવાનો કરતા વધારે છે ગુજરાત હોમગાર્ડદળના જવાનોને હડાહડ અન્‍યાય થઈ રહ્યો છે અને રાજ્‍યભરના જવાનો આજે દયાજનક સ્‍થિતિમાં છે અને બળતા જીવે હોમગાર્ડ ડે મનાવી રહ્યા છે.

(1:55 PM IST)