<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

સમરસ પેનલને બકુલ રાજાણીનો ખુલ્લો ટેકો જાહેર

રાજકોટ, તા. ૬ : રાજકોટ બાર એસોશીએશનના પુર્વ પ્રમુખ અને અધિવકતા વર્તુળમાં  ‘‘કાકા'' તરીકે ઓળખાતા તથા ૧૦૮ નામથી પ્રખ્‍યાત વરિષ્‍ઠ વકીલશ્રી બકુલ રાજાણી દ્વારા આવનાર ચુંટણીમાં સમરસ પેનલને સતાવાર ટેકો જાહેર કરવામાં આવ્‍યો છે.

બકુલ રાજાણીનો લાંબા સમયનો અનુભવ અને બારની એકતા - વિકાસ માટેનો સતત પ્રયત્‍ન હંમેશા સર્વે વકીલમિત્રોમાં પ્રેરણારૂપ રહ્યો છે. કાર્યકાળ દરમિયાન બાર એસોશીએશનની પારદર્શક કામગીરી, વકીલ સહાયના પ્રશ્‍નોની ઉકેલ અને સંગઠનને મજબુત બનાવવાનું એમનું યોગદાન  યાદગાર છે.

હાલના પ્રમુખ પદના દાવેદાર સુરેશ ફળદુ વિષે બકુલ રાજાણીએ જણાવેલ હતુ કે : સુરેશ ફળદુએ મારા કાર્યકાળ દરમિયાન ઉપપ્રમુખ તરિકે સાથ કાર્ય કર્યુ હતું. કોર્ટ ટ્રાન્‍સફર, ટેબલ ફાળવણીમાં ેમની કાર્ય શૈલી, શિસ્‍ત, નિષ્‍ઠા અને જવાબદારી ભાવને મેં વ્‍યક્‍તિગત રીતે ખુબ નજીકથી જોયુ છે. બારના હિતને પ્રાથમિકતા આપીને કોઇપણ  પરિસ્‍થિતિમાં શાંતિપુર્વક અને પ્રમાણીક રીતે કામ કરવાની તેમની ક્ષમતા સરાહનીય છે. હું માનુ છુ કે સુરેશ ફળદુ પ્રમુખ તરીકે પસંદ થશે તો બાર એસોશીએશનને શક્‍તિશાળી નેતૃત્‍વ મળશે.

બકુલ રાજાણી દ્વારા સમરસ પેનલના તમામ ઉમેદવારોને પણ શુભેચ્‍છા પાઠવવામાં આવી છે તેમજ વકીલ મિત્રોને એકતા જાળવી બાર એસોશીએશનના વિકાસ માટે સમરસ પેનલ ટુ પેનલ મત આપી જીતાડવા અપીલ કરવામાં આવે છે તેમજ સમરસ પેનલની હું તથા મારી પેનલ લડી રહી હોય તે રીતે તમામ સભ્‍યોને મત આપવા માટે અપીલ કરેલ હતી.

બકુલ રાજાણી દ્વારા આપવામાં આવેલ આ ટેકો આવનાર ચુંટણીમાં સમરસ પેનલ માટે મહત્‍વપુર્ણ બનશે, આ ટેકાથી સમરસ પેનલની જીત નિશ્‍ચિત હોવાનું પણ ચર્ચાય રહ્યું છે. 

(3:46 PM IST)