News of Friday, 5th December 2025
માં ફાઉન્ડેશન દ્વારા રવિવારથી શ્રીમદ્ ભાગવતકથા
પૂ.દિલીપકૃષ્ણ ઠાકુરજી કથાનું સંગીતમય રસપાન કરાવશે: શ્રી કૃષ્ણ જન્મ, કપિલ જન્મ, નૃસિંહ પ્રાગટય, રૃક્ષમણી વિવાહ, સુદામા ચરિત્ર સહિતના પ્રસંગો ઉજવાશે

શ્રી દિલીપકૃષ્ણ ઠાકુરજી મહારાજના વ્યાસપીઠ પરથી ભવ્ય આયોજન : ૭ થી ૧૩ ડિસેમ્બર ર૦રપ
રાજકોટમાં ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુું પાવનકારી આયોજન કરવામાં આવ્યું છે. આ કથાનો પ્રારંભ તા. ૭ રવિવારના રોજ બપોરે ૩ કલાકે પોથીયાત્રા અને મહાત્મ કથા સાથે થશે અને કથા વિરામ તા. ૧૩ શનિવારના રોજ સાંજે પ કલાકે થશે. કથાનું દૈનિક આયોજન બપોરે ૩ થી ૭ સુધી અંબાજી કડવા પ્લોટ, શેરી નં. ર, સરોજીની નાયડુ સ્કુલની સામે, નીજાનંદ એપાર્ટમેન્ટ પાસે, રાજકોટ ખાતે કરવામાં આવેલ છે.
આ સપ્તાહમાં વ્યાસપીઠ પર શ્રી બાલકૃષ્ણલાલ હવેલીના મુખિયાજી પ.પૂ. શ્રી દિલીપકૃષ્ણ ઠાકુરજી મહારાજ બિરાજીને ભકતોને જ્ઞાન અને ભકિતનું અમૃતપાન કરાવશે. શાસ્ત્રીશ્રી તરીકે પ.પૂ. શ્રી ડી.આર. શાસ્ત્રી (મુખીયાજી - મોટા વડાળાવાળા) ઉપસ્થિત રહેશે. કથા દરમિયાનના મુખ્ય પ્રસંગોમાં તા. ૧૦ બુધવાર સાંજે ૬ કલાકે શ્રી કૃષ્ણ જન્મ, તા. ૯ નૃસિંહ પ્રાગટય, તા. ૧ર રૂક્ષમણિ વિવાહ અને અંતિમ દિવસે તા. ૧૩ સુદામા ચારિત્ર્યનો પ્રસંગ ઉજવાશે.
આયોજક શ્રીમતી નયનાબેન ગોહેલ (પ્રમુખ માં ફાઉન્ડેશન ટ્રસ્ટ) છે, જેઓ રાજકોટ જીલ્લા પ્રમુખ, સનાતન સેવા સંસ્થાન ટ્રસ્ટ અને પ્રમુખ મહિલા મોરચો (વોર્ડ નં. ૧૩) તરીકે સેવા આપે છે. સંસ્થાના શ્રીમતી કોમલબેન પરમાર, રાજેશભાઇ ગોંડલીયા, મહેશભાઇ નગદિયા, મનસુખભાઇ પ્રજાપતિ, નિમેશભાઇ ભંડેરી, પ્રકાશભાઇ સોલંકી, નારણભાઇ બોળીયા અને હર્ષદભાઇ સગર સેવા આપી રહ્યા છે.
આ પાવન પ્રસંગે મુખ્ય અતિથિ વિશેષ તરીકે મહંત શ્રી નરેન્દ્રબાપુ, ગુરૂ શ્રી જીવરાજ બાપુ (આપા ગીગાનો ઓટલો), મહંત શ્રી મુકતાનંદ મહારાજ (સનાતન ધર્મ - ભારત, કાર્યકારી અધ્યક્ષ) વજુભાઇવાળા (પૂર્વ ગર્વનર કર્ણાટક રાજય) પરસોત્તમભાઇ રૂપાલા (સાંસદ સભ્ય) રામભાઇ મોકરીયા (સભ્ય રાજયસભા), ડો. ભરતભાઇ બોઘરા (ઉપાધ્યક્ષ ગુજરાત પ્રદેશ) રમેશભાઇ ટીલાળા (ધારાસભ્ય) ઉદયભાઇ કાનગડ (ધારાસભ્ય), શ્રીમતી દર્શિતાબેન શાહ (ધારાસભ્ય), શ્રીમતી ભાનુબેન બાબરીયા (ધારાસભ્ય), નયનાબેન પેઢડીયા ( મેયર), શ્રીમતી લીલુબેન જાદવ (શાસક પક્ષના નેતા) માધવભાઇ દવે (શહેર પ્રમુખ, ભાજપ) મુકેશભાઇ દોશી (પૂર્વ શહેર પ્રમુખ, ભાજપ), વિરેન્દ્રસિંહ ઝાલા (મહામંત્રી રાજકોટ, ભાજપ), અશ્વિનભાઇ મોલીયા (મંત્રી રાજકોટ, ભાજપ), જયમીનભાઇ ઠાકર (ચેરમેન, સ્ટેન્ડીગ કમીટી), મનીષભાઇ રાડીયા (દડક), શ્રીમતી જયાબેન ડાંગર (કોર્પોરેટર, વોર્ડ નં. ૧૩ ભાજપ), શ્રીમતી સોનલબેન સેલારા (કોર્પોરટર, વોર્ડ નં. ૧૩ ભાજપ) નિતીનભાઇ રામાણી (કોપોરેટર, વોર્ડ નં. ૧૩ ભાજપ), સુરેન્દ્રસિંહ વાળા (કોર્પોરેટર, વોર્ડ નં. ૧૩ ભાજપ), શ્રીમતી રાજેશ્રીબેન ડોડીયા (કોર્પોરેટર - કારડીયા રાજપુત સમાજ), શ્રીમતી રસીલાબેન સાકરીયા (કોર્પોરેટર - કરડીયા રાજપુત સમાજ) અરૂણસિંહ સોલંકી (પ્રમુખ - કારડીયા રાજપુત સમાજ), રમેશભાઇ સી. ચૌહાણ (રાજપુત સમાજ), ચંદુભા બેચરભા પરમાર (શ્રી રામ ફાઇનાન્સ), યોગિનભાઇ છનિયારા (છનિયારા ઇન્ડસ્ટ્રીઝ) બહાદુરસિંહ ગોહેલ (પ્રમુખ સ્કુલ વાન એસોસીએશન, રાજકોટ) અમિતભાઇ રાઠોડ, જે.આર. દેસાઇ (પોલીસ ઇન્સ્પેકટર, માલવીયા પો. સ્ટેશન), પ્રવિણભાઇ રાઠોડ (પ્રમુખ બેડીપરા કારડીયા રાજપુત સમાજ), જયદેવસિંહ જાડેજા (વકતા - ડેરીવડાળા, હરિભાઇ રાઠોડ, ઇન્દુભા રાવત, અભી ગોહિલ, જયોતિબેન, મનીષાબેન, રૂપલબેન તેમજ રાજકોટ જિલ્લા ભાજપ પ્રભારી ધવલભાઇ દવે, જિલ્લા પ્રમુખ અલ્પેશભાઇ ઢોલરીયા, મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, હરેશભાઇ હેરમાં, રવિભાઇ માકડિયા, ઉપપ્રમુખ રાજેન્દ્રભાઇ ધારેયા અને શ્રીમતી કિરણબેન માકડીયા ઉપસ્થિત રહેશે.
સંગીતમય ભાગવત કથાનો લાભ લેવા શ્રીમતી નયનાબેન ગોહેલ, મો. ૯૯૧૩૦૬ર૪૧ર દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.
તસવીરમાં અકિલાના મોભી શ્રી કિરિટભાઇ ગણાત્રા સાથે નયનાબેન ગોહેલ, કમાબેન પરમાર, મનસુખભાઇ વિરપરા, હરિભાઇ રાઠોડ, ઇન્દુભા રાવત, જયોતિબેન પંડયા, મનિષાબેન પટેલ અને રૃપલબેન પટેલ નજરે પડે છે.
(4:17 PM IST)










