<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th December 2025

ચુનારાવાડના અખબાર વિતરક ૪૩ વર્ષિય દિનેશભાઇ ચોૈહાણનું હૃદય બેેસી જતાં મોત

બે સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૫: હૃદય રોગના હુમલાથી વધુ એક યુવાનનું મૃત્યુ થયું છે. ચુનારાવાડ ચોક પાસે ગોપાલ પંપ પાછળ રહેતાં દિનેશભાઇ રાણાભાઇ ચોૈહાણ (ઉ.વ.૪૩) સવારે સાડા ચારેક વાગ્યે એકાએક બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

બનાવની જાણ હોસ્પિટલ પોલીસ ચોકીના અમૃતભાઇ મકવાણા, યુવરાજસિંહ પરમાર, પ્રતાપભાઇ, રવિભાઇ, ધર્મેન્દ્રભાઇએ જાણ કરતાં થોરાળા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર દિનેશભાઇ એક બહેન અને ત્રણ ભાઇમાં વચેટ હતાં. સંતાનમાં એક દિકરી અને એક દિકરો છે. પોતે અખબાર વિતરક તરીકે કામ કરતાં હતાં. સવારે અખબાર વિતરણ માટે જવા જાગ્યા ત્યારે એકાએક તબિયત લથડી હતી. છાતીમાં દુઃખાવા સાથે ચક્કર આવતાં બેભાન જેવા થઇ ગયા હતાં. તુરત જ દિકરા સહિતના સ્વજનોએ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યો હતો.

(4:00 PM IST)