તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th December 2025
નવનાત વણિક સમાજના ત્રીજા વર્ષમાં પ્રવેશ નિમિતે વેવિશાળ માટેના ગ્રુપમાં નિઃશુલ્ક રજીસ્ટ્રેશનની તક

રાજકોટ તા. ૫ : નવનાત વણિક સમાજના ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ અવસરે વેવિશાળ લગતો સેવયજ્ઞ યોજવા આવ્યો છે.
'અકિલા' ખાતે વિગતો વર્ણવતા નવનાત વણિક સમાજના આગેવાનોએ જણાવ્યુ હતુ કે વણિક સમાજના અલગ અલગ ફીરકાઓ દ્વારા શરૂ કરાયેલ નવનાત વણિક સમાજનો ત્રીજા વર્ષમાં પ્રવેશ થયો છે.
સંસ્થા દ્વારા ચલાવવામાં આવતા વોટસએપ ગ્રુપની વાર્ષિક ફી રૂ.૨૦૦ છે. જેમાં જોડાવા માટે ફકત બાયોડેટા આપવો જરૂરી હોય છે. નવનાત વણિક સમાજના ત્રીજા વર્ષમાં પ્રવેશ અવસરે તા. ર ડીસેમ્બરથી લઇને તા.૧૦ ડીસેમ્બર સુધી વોટસએપ ગ્રુપમાં ફ્રી રજીસ્ટ્રેશન સુવિધા પુરી પાડવા નિર્ણય લેવાયો છે. આ બાબતે દરેક જિલ્લા પ્રમુખ સાથે પદધારક કે કમીટી ભાઇઓ બહેનો સંપર્ક કરી શકે છે. બાયોડેટા વેવિશાળ માટે નિઃશુલ્ક રજીસ્ટ્રેશન કરાવી શકાશે. જે એક વર્ષ માટે માન્ય રહેશે.
સંસ્થા ૧,૨૫૦૦૦ સદસ્યો ધરાવે છે. જિલ્લા કમીટીમાં જોડાવા કે બાયોડેટા મોકલવા માટે વોટસએપ નં.૯૮૯૮૭ ૫૨૭૬૦ ઉપર મોકલી શકાશે.
તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા નવનાત વણિક સમાજના પ્રતિનિધિઓ રાષ્ટ્રીય પ્રમુખ પ્રશાંતભાઇ શાહ, યોગેશભાઇ બાવીસી, જિજ્ઞેશભાઇ વાડીયા, નરેન્દ્રભાઇ સોરઠીયા, મિલનભાઇ શેઠ, બીનાબેન શેઠ, દિપાલીબેન વોરા, શીતલબેન સોની નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:58 PM IST)










