તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ આસો સુદ – ૫ શનિવાર
News of Friday, 5th December 2025
સંતોષીનગરના ભાનુબેનને પતિ પાંચાભાઇએ ધોકાથી ફટકાર્યા
મહિલા સારવાર હેઠળઃ લાંબા સમયથી ત્રાસ અને પતિને પરસ્ત્રી સાથે આડાસંબંધ હોવાનો આક્ષેપ

રાજકોટ તા. ૫: શહેરના રેલનગર પાસેના સંતોષીનગર શેરી નં. ૫માં રહેતાં ભાનુબેન પાંચાભાઇ સરીયા (ઉ.વ.૪૦)ને પતિ પાંચા બીજલભાઇ સરીયાએ ધોકાથી માર મારી ઢીકાપાટુ પણ મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી.ભાનુબેનના લગ્ન વીસ વર્ષ પહેલા થયા છે. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. પતિ પાંચાભાઇ ઇમિટેશનનું કામ કરે છે. ભાનુબેને આક્ષેપો સાથે કહ્યું હતું કે મને પતિ વર્ષોથી ત્રાસ આપે છે. અવાર-નવાર નાની નાની વાતે ઝઘડા કરી તને હવે રાખવી જ નથી તેમ કહી મારકુટ કરી કાઢી મુકે છે. પતિને કોઇ બીજી સ્ત્રી સાથે લફરૂ હોવાને કારણે તે આવુ ંકરે છે તેવો આક્ષેપ પણ ભાનુબેને કર્યો હતો. ગત સાંજે પણ ધોકાથી બેફામ માર માર્યો હતો. અગાઉ વારંવાર મેં સમાધાન કરી લીધુ હતું. આ વખતે માર સહન ન થતાં સારવાર માટે દાખલ થવું પડ્યું હતું. તેમ વધુમાં ભાનુબેને કહેતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
(3:55 PM IST)










