News of Friday, 5th December 2025
આર્થિક ભીંસને લીધે ઇમિટેશનના વેપારી રવિભાઇ પાલાનો આપઘાત
રણુજા મંદિર પાસે નંદનવન એપાર્ટમેન્ટમાં બનાવ

રાજકોટ તા. ૫: આત્મહત્યાની વધુ એક ઘટનામાં એક પરિવારે આધારસ્તંભ ગુમાવી દીધો છે. કોઠારીયા રોડ રણુજા મંદિર પાસેથી સોસાયટીમાં રહેતાં ઇમિટેશનના વેપારીએ આર્થિક સંકડામણને કારણે આપઘાત કરી લીધો છે.
જાણવા મળ્યા મુજબ કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે નંદનવન એપાર્ટમેન્ટમાં રહેતાં રવિભાઇ જેન્તીલાલ પાલા-સોની (ઉ.વ.૪૪)એ સવારે ઘરે પંખામાં લટકી ગળાફાંસો ખાઇ લેતાં ૧૦૮ને જાણ થતાં તેના તબિબે તેમને મૃત જાહેર કર્યા હતાં. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.
આપઘાત કરનારા રવિભાઇ ઇમિટેશનનો વેપાર કરતાં હતાં. તે બે ભાઇ અને એક બહેનમાં બીજા હતાં અને છુટાછેડા થઇ ગયા હતાં. આર્થિક ભીંસમાં હાલ હોવાનું અને તેના કારણે આ પગલુ ભર્યાનું સ્વજનોએ કહ્યું હતું. (૧૪.૮)
(3:08 PM IST)










