<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th December 2025

બાર એસો.ની ચુંટણીમાં સમરસ પેનલના ઉમેદવારોએ વાજતે-ગાજતે ઉમેદવારી નોંધાવી

આજે બપોરે વિજય મુહુર્તમાં પ્રમુખપદે સુરેશ ફળદુ : ઉપપ્રમુખપદે સિધ્‍ધરાજસિંહ જાડેજા, સેક્રેટરીપદે સંદિપ વેકરીયા, ટ્રેઝરર માટે રેખાબેન પટેલ (મહિલા અનામત) જો.સેક્રેટરીપદે મેહુલ મહેતા સહિત કારોબારી પદના ઉમેદવારોએ ચુંટણી અધિકારી સમક્ષ ફોર્મ રજૂ કર્યા

 

રાજકોટ : આગામી ૧૯મી ડીસેમ્‍બરે યોજાનાર ચુંટણીમાં આજે લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલના હોદ્દેદારો પ્રમુખપદે સુરેશ ફળદુ, ઉપપ્રમુખપદે શિવરાજસિંહ જાડેજા, સેક્રેટરીપદે સંદિપ વેકરીયા, ટ્રેઝરરમાં રેખાબેન પટેલ, જોઇન્‍ટ સેક્રેટરીમાં મેહુલ મહેતા સહિતના હોદ્દેદારો અને કારોબારી પદના ઉમેદવારોએ વાજતે-ગાજતે વિશાળ ટેકેદાર વકીલોની હાજરીમાં ઉમેદવારી નોંધાવી હતી. પ્રસ્‍તુત તસ્‍વીરમાં ઉમેદવારો ફોર્મ ભરતા નજરે પડે છે(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા.૪: બાર એશોસીએશનની આગામી તા.૧૯/૧૨/૨૦૨૫ ના રોજ ચુંટણીમાં ભાજપ લીગલ સેલની સમરસ પેનલના ઉમેદવારોએ આજે  સિનિયર જુનીયર વકીલો અને ટેકેદારોની હાજરીમાં વિજય મુહર્તમાં વાજતે ગાજતે ઉમેદવારી નોંધાવી હતી.

 રાજકોટ બાર એશોસીએશનની વર્ષ ૨૦૨૫-૨૬ની તા.૧૯/૧૨/૨૦૨૫ ના રોજ યોજાનાર ચુંટણીમાં લીગલ સેલ દ્વારા ‘સમરસ પેનલ'ને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવી છે. પ્રમુખ પદના ઉમેદવાર  સુરેશભાઈ ફળદુના નેજા હેઠળ પુરી ટીમની જાહેરાત કરી દેવામાં આવ્‍યા બાદ સમરસ પેનલના મધ્‍યસ્‍થ કાર્યાલયને વીરાણી હાઈસ્‍કુલ ખાતેના મધ્‍યસ્‍થ હોલમાં ખુલ્લું મુકવામાં આવ્‍યું છે. ભાજપ લીગલ સેલની ‘સમરસ પેનલ'માંથી પ્રમુખ પદે સુરેશ આર. ફળદુ, ઉપપ્રમુખ પદે સિધ્‍ધરાજસિંહ કે. જાડેજા, સેક્રેટરી પદે મેહુલ વી. મેહતા, જોઈન્‍ટ સેક્રેટરી પદે સંદિપ વેકરીયા, ટ્રેઝરર પદે રેખાબેન લીંબાસીયા(પટેલ), લાઈબ્રેરી સેક્રેટરી પદે સાગર હપાણી, તથા કારોબારી સભ્‍ય પદ માટે અમિત વેકરીયા, કશ્‍યપ ઠાકર, દિપ વ્‍યાસ, જતીન ઠકકર, યશ ચોલેરા, કેતન જેઠવા, રણજીત મકવાણા તેમજ કારોબારી સભ્‍ય મહીલા અનામત માટે હીરલબેન જોષી, મીતાબેન રાવ, અલ્‍કાબેન પંડયાએ સિનિયર જુનીયર વકીલ અને ટેકેદારોની હાજરીમાં હાજરીમાં આજે બપોરે ૧૨:૩૯ કલાકે વિજય મુહર્તમાં ચુંટણી કમીશનર સમક્ષ ફોર્મ ભરી  ઉમેદવારી નોંધાવી હતી.

આ તકે સિનીયર ધારાશાષાી લલિતસિંહ જે. શાહી, ગીરીશભાઈ ભટ, રામજીભાઈ માવાણી, રમાબેન માવાણી, ?શાંતભાઈ જોષી, જયેશભાઈ જાની, તુલશીદાસ ગોંડલીયા, અનિલભાઈ દેસાઈ, હરેશભાઈ દવે, નરેશભાઈ દવે, પિયુષભાઈ શાહ, એન.જે. પટેલ, નલિનભાઈ શુકલ, કમલેશભાઈ શાહ, કિરિટ પાઠક, અર્જુનભાઈ પટેલ, પી.સી. વ્‍યાસ, કિશોરભાઈ સખીયા, જી.એલ.રામાણી, સી.એચ. પટેલ, તરૂણભાઈ કોઠારી, નરેન્‍દ્રભાઈ બુસા, જે.એફ. રાણા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, દિલિપભાઈ જોષી, મનિષ ખખ્‍ખર, શ્‍યામલભાઈ સોનપાલ, બકુલભાઈ રાજાણી, દિલેશ શાહ, રાકેશ ગોસ્‍વામી, સી.એમ. દક્ષીણી, મયંકભાઈ પંડયા, જયેશ બોઘરા, હેમંત ભટ, જીજ્ઞેશ જોષી, શૈલેષ ભટ, આનંદભાઈ જોષી, કે.ડી. શાહ, મિતુલભાઈ આચાર્ય, જતીન ઠકકર, અજય જોષી, ભગીરથસિંહ ડોડીયા, હીતેન્‍દ્રસિંહ ગોહેલ, આર.ડી. ઝાલા, મૌલીકભાઈ ફળદુ, દિપકભાઈ ભીમાણી, ભરતભાઈ બુધ્‍ધદેવ, અશ્વિન ગોસાઈ, હિતેષભાઈ દવે, તુષાર બસલાણી, રૂપરાજસિંહ પરમાર, આબીદ શોષન, કમલેશ ડોડીયા, રક્ષિત કલોલા, ભાવેશ રંગાણી, બી.એમ. પટેલ, દિપેશ અંધારીયા, રાજેશ ફળદુ, પ્રશાંત લાઠીગરા, ભાવિન દફતરી, પથીક દફતરી, તરુણ માથુર, પરેશ કુકડીયા, અશ્વિન મહાલીયા, ડી.બી. બગડા, અશોક ડાંગર, આર.ડી. દવે, અશ્વિન સેખલીયા, વિરેન વ્‍યાસ, અજયસિંહ ચૌહાણ, બાલાભાઈ સેફાતરા, જીજ્ઞેશ સભાડ, હર્ષદભાઈ માણેક, ધીમંત જોષી, હરેશભાઈ પરસોંડા, જીતેન્‍દ્ર પારેખ, હિમાંશુ પારેખ, નિવિદ પારેખ, પારસ શેઠ, પ્રફુલ વસાણી, કમલેશ રાવલ, અતુલભાઈ જોષી, મુકેશ પીપળીયા, મોનીષ જોષી, અભિષેક શુકલા, નીયલ ડેડાણીયા, નીતીન સગપરીયા, વિમલ ડાંગર, ઘનશ્‍યામભાઈ હેરભા, પ્રદિપભાઈ ડવ, દિનેશભાઈ વળોતરીયા, જયકળષ્‍ણભાઈ માકડીયા, પી.એચ. પનારા, કિશન ટીલવા, હીતેષ રાદડીયા, જે.સી. પરસાણા, રીધમ ઝાલાવડીયા, પ્રણવ પટેલ, સૌરભ પટેલ, લલિત કાલાવડીયા, એમ.કે. જાડેજા, સંજય જોષી, કિશોર કાનાણી, પ્રફુલ રાજાણી, સી.એમ. પટેલ, રમેશ આદરોજા, અરવીંદ વસાણી, વીજય ભટ, અતુલ મેહતા, ધર્મેશ મેહતા, રાકેશ કોઠીયા, જગદીશ સોરઠીયા, હેમાંશુ શીશાંગીયા, બીપીન ટાંક, ડી.ડી. મેહતા, રાજભા ઝાલા, આનંદ પરમાર તથા મહીલાઓમા રંજનબેન રાણા, લતાબેન જોષી, ચેતનાબેન કાછડીયા, અંજનાબેન ખુંટ, વીણાબેન કોરાટ, રમાબેન ગુપ્તા, નમીતા કોઠીયા, અલ્‍પા મેહતા, નેહા જોષી, રેખાબેન હરખાણી, હેતલબેન રાજદેવ, રશ્‍મિબેન જોષી સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા.(

(4:24 PM IST)