<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th December 2025

જન્‍મ-મરણ વિભાગની ગાડી ફરી પાટા ઉપરથી ઉતરીઃ ર૦ર૦ પછીના સુધારા વધારા બંધ

મુંજકા-મૌવા સહિતના નવા ભળેલા ગામોના રેકોર્ડ ર૦ર૦માં ચડાવેલઃ તંત્રને પોર્ટલ બંધ થવા પાછળનું કારણ અને ફરી કયારે શરૂ થશે તે અંગે કંઇ ખબર નથી! અરજદારોમાં હાસ્‍યનું મોજું મનપામાં છેલ્લા બે દિવસથી સુધારા કરવાની સેવા ખોરવાતા લોકોને ધકકા

રાજકોટ તા. ૪: મનપાના જન્‍મ મરણ વિભાગની ગાડી ફરી ગોથું ખાઇ જતા દરરોજ મોટી સંખ્‍યામાં લોકોને ધકકા થઇ રહ્યા છે.

છેલ્લા બે દિવસથી ઇ ઓળખ પોર્ટલ બંધ થતા અરજદારોને ભારે હાલાકી અને તકલીફ વેઠવી પડી રહી છે. ર૦ર૦ થી ર૦રપ સુધીના રેકોર્ડમાં મુશ્‍કેલી સર્જાતા સુધારા કરવાનું બંધ થઇ ગયા છે.

શહેરમાં મુંજકા-મૌવા સહિતના ગામો ભળતા તેમના રેકોર્ડ પણ ર૦ર૦ માં અપલોડ કરવામાં આવ્‍યા છે. જો કે હાલ બે દિ'થી પોર્ટલના ડખ્‍ખા શરૂ થતા શહેરીજનોને મુશ્‍કેલીની પડવાની સાથે સમયની પણ બરબાદી થઇ રહી છે.

મનપા દ્વારા આ અંગે કોઇ જવાબ આપવામાં ન આવતા અરજદારોમાં રોષ વ્‍યાપી રહ્યો છે. ઉપરથી પોર્ટલ બંધ થવા અંગેનું તંત્રને કારણ અને ફરી કયારે શરૂ થશે તે અંગે અજાણ છે, જેથી લોકોમાં કુતુહલ સર્જાય રહ્યું છે. દરરોજ ૧પ૦ જેટલા નાગરીકો જન્‍મ-મરણ નોંધમાં સુધારા કરાવી ન શકતા કચવાટ ફેલાય રહ્યો છે.

મહાનગરપાલિકાના  સિવિક સેન્‍ટરો પર દરરોજ જરૂરિયાતમંદ અરજદારો આવતા હોય છે. જેમા ખાસ કરીને જન્‍મ-મરણના દાખલાઓ કઢવવા રોજે રોજ લોકોનો સતત ધસારો રહેતો હોય છે. છતાં સરકાર અને તંત્ર દ્વારા જન્‍મ-મરણ વિભાગની કામગીરી અન્‍ય વિભાગોની તુલનાએ સૌથી વધુ ધીમી ચાલતી હોવાનુ અનેક વખત બહાર આવ્‍યુ છે. જેમાં છેલ્લા છ મહિનાથી ત્રણ-ત્રણ પોર્ટલોના ડખ્‍ખાએ મોટી મુશ્‍કેલીઓ ઉભી કરી છે અને વિભાગ દ્વારા ધીમે ધીમે ગાડૂ પાટે ચડાવવાની કોશીશ કરાઇ રહી છે. ત્‍યારે જ બુધવારથી નવુ પોર્ટલ અચાનક બંધ થઇ ગયુ હતુ કેન્‍દ્ર સરકારના આ પોર્ટલમાં ૨૦૨૦થી ૨૦૨૫ સુધીની તમામ એન્‍ટ્રીઓ અપલોડ કર્યા બાદ દાખલાઓ નિકળતા હતા. જેમાં ખાસ કરીને મનપાની હદમાં તાજેતરમાં ભળેલા માધાપર, મુંજકા, મનહરપુર-૧, ઘંટેヘર મોટામવા સહિતના ગામોના જૂના ૨૦૨૦થી ૨૦૨૫સુધીના ડેટાઓ આ પોર્ટલમાં કાર્યરત થઇ શકે છે અને પોર્ટલ બંધ થતા આ વિસ્‍તારોના લોકોના જન્‍મ-મરણના દાખલાઓમાં થતા સુધારા વધારા સહિતની કામગીરી સંપૂર્ણ પણ બંધ થઇ જતા ફકત સેન્‍ટ્રલ ઝોન કચેરી ખાતે દરરોજ આવતા ૧૫૦થી વધુ અરજદારોમાં દેકારો બોલી ગયો છે.

મનપાના જન્‍મ-મરણ વિભાગમાં રોજેરોજ લાગતી અરજદારોની લાઇનોથી વિભાગીય સ્‍ટાફ જવાબો આપી કંટાળી ગયો છે. પોર્ટલમાં કોઇ જાતની છેડછાડ કે સુધારા વધારા કરવાની સત્તા ફકત સરકાર પાસે હોવાથી ધીમી ગતીએ કામગીરી ચાલુ રાખવામાં આવી છે અને અરજદારો પણ સવારથી કચેરી ખાતે લાઇનો લગાવી રહ્યા છે. છતાં લાચાર અરજદારોની પરેશાની હલ કરવાના બદલે પદાધિકારીઓ ઘોર નિંદ્રામાં હોય તેવુ લાગી રહ્યુ છે. ત્‍યારે જ અચાનક પોર્ટલ બંધ થતા જન્‍મ-મરણ વિભાગના સ્‍ટાફને અરજદારોને જવાબ આપ્‍યો મુશ્‍કેલ બન્‍યો  છે. 

વોર્ડ ઓફિસે દાખલાઓ નિકળશે તેવી ગુલબાંગો ફેîકનાર શાસકો કેમ મૌન?
રાજકોટઃ મનપાના જન્મ-મરણ વિભાગમાં છેલ્લા છ માસથી અરજદારોની લાઇનો લાગી રહી છે. સરકાર દ્વારા નવા પોર્ટલમાં કામગીરી શરૂ કરાતા તંત્ર લાચાર થઇ ગયુ છે. છતા અધિકારીઓની કુનેહના કારણે ત્રણેય પોર્ટલ ઉપર ઍક સાથે કામ કરી અરજદારોનો રોષ ઓછો કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્ના છે. છતા છેલ્લા બે દિવસથી નવુ પોર્ટલ બંધ થતા જન્મ-મરણ વિભાગ ઓશીયાળો થઇ ગયો છે. જેની સામે શાસકો દ્વારા અગાઉ કરવામાં આવેલ જાહેરાતો કે જેમાં જન્મ-મરણના દાખલ વોર્ડ ઓફિસેથી મળી જશે તેનુ સુરસુરીયુ થઇ ગયાનુ અને ગમે ત્યારે શાસકો મોટી ગુલબાંગો પોકારી પાણીમાં બેસી જાય છે. તેવી લોકોમાં ભારે ચર્ચા જાગી છે. (૭.ર૮)

(3:52 PM IST)