News of Thursday, 4th December 2025
રાજકોટ બાર એસોનીની ચૂંટણીમાં રાજકોટ આર.બી.એ.ની ટીમના પ્રમુખ સહિતના હોદેદારો કાલે ઉમેદવારી નોંધાવશે
જ્ઞાતિના સમીકરણ ઉપર પેનલનું વર્ચસ્વ હોવાનો દાવોઃ પ્રમુખપદના દાવેદાર સુમિત વોરા સહિતના ઉમેદવારો વિજય મુર્હુતમાં કાલે ફોર્મ ભરી ચૂંટણી જંગમાં ઝંપલાવશે

રાજકોટ, તા. ૪: રાજકોટ શહેરના જાણીતા અને પ્રતિષ્ઠિત ધારાશાષાીઓની પેનલ શુક્રવારે તા.૦૫/૧૨/૨૦૨૫ના ૧૨:૩૯ ના સમયે વિજય મુર્હુતમાં પોતાના ટેકેદારો સાથે ફોર્મ ભરવા જવાનું હોય. મોટા ભાગના કાર્યકરમાં અને ભાઈઓ - બહેનોમાં ખુબ જ થનગનાટ જોવા મળી રહે છે. RBA પેનલના પ્રમુખ પદના ઉમેદવાર સુમીત વોરા પટેલ જ્ઞાતીના ખૂબ જ નામ ધરાવતા હોય પટેલ જ્ઞાતી ઉ૫૨ વર્ચસ્વ ધરાવતા હોય, રાજકોટ બાર એસો.માં ઉપપ્રમુખ પદે ચુંટાયેલ વર્ષ દરમ્યાન ખૂબ જ સારી કામગીરી કરી હોય. તેમજ ઉપપ્રમુખના હોદ્દેદાર બિમલભાઈ જાની બ્રહ્મસમાજમાં ખુબ જ આગળ પડતા બ્રહ્મસમાજ તમામ મીટીંગ મળેલ તેમા મોટી સંખ્યામાં હાજર રહેવાનું નકિક થયેલ છે. આ ઉપરાંત સેક્રેટરી પદના ઉમેદવાર નીલેશ પટેલ બહુમુખી પ્રતિભા ઘરાવે છે. લોબીમાં તથા દરેક જ્ઞાતીના વર્ચસ્વ ધરાવે છે. સરળ સ્વભાવમાં નીલેશ પટેલને જીતાડવા પાટીદારો વકિલ કમર કશી છે.
આ RBA પેનલમાં હંમેશા હસમુખા એવા ધારાશાષાીશ્રી ગોંડલીયા ના આર્શીવાદ તેમજ વકિલોમાં બહુમતી પ્રતિભા ધરાવતા વિશાળ વકિલોનું જુથ ધરાવતા જયેન્દ્ર ગોડલીયા જોઈન્ટ સેક્રેટરી તરીકે ઉમેદવારી નોંધાવેલ છે. આ ઉપરાંત ગત વર્ષમાં પ્રગતી માંકડીયા ચુંટાયેલ આખા વર્ષ દરમ્યાન બહેનોના પ્રશ્ને સતત લડત આપનાર વિરાંગના જેવી છાપ ઉભી થયેલ છે. ક્રિમીનલ સાઈડના વકિલો અને પાટીદાર વકિલો પણ પ્રગતી માંકડીયાને જીતાડવા માટે તનતોડ મહેનત કરી રહયા છે. ગયા વર્ષે વિજેતા બનેલ લાઈબ્રેરી સેક્રેટરી તરીકે ઉમેદવાર કેતન મંડ જ્ઞાતીના જાણીતા આગેવાન છે. જ્ઞાતી સિવાય દરેક જ્ઞાતીના વકિલો સાથે ખૂબ જ સારો સ્વભાવ ધરાવે છે. અતિ લોકપ્રિય કેતનભાઈ મંડને બહુમતીથી જીતાડવા માટે તમામ જ્ઞાતીના વકિલો તનતોડ મહેનત કરી રહેલ છે.
આ ઉપરાંત RBA પેનલના કારોબારી સભ્યના નામ અને ચહેરા જોતા એક્ત૨ફી બાર એસો. ચૂંટણીમાં વાતાવરણ ઉભુ થયેલ હોય અને અત્યારથી જ ચૂંટાયેલા હોય તેવા સંજય ડાંગર, આહિર સમાજના અગ્રણી સ્તવન મહેતા, બ્રહ્મસમાજના તેમજ ભાર્ગવ પંડયા, બ્રહ્મસમાજના જાણીતા ચહેરા છે. સમાજ ઉપયોગી અનેક કાર્ય સાથે જોડાયેલ છે. તેમજ તમામ વકિલો સાથે સુમેળભર્યા સંબંધ છે. આ ઉપરાંત પટેલ સમાજના વિજય રૈયાણી, અશ્વિન રામાણી, નિશાબેન લુણાગરીયા ત્રણેયને પાટીદાર સમાજે મીટીંગ કરી ત્રણેયને જંગી બહુમતીથી જીતાડવા મેદાનમાં ઉતારેલ છે. જ્ઞાતી સાથે સમાજના અન્ય જ્ઞાતી સાથે સારો વ્યવહાર અને જુથ ટકાવી રાખેલ છે. RBA પેનલ દરેક જ્ઞાતીને પ્રતિનીધી આપવાનું નકિક કરી દરેક સમાજમાં કલ્પેશ સાકરીયા તથા હસમુખ સાગઠીયા સમાજની મીટીંગ બોલાવી અને અન્ય સમાજ સાથે ચર્ચા વિચારણા કરી તેમને ચુંટણી પ્રચારમાં ઉતારવા અત્યારથી જ આ બંને ઉમેદવારોની જીત નિヘીત હોવાનું મનાઈ રહેલ છે.
તમામ સમાજને પ્રતિનીધી આપવા ઈરાદે RBA પેનલ લુહાણા સમાજને તમામ વકિલોને ભેગા કરી તેમની સંમંતીથી ખુબ જ સેવાભાવી સમાજના મીનલબેન સોનપાલ તથા રેવન્યુ સીવીલ અને કલેઈમના ખુબ જ પ્રભુત્વ ધરાવતા રક્ષાબેન ઉપાઘ્યાય ફરીવાર આ વખતે બંને બહેનો પ્રતિનિધીત્વ જોઈ મેદાનમાં ઉતારેલ છે.
આ સમગ્ર ટીમને બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન દીલીપભાઈ પટેલ, રાજકોટ બાર એસો.ના પ્રમુખ પરેશભાઈ મારૂ, રેવન્યુ બાર એસો. ના પ્રમુખ રમેશભાઈ કથીરીયા, ક્રિમીનલ બાર એસો.ના પ્રમુખ યોગેશભાઈ ઉદાણી, ગીરીરાજસિંહ જાડેજા, હેમાંગ જાની તથા નોટરી એસો.ના પ્રમુખ પ્રકાશસિંહ ગોહીલ, અને ડીસ્ટ્રીકટ બાર એસો.ના પ્રમુખ એન.આર. જાડેજા સહિતના વકિલોના સમર્થન પ્રાપ્ત થતા ચુંટણીનુ વાતાવરણ એકતરફી હોવાનું ચર્ચાઈ રહેલ છે
(2:33 PM IST)










