<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th December 2025

સોના-ચાંદીના ભાવો આસમાને આંબતા સોના-ચાંદીના કારીગરોની હાલત અત્‍યંત ખરાબઃ આર્થિક સહાય આપો

રાજકોટ કલેકટરને આવેદનઃ સેંકડો કારીગરો લોનના હપ્તા ભરી શકતા નથી

રાજકોટ તા. ૪ :.. રાજકોટ સોની યુવા સોશ્‍યલ ટ્રસ્‍ટના પ્રમુખ જીજ્ઞેશ વાગડીયા અને અન્‍યોએ કલેકટરને આવેદન પાઠવી. રાજકોટ જીલ્લા નાં સુર્વણકાર સમાજનાં સોના ચાંદી નાં કારીગરો ની હાલત અત્‍યંત ખરાબ થયેલ હોય,  આર્થિક સહાય આપવામાં આર્વેં તેવી માંગણી કરી હતી.

આવેદનમાં ઉમેર્યુ હતું કે, હાલમાં ભારત માં સોનાનાં ચાંદીના ભાવ વધારો થ ઈ રહ્યો છે કારીગરોને કામકાજ નથી.  કારીગરો પાસે દુકાન ભાડે તથા ઘરના ભાડું ભરવું મુશ્‍કેલ પડી રહી છે  હાલમાં લગ્ન નો સમય હોવાથી આ ભાવ માં સોનાનું તથા ચાંદી ની ખરીદી ધણી ઓછી થઈ ગઈ છે.

ર્ંઘણાં કારીગરો દુકાન ઉપર તથા મકાન ઉપર  બૈક પાસે થી લોન લીધેલ છે. હાલ માં બૈક નાં હપ્તા ભરી શકતા નથી.. કારીગરો પરિવાર નાં સભ્‍યો નું દિકરા તથા દિકરી ની સ્‍કુલ તથા કોલેજ ની ફી ભરવામાં પણ મુશ્‍કેલી થઈ રહી છે.

આ પરિસ્‍થિતિમાં  સુર્વણકાર સમાજનાં કારીગરો શું કરવું તે સમજી શકાય તેવી પરિસ્‍થિતિ નથી.. થોડા સમય પહેલા ગુજરાત રાજ્‍ય સરકાર તરફથી સુરત નાં રત્‍ન કલાકારો કારીગરો આર્થિક સહાયતા આપવામાં આવેલ છે,  અમારા સુવર્ણકારો કારીગરો  નો પણ, ગુજરાત રાજ્‍ય સરકાર દ્વારા સમાવેશ  કરવામાં આવે અને કારીગરો મદદરૂપ થાય તો, ધણાં કારીગરો પરિવાર લોકો માટે, ગુજરાત સરકાર દ્વારા એક સરાહનીય કામગીરી થશે.

આવેદન દેવામાં નયન કોઠારી, ભાવીન વાગડીયા, પ્રશાંત વાગડીયા, હિતેશ વાગડીયા, કમલેશ પાટડીયા, કલ્‍પેશ પાટડીયા, મિલન આડેસરા વિગેરે જોડાયા હતાં

(12:19 PM IST)