<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th December 2025

અગિ્નકાંડના કેસમાં મનુષ્‍ય વધની કલમ હટાવવાની અરજીને સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી

તમામ આરોપીઓ વિરૂધ્‍ધ હવે ‘મનુષ્‍યવધ' ની કલમ હેઠળ કેસ ચાલશેઃ ફાયર ઓફીસર રોહીત વિગોરા દ્વારા કેસમાંથી બિન-તહોમત છોડી મુકવા અને મનુષ્‍યવધની કલમ હટાવવા સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતીઃ સ્‍પે.પી.પી. તુષાર ગોકાણી દ્વારા થયેલ રજુઆત ધ્‍યાને લેવાઇ : આરોપીઓ વિરૂધ્‍ધ ‘ચાર્જફ્રેમ' થયા બાદ આ મામલે રોહીત વિગોરાએ કરેલ અરજી ઉપર સુપ્રિમ કોર્ટનો ચુકાદો

રાજકોટ, તા., ૪ : દેશભરમાં બહુચર્ચીત ટી.આર.પી. ગેમ ઝોન અગ્નિકાંડમાં સેશન્‍સ કોર્ટ દ્વારા ફરમાવવામાં આવેલ તહોમતનામાને સુપ્રિમ કોર્ટે બહાલી આપી છે. ફાયર ઓફીસર રોહિત વિગોરા દ્વારા કેસમાંથી બીનતહોમત છોડી મકવા માટે કરવામાં આવેલ અરજી સર્વોચ્‍ચ અદાલતે ફગાવી દેતા આરોપીઓ સામે હાલમાં સેશન્‍સ કોર્ટ દ્વારા ફરમાવવામાં આવેલ તહોમતનામા મુજબ મનુષ્‍યવધનો કેસ ચાલશે.

આ કેસની હકીક્‍ત એવી છે કે, રાજકોટ શહેરના કાલાવડ રોડ નજીકના નાનામૌવા વિસ્‍તારમાં આવેલા ટી.આર.પી. ગેમઝોનમાં ગઈ તા.૨૫/૦૫/૨૦૨૪ના રોજ આગ ફાટી નિકળતા નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહીતના ૨૭ લોકોના મળત્‍યુ થઈ ગયેલ હતા. આ બનાવવાળી જગ્‍યાનું ફાયર એન.ઓ.સી. લેવામાં ન આવેલ હોવા છતા તંત્ર દ્વારા ગેમઝોનના ભાગીદારો અને તંત્રના જવાબદાર અધિકારીઓની સાંઠગાંઠ હોવાના કારણે આ દુઃખદ ઘટના બની હોવાનું બહાર આવ્‍યું હતું, જે ઘટનાની ગંભીરતાને ધ્‍યાનમાં લઈને ટી.આર.પી. ગેમઝોનના ભાગીદારો, સંચાલકો તેમજ મહાનગર પાલીકાના જવાબદાર અધિકારીઓ સહિતના કુલ ૧૫ આરોપીઓ વિરૂધ્‍ધ ગુન્‍હો નોંધી જેલ હવાલે કરવામાં આવેલ હતા અને સદર કેસમાં ચાર્જશીટ થયા બાદ અદાલતમાં ટી.પી.ઓ. મનસુખ સાગઠીયા, એ.ટી.પી.ઓ. રાજેશ મક્‍વાણા, જયદિપ ચૌધરી, ગૌતમ જોષી, ડે.ચીફ ઓફીસર ભીખા ઠેબાં, ધવલ ઠક્કર અને નિતીન જૈન દ્વારા કેસમાં ચાર્જકેમ થયા પહેલા કેસમાંથી બિનતહોમત છોડી મુકવા(ડિસ્‍ચાર્જ) અરજી કરાયેલ હતી. જે અરજી રાજકોટ સેશન્‍સ અદાલત દ્વારા પ્રોસીકયુશન તરફે કરવામાં આવેલ નીચે મુજબની રજૂઆત ધ્‍યાને લઈ નામંજુર કરવામાં આવેલ હતી.

ડીસ્‍ચાર્જ અરજી નિર્ણીત કરતા સમયે અદાલત માત્ર મર્યાદિત રીતે પુરાવાનું મુલ્‍યાંકન કરી શકે, હાલના તબકકે મનુષ્‍યવધનો ગુન્‍હો બને છે. તેમ જણાવી પ્રોસીકયુશન દ્વારા વધુમાં રજુઆત થયેલ કે, આરોપીઓ તરફે સાહેદોની ઉલટ તપાસ કર્યા વિના કે સાહેદ જણાવે તેના વિરૂધ્‍ધની હકીકત પ્રસ્‍થાપિત ન થાય ત્‍યાં સુધી આરોપીઓ તરફે માત્ર દલીલમાં જ જણાવવાથી પ્રોસીકયુશનની પુરાવાની વિશ્વાસનીયતા પડકારી શકાય નહી.

ડીસ્‍ચાર્જ અરજીનો નિર્ણય કરતા સમયે અથવા ચાર્જકેમ કરતા સમયે પ્રોસિકયુશન તરફે રજુ કરવામાં આવેલ પુરાવાઓ જેમાં સાહેદોના નિવેદનો તેમજ દસ્‍તાવેજો વિગેરે ધ્‍યાને લેતા મનુષ્‍યવધ સહીતની કલમોને ચાર્જફ્રેમ કરવા માટે મજબૂત પુરાવો તપાસનીસ અમલદાર દ્વારા એકઠો કરી નામદાર અદાલત સમક્ષ મુકવામાં આવેલ છે.

આરોપીઓ તરફે કોઈપણ જાતનો પુરાવો રજૂ કર્યા વિના હાલના તબકકે મૌખીક રીતે પુરાવાનું માત્ર પોતાની સગવડ અને સમજણ મુજબ અર્થઘટન કરી તેનું વિશ્‍લેષણ કરવા માટે મીની ટ્રાયલનો કાયદો સમર્થન આપતો નથી.  પ્રોસીકયુશન દ્વારા દરેક આરોપી વિરૂધ્‍ધ દરેક કલમો હેઠળ ચાર્જકેમ કરવો જોઈએ તેવી માંગણી કરેલ નથી. પરંતુ જે આરોપીનું ગુન્‍હામાં જે રીતનો સહભાગ છે તે મુજબ જ તેવી કલમો હેઠળ તેમની વિરૂધ્‍ધ ચાર્જકેમ કરવાની રજૂઆત કરવામાં આવેલ છે જે પ્રોસીકયુશનની તટસ્‍થાનો પુરાવો છે તેવી ઉપર મુજબની શ્રી ગોકાણીની દલીલો તેમજ રજૂ કરવામાં આવેલ વિવિધ ચુકાદાઓ ધ્‍યાને લઈ અદાલત દ્વારા પ્રોસીકયુશન તરફે દરેક આરોપીઓના ગુન્‍હાહિત કળત્‍યના સંદર્ભે તેમની સામે રજૂ થયેલ પુરાવા મુજબ મનુષ્‍યવધ સહિતની વિવિધ કલમો હેઠળ પ્રથમ દર્શનીય રીતે પુરાવો હોવાનું માની આરોપીઓ વિરૂધ્‍ધ ચાર્જકેમ કરવાનો હુકમ કરેલ હતો.

રાજકોટની સેશન્‍સ અદાલત દ્વારા કરવામાં આવેલ હુકમ સામે ગુજરાત હાઈકોર્ટમાં આરોપીઓએ અરજી કરેલ હતી જે અરજીઓ ગુજરાત હાઈકોર્ટ દ્વારા રદ કરતા આરોપીઓ પૈકી ફાયર ઓફીસર રોહિત વિગોરા દ્વારા સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરાયેલ હતી જે દરમ્‍યાન સેશન્‍સ અદાલતમાં આરોપીઓ વિરૂધ્‍ધ તહોમતનામું (ચાર્જફેમ) ફરમાવી દેવામાં આવતા આરોપીએ તહોમતનામાની વિગતો પણ પડકારેલ હતી જે અરજી સર્વોચ્‍ચ અદાલત દ્વારા સેશન્‍સ અદાલત દ્વારા ફરમાવવામાં આવેલ તહોમતનામાને ધ્‍યાને લીધા બાદ ફગાવી દીધેલ છે.

આ કામમાં ખાસ નિયુકત પ્રોસીકયુટર તરીકે સૌરાષ્‍ટ્રના ખ્‍યાતનામ ધારાશાષાી તુષાર ગોકાણી અને આસીસ્‍ટન્‍ટ પ્રોસીકયુટર તરીકે નીતેશ કથીરીયા કેસ કાર્યવાહી ચલાવી રહેલ છે.

ખાસ નિયુક્‍ત વકીલ તરીકે તુષાર ગોકાણીએ આપેલ ડ્રાફટ ચાર્જ સુપ્રિમ કોર્ટે માન્‍ય કર્યો

અત્રે નોંધનીય છે કે, રાજકોટ માટે ગૌરવની ક્ષણ કહી શકાય તેવા સરકાર વતી કોર્ટમાં કેસની કમાન સંભાળનાર ખાસ નિયુકત વકીલ દ્વારા જે આરોપીઓ સામે મનુષ્‍યવધ સહિતની વિવિધ કલમો મુજબનું તહોમતનામુ ફરમાવવા ડ્રાફટ તહોમતનામુ સેશન્‍સ અદાલતમાં રજૂ કરવામાં આવેલ હતું.

 તે ડ્રાફટ તહોમતનામા સંદર્ભે તમામ પક્ષકારોની દલીલો સાંભળ્‍યા બાદ ડ્રાફટ તહોમતનામા મુજબ મનુષ્‍યવધની કલમો હેઠળ તહોમતનામુ ફરમાવવામાં આવેલ હતુ.

જે ચાર્જફ્રેમ સુપ્રિમ કોર્ટમાં ચાલેલ કેસ કાર્યવાહી દરમ્‍યાન સુપ્રિમ કોર્ટ દ્વારા ચોકકસ હુકમ કરી રજૂ કરવા આદેશ કરેલ હતો.

 જે તહોમતનામુ નેકલક્ષ લઈ સુપ્રિમ કોર્ટે આરોપીઓ વિરૂધ્‍ધ તહોમતનામા મુજબ કેસ ચલાવવા યોગ્‍ય પુરાવા હોવાનુ માની આરોપીની તહોમતનામા વિરૂધ્‍ધની અરજી ફગાવી દીધેલ છે.

(11:46 AM IST)