તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th December 2025
ગાંધીનગરમાં ચાલુ ટ્રેનમાંથી ઉતરતી વખતે કણકોટના મનોજભાઇ પડી ગયા
ગંભીર ઇજાઃ પંજાબ જતી દિકરીને મુકવા ગયા'તા

રાજકોટ તા. ૪: ગાંધીનગર રેલ્વે સ્ટેશન ખાતે ચાલુ ટ્રેનમાંથી ઉતરતી વખતે રાજકોટના કણકોટના મનોજભાઇ હીરાભાઇ પરમાર (ઉ.વ.૪૫) પડી જતાં માથા-શરીરે ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
જાણવા મળ્યા મુજબ કણકોટ રહેતાં મનોજભાઇ ગઇકાલે તેમના દિકરી દિવ્યાબેનને પંજાબ સાસરે જવાનું હોઇ તેણીને ગાંધીનગર રેલ્વે સ્ટેશને મુકવા ગયા હતાં. ત્યાં તે દિકરી સાથે ટ્રેનના ડબ્બામાં બેઠા હતાં તે વખતે ટ્રેન ઉપડી જતાં ચાલુ ટ્રેનમાંથી ઉતરતી વખતે પડી જતાં બેભાન થઇ ગયા હતાં. ત્યાં લાંબો સમય પડયા રહ્યા બાદ ભાનમાં આવી સગાને રાજકોટ જાણ કરતાં અમદાવાદથી અન્ય સગાને ત્યાં મોકલાયા હતાં. વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં સાબરમતી રેલ્વે પોલીસને જાણ કરાઇ હતી.
(11:35 AM IST)










