તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th December 2025
શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશ મિરાણીનો જન્મદિવસ
સૌના સાથી, સૌના પ્રિય, સંગઠનના સૂત્રધાર એવા..

રાજકોટ : શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશ મિરાણીનો આજે જન્મદિવસ છે. તેઓએ સતત ૩ ટર્મ ભાજપના કોર્પોરેટર તરીકે ચૂંટાઇ નગરસેવકની જવાબદારી સંભાળેલ. ખુબ નાની ઉંમરે સામાજીક કાર્યકર તરીકે કારકિર્દીની શરૂઆત સાથે રઘુવંશી આગેવાન તરીકે પણ કાર્યરત છે અને જલારામ મહોત્સવ સમિતિના માર્ગદર્શક તરીકે પણ એક દાર્શનીક ભૂમિકા નિભાવે છે.
લગભગ ૩ દાયકાથી પણ વધારે રાજકીય ક્ષેત્રે સક્રિયતા સાથે ભારતીય જનતા પાર્ટીના ભગવા રંગે રંગાયેલા કમલેશભાઇ રામ જન્મભૂમિ આંદોલનમાં પણ બે વખત 'કારસેવક' તરીકે જોડાયા હતા. ભાજપ યુવા મોરચાના કાર્યકર્તા તરીકે નેતૃત્વની શરૂઆત સાથે ભાજપના એ સંઘર્ષકાળમાં યુવા મોરચાના ઉપપ્રમુખ અને ત્યારબાદ શહેર ભાજપના મંત્રી, મહામંત્રી તરીકે જવાબદારી સંભાળ્યા બાદ સતત બે ટર્મ શહેર ભાજપ પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળેલ હતી. સતત ૩ ટર્મથી કોર્પોરેટર તરીકે ચૂંટાવુ એ એમની કામ પ્રત્યેની નિષ્ઠા અને લોકપ્રિયતા બતાવે છે. કોર્પોરેશનમાં સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન તથા સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન તેમજ એસ.ટી. બોર્ડ અને કેન્દ્રની ટેલીફોન એડવાઇઝરી કમિટિના સભ્ય તરીકે તેમનો ફાળો રાજકોટના વિકાસમાં નોંધપાત્ર રહ્યો છે. રૈયા નગરપાલિકાથી રાજકોટ મહાનગરપાલિકાની એમની સફર એક જવાબદાર અને કર્મનિષ્ઠ રાજકારણી અને સમાજસેવકની રહી છે.
તેઓએ મોરબી વિધાનસભા પેટા ચૂંટણીમાં ઇન્ચાર્જ તરીકે, જસદણ વિધાનસભા, પેટાચૂંટણીમાં ઇન્ચાર્જ તરીકે, મધ્યપ્રદેશમાં આસ્ટા વિધાનસભામાં ઇન્ચાર્જ તરીકે, પંજાબ ખાતે જલંધર વેસ્ટ વિધાનસભામાં ઇન્ચાર્જ તરીકે, કચ્છ લોકસભામાં ઇન્ચાર્જ તરીકે તેમજ સૌરાષ્ટ્ર ઝોન, અયોધ્યા દર્શન કમિટિના ઇન્ચાર્જ તરીકે સદસ્યતા અભિયાન-ર૦ર૪માં સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી તરીકે, સંગઠન પર્વ-ર૦ર૪માં ભાવનગર જિલ્લાના ચૂંટણી અધિકારી તરીકે, જુનાગઢ સ્થાનિક સ્વરાજય ચૂંટણીમાં ઇન્ચાર્જ તરીકે, વિસાવદર વિધાનસભા ચૂંટણીમાં ઇન્ચાર્જ તરીકે જવાબદારીનું વહન કરેલ છે અને હાલ જીઆરએસઇ ડિફેન્સ મિનિસ્ટ્રી ઓફ ઇન્ડીયામાં ડિરેકટર તરીકે પોતાની સેવા આપી રહ્યા છે. શહેર ભાજપ દ્વારા બે લાખથી વધુ પેજપ્રમુખ બનાવવાનું શ્રેય તેઓને જાય છે.
કમલેશભાઇ મિરાણીને તેમના જન્મદિવસે મો. ૯૭૧૪૭૦૭૧૧૩ પર ભાજપ અગ્રણીઓ, કાર્યકર્તાઓ, શુભેચ્છકો, મિત્રો, પરિવારજનો તરફથી શુભેચ્છાઓ મળી રહી છે.
(11:10 AM IST)










