તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th December 2025
રાજકોટ વેરાવળ લોકલ ટ્રેનમાં ખામી: શાપુર રેલવે સ્ટેશનમાં ટ્રેનનાં એન્જિનમાં ખામી સર્જાતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા
રેલવે વિભાગ દ્વારા સહકાર નહીં અપાતા મુસાફરોમાં રોષ ફેલાયો:ટેક્નિશિયન દ્વારા એન્જિન રીપેર : દોઢ કલાક બાદ ટ્રેન ફરી રવાના થઈ

રાજકોટ-વેરાવળ રૂટ પર દોડતી લોકલ ટ્રેનના મુસાફરોને મધ્યરાત્રિએ અણધારી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શાપુર રેલવે સ્ટેશન ખાતે ટ્રેનના એન્જિનમાં ખામી સર્જાતા ટ્રેન અટકી પડી હતી. દોઢ કલાક બાદ ટ્રેન ફરી રવાના થઈ હતી.
ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોએ જણાવ્યું હતું કે, રાત્રે અંદાજિત 9 વાગ્યે ટ્રેન શાપુર રેલવે સ્ટેશન પર પહોંચી ત્યારે તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જોકે, કલાકો વીતવા છતાં પણ રેલવે તંત્ર દ્વારા ખામી દૂર કરવાની કે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવાની કામગીરી ન કરાતા મુસાફરો હેરાન-પરેશાન થઈ રહ્યા છે.
રાજકોટથી મુસાફરી કરતા કિશોરભાઈ જીયાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ કલાકથી અહીં ટ્રેનમાં ખામી સર્જાઈ છે. મુસાફરો, ખાસ કરીને નાના બાળકો, ખૂબ જ હેરાન થઈ રહ્યા છે. ટ્રેન સંચાલક દ્વારા પણ કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો નથી કે આ ટ્રેન ક્યારે શરૂ થશે, જેના કારણે અનિશ્ચિતતાની સ્થિતિ છે.
(12:20 AM IST)










