<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

વિધર્મી સાથે લવમેરેજ કરનાર યુવતિને પતિનો ત્રાસઃ સગર્ભાવસ્‍થામાં જેઠે પણ ગુજાર્યો બળાત્‍કાર

યુવીતએ દોઢ વર્ષ પહેલા લગ્ન કર્યા છેઃ થોરાળા પોલીસ સ્‍ટેશનના પીઆઇ જી. એન. વાઘેલા, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી અને ટીમે બંને સામે ગુનો નોંધી કાર્યવાહી કરી : ૧૩ વર્ષની સગીરાના અપહરણમાં પણ થોરાળા પોલીસે આરોપી તોૈસીફ ઉર્ફ તોૈસીમશાને દબોચ્‍યોઃ તરૂણીને ભગાડી દૂષ્‍કર્મ આચર્યાનું ખુલતાં પોક્‍સોની કલમ ઉમેરાઇ

રાજકોટ તા. ૩: પ્રેમપ્રકરણની આડમાં દૂષ્‍કર્મ અને ત્રાસની એક ઘટના સામે આવી છે. જેમાં શહેરમાં રહેતી યુવતીએ વિધર્મી યુવાન સાથે પ્રેમ લગ્ન કર્યા બાદ હાલ તેણી ગર્ભવતી હોવા છતા પતિ મારકૂટ કરતો હાઇ તેમજ જેઠ ધરાર સંબંધ બાંધતો હોઇ આ અંગે તેણે થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્‍કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી બંને આરોપીઓને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી છે.

જાણવા મળતી વિગતો મુજબ મુળ  મોરબી પંથકની ૧૯ વર્ષની યુવતિએ દોઢ વર્ષ પહેલા રાજકોટના  વિધર્મી શખ્‍સ સાથે લવમેરેજ કર્યા હતાં. અગાઉ શોરૂમમાં ખાનગી નોકરી કરતી હતી. ત્‍યાં તેનો પરિચય યુવાન સાથે થયા બાદ પ્રેમલગ્ન કર્યા હતાં. આ લગ્ન થકી તે એક સંતાનની માતા બની છે અને હાલ ફરીથી તે સગર્ભા છે. લગ્નજીવન દરમિયાન પતિ ત્રાસ ગુજારી મારકૂટ કરતો હોઇ અને જેઠ પણ બળજબરી કરતો હોઇ તેણે આવા આરોપો સાથે થોરાળા પોલીસમાં પતિ અને જેઠ વિરૂધ્‍ધ ફરિયાદ દાખલ કરાવી છે. જેઠ તેના પર ખરાબ નજર કરી તેના વારંવાર દુષ્‍કર્મ આચરતો હોવાનું અને પોતે હાલ સગર્ભા છે છતાં જેઠે ધમકી આપી દૂષ્‍કર્મ આચરી લીધાનું જણાવ્‍યું હતું.

દુષ્‍કર્મના આ બનાવને લઇ થોરાળા પોલીસ મથકના પીઆઇ એન.જી.વાઘેલા તથા ટીમે પરિણીતાના પતિ અને જેઠ બંને સામે દુષ્‍કર્મ,ત્રાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી બંનેને સકંજામાં લઇ જરૂરી કાર્યવાહી કરી હતી.

બીજી એક ઘટનામાં  થોરાળા વિસ્‍તારમાં રહેતી ૧૩ વર્ષની તરૂણીનું દશેક દિવસ પૂર્વે અપહરણ થયા અંગે થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં આવી હતી. આ બનાવમોં પીઆઇ અને.જી.વાઘેલાની રાહબરીમાં પીએસઆઇ એમ.એસ.મહેશ્વરી તથા ટીમે તપાસ હાથ ધરી તરૂણીને શોધી કાઢી તેને ભગાડી જનાર તોસીફ ઉર્ફે તોસીમશા ઇસ્‍માઇલશા બાવાશા (ઉ.વ.૨૦,  રહે.  દુધની ડેરી પાસે મૂળ દિયોદર, બનાસકાંઠા)ને ઝડપી લીધો હતો. તરૂણીની પુછપરછ કરતા આરોપી તેને ભગાડી ગયા બાદ તેને દિયોદર લઇ જઇ અહીં તેના પર દુષ્‍કર્મ આચર્યુ હતું. જેથી પોલીસે આરોપી સામે પોકસોની કલમનો ઉમેરો કરી તેની સામે જરૂરી કાર્યવાહી કરી હતી

(3:10 PM IST)