તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd December 2025
સિટી જિમ દ્વારા સિલ્વર જયુબેલીની સફળ યાત્રા : કાલે કાર્યક્રમ
‘સ્વસ્થ નાગરિક - સ્વસ્થ સમાજ'ના સૂત્ર સાથે

રાજકોટ : સિટી જિમ દ્વારા આ વર્ષે રપ વર્ષની સફળ યાત્રા પૂર્ણ થઇ રહી છે. આરોગ્ય, ફિટનેસ અને સમાજસેવા માટે આ કાર્ય કરવામાં આવી રહ્યાનું યાદીમાં જણાવાયું છે.
આ અવસરને યાદગાર બનાવવા માટે સિટી જિમ દ્વારા રપ મી વર્ષગાંઠ ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં પ્રેરણાત્મક સંબોધન, સભ્યોને સન્માન તેમજ વિશેષ મહેમાનોની હાજરી રહેશે. સિટી જિમનું સૂત્ર છે ‘‘સ્વસ્થ નાગરિક - સ્વસ્થ સમાજ''
તા. ૪ ના ગુરૂવારે સાંજે ૬ થી ૮ દરમ્યાન કાર્યક્રમ યોજાશે. સ્થળ : સિટી જિમ, ૪૦પ, સર્વોત્તમ કોમ્પ્લેક્ષ, પંચનાથ મંદિરની સામે, રાજકોટ. સંપર્ક સૂત્ર : મોન્ટુ રોબિન્સન (૯૮રપ૦૮પ૦૪૪), રોનિત રોબિન્સન (૭૯૯૦૪૬૧ર૧૯), મોહિત રોબિન્સન (૯૬૬૪૯૦૯૬૦૩)
તસવીરમાં રોબિન્સન મેડમ અને સ્મિતાબેન નજરે પડે છે.
(તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:09 PM IST)










