તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 3rd December 2025
રામભાઇ મોકરીયા દ્વારા એસઆઇઆર કામગીરીની સમીક્ષાઃ બીએલઓનું સન્માન

રાજકોટઃ મતદારયાદી વિશેષ સુધારણા SIR અંતર્ગત ચૂંટણીપંચ દ્વારા વિશેષ ડ્રાઇવ અંતર્ગત વિધાનસભા - 69 વોર્ડ નંબર -7 માં વીરબાઈ મહિલા કોલેજ શક્તિ કેન્દ્ર (મતદાન મથક) બુથ નં- 254,255,256 અને ધર્મેન્દ્રસિંહજી કોલેજ શક્તિકેન્દ્ર (મતદાન મથક)માં આવતા બુથ નં 279,277,280,281માં સાંસદસભ્ય રામભાઈ મોકરીયા દ્વારા SIR ની કામગીરીની સમિક્ષા કરી સાથે જ સરકારી BLO ની મહેનત ને ધ્યાનમાં રાખીને ફુલહાર પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
વોર્ડના અલગ અલગ શકિતકેન્દ્ની મુલાકાત લીધી સાથે વોર્ડ પ્રભારી શૈલેષભાઈ હાપલીયા, પ્રમુખ વિશાલભાઇ માંડલીયા, પુર્વ પ્રમુખ કૌશિકભાઇ ચાવડા, પુર્વ મહામંત્રી રાજુભાઈ મુંધવા, નિરેનભાઇ બારભાયા અને બુથના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
(2:54 PM IST)










