તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd December 2025
યુવા એકતા સમિતિ દ્વારા શનિવારે સમુહલગ્નઃ ૯ દીકરીઓ પ્રભુતામાં પગલા પાડશે
કરીયાવરમાં ૧૫૦ થી વધુ વસ્તુઓ અપાશેઃ ત્રીજી વખત આયોજન

રાજકોટઃ શહેરમાં ત્રીજી વખત ગરીબ ઘરની દીકરીઓના આગામી તા.૦૬ શનિવારના રોજ સાંજે ૪ વાગ્યાથી સમુહ લગ્ન યુવા એકતા સમિતિ દ્વારા કરવામાં આવેલ છે.
ખોખડદળ રોડ પર આવેલ ધ ગ્રાન્ટ ફલોરેન્સ પાર્ટીપ્લોટ ખાતે યોજાએલ આ સમૂહ લગ્નમાં ગરીબ ઘરની ૯ દીકરીઓ પ્રભુતામાં પગલા પાડશે.
આ સમૂહલગ્નમાં કરીયાવરમાં દીકરીઓને ૧૫૦ થી વધુ વસ્તુઓ આપવામાં આવશે. આયોજનને સફળ બનાવવા માટે યુવા એકતા સમિતિના પ્રમુખ મુકેશ ગઢવી,સુખાભાઇ ખોડા, મનોજ ચાવડા, મનોજ મકવાણા, અશોક કુકડીયા જીગ્નેશભાઇ ચીખલીયા, વિજયભાઇ જાદવ વિ. જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(2:51 PM IST)










