<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd December 2025

વોર્ડ નં.૧૩માં પાઇપલાઇનમાં ભંગાણઃ સમારકામ- બેદરકારીના સામ-સામા દાવા!

રાત્રે જ લાઇન બંધ કરાવી, રિપેરીંગ શરૂ કરાવ્‍યુઃ રામાણી પીવાના પાણીમાં ભળે છે, ડ્રેનેજનું ગંદુ પાણીઃ જાગૃતિબેન ડાંગર

રાજકોટઃ શહેરના વોર્ડ નં.૧૩માં ડીઆઇ પાઇપ લાઇનમાં ગતરાત્રે ભંગાણ પડતા પાણીનો વેડફાટ થયો હતો. આ અંગે કોર્પોરેટર નિતીનભાઇ રામાણીને જાણ થતા તેમણે ઇજનેરનો સંપર્ક કરી લાઇન બંધ કરાવી પાણી વહેતુ અટકાવેલ હતું. જયારે આ વોર્ડના કોંગ્રેસના પૂર્વ નગરસેવક જાગૃતિબેન ડાંગર દ્વારા ખોદકામ દરમ્‍યાન ડ્રેનેજનું ગંદુ પાણી પીવાના પાણી સાથે ભળી જતું હોવાની તંત્રની બેદરકારીનો આક્ષેપ કર્યો હતો. જો  કે મનપા દ્વારા યુધ્‍ધના ધોરણે કાર્યવાહી કરવામાં આવી છે. આમ ભાજપ દ્વારા સમારકામના અને કોંગ્રેસે બેદરકારીના સામ-સામે દાવા કર્યા છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(4:00 PM IST)