તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd December 2025
એસ્ટ્રોન ફાટક નજીક ટ્રેનની ઠોકરે અજાણ્યા પુરૂષનું મોત
જમણા હાથે હનુમાનજી ચીત્ર ત્રોફાવેલુ છેઃ વાલીવારસ હોય તો માલવીયાનગર પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૨: શહેરના આમ્રપાલીથી એસ્ટ્રોન ફાટક વચ્ચ રેલ્વે ટ્રેક પર અજાણ્યો આશરે ૪૫ વર્ષનો પુરૂષ સવારે ટ્રેનની ઠોકરે આવી જતાં કમકમાટી ભર્યુ મોત થયું હતું.
જાણવા મળ્યા મુજબ રાજકોટ-પોરબંદર ટ્રેન સવારે નવેક વાગ્યે આમ્રપાલીથી એસ્ટ્રોન ફાટક વચ્ચેના ટ્રેક પર પહોંચી ત્યારે એક પુરૂષ ઠોકરે આવી જતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત થયું હતું. બનાવની જાણ થતાં માલવીયાનગરના હેડકોન્સ. અરૂણભાઇ ચાવડાએ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃતક આધેડની ઓળખ થાય તેવી કોઇ ચીજવસ્તુ મળી નથી. તેમના જમણા હાથ પર હનુમાનજીનું ચિત્ર ત્રોફાવેલુ છે. મૃતકના વાલીવારસ હોય તો માલવીયાનગર પોલીસનો ૬૩૫૯૬ ૨૯૯૦૨ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
(4:08 PM IST)










