તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd December 2025
જાહેરમાં પાનની પિચકારી-ગંદકી કરનાર ચેતજોઃ ફરી ઇ-મેમો મોકલવાનું શરૂ
મનપા તંત્ર દ્વારા ગત મહિને ૧૮ વ્યકિતને ૩૯૦૦ દંડ ફટકારાયોઃ માત્ર ૬ લોકોએ જ ૧૨૦૦નો દંડ ભર્યો

રાજકોટ, તા., ૨: શહેરના વિવિધ વિસ્તારોમાં પાનની પિચકારી તથા જાહેરમાં ગંદકી કરનાર ચેતજો. કેમ કે મનપા દ્વારા ૫૭૭ લોકો મનપાના સીસીટીવી કેમેરામાં કેદ થતા ઇ-મેમો ફટકારવામાં આવ્યો છે. જે પૈકી ગત એક મહિનામાં ૬ લોકોએ ૧૨૦૦નો દંડ મનપા તંત્રમાં ભર્યો છે.
આ અંગેની પ્રાપ્ત માહીતી મુજબ કોર્પોરેશન દ્વારા જાહેરમાં ગંદકી તથા પાનની પિચકારી કરનારને પ્રથમ રૂા. રપ૦, બીજી વખત પ૦૦, તથા ત્રીજી વખત રૂા. ૭પ૦ દંડ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ જો આ નિયમનો ભંગ કરનારને મનપાના અધિકારીઓ ઘરે જઇ ૧૦૦૦નો દંડ વસુલ કરે છે અને વાહન પણ ડીટેઇન કરવામાં આવે છે. ઘણા સમયથી ઇ-મેમોની કાર્યવાહી બંધ રાખવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા ગત મહિનાથી આ ઇ મેમો ફટકારવાનું શરૂ કર્યુ છે.
તા.૧ નવેમ્બર થી તા.૩૦ નવેમ્બર સુધીમાં શહેરના મવડી, મોરબી રોડ, નાગરીકે બેંક ચોક, પેડક રોડ, ઉમીયા ચોક, રૈયા ચોકડી, શ્રોફ રોડ, ગોવિંદ બાગ, આનંદ બંગલા ચોક, બેડી ચોકડી, ભગવતીપરા સહીતના વિસ્તારોમાં આવેલ સીસીટીવી કેમેરામાં ૧૮ લોકો ઝડપાયા હતા. આ તમામને ૩૯૦૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જે પૈકી આજ દિન સુધીમાં માત્ર ૬ વ્યકિતઓએ રૂા.૧૨૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો
(3:36 PM IST)










