<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd December 2025

જિલ્લા પંચાયતમાં રાજકીય ચિત્ર બદલાયુઃ રોટેશન જાહેરઃ ૨૧ બેઠકો સામાન્‍ય વર્ગ માટે

પ્રમુખ પ્રવીણાબેન, ઉપપ્રમુખ રાજુ ડાંગર અને કારોબારી અધ્‍યક્ષ પી.જી. કયાડા હાલની બેઠક પર નહિ લડી શકે : કુલ ૩૬ પૈકી અનુસૂચિત જાતિની ૪ બેઠકોઃ સામાજિક, શૈક્ષણિક પછાત વર્ગની ૧૦ બેઠકો : ભુપત બોદર, સહદેવસિંહ જાડેજા, મોહનભાઇ દાફડા વગેરેની બેઠકો પણ અનામતમાં ફરી જતા તેઓ ત્‍યાં ચૂંટણી લડી શકશે નહીઃ રાજકોટ તાલુકા પંચાયતની રર બેઠકો પૈકી ૧૩ બિનઅનામત, ૬ બક્ષીપંચ માટે ૧ અનુસુચિત જનજાતિ માટે અને ર અનુચિત જાતિ માટે

રાજકોટ, તા. રઃ રાજય ચૂંટણી પંચે આજે જિલ્લા પંચાયત તથા જિલ્લાની રાજકોટ જસદણ, વિછીંયા, જેતપુર, ગોંડલ, કંડોરણા, ઉપલેટા, કોટડાસાંગાણી, લોધીકા, ધોરાજી અને પડધરી તાલુકા પંચાયતની આગામી ચૂંટણી માટે અનામત બેઠકોની ફાળવણી જાહેર કરી છે. જિલ્લા પંચાયતમાં જુદી જુદી બેઠકોના રોટેશન કરતા રાજકીય ચિત્રમાં ધરખમ ફેરફાર થઇ ગયો છે. સૌરાષ્‍ટ્રની સૌથી મોટી રાજકોટ જિલ્લા પંચાયતના અનેક મોટા માથા રોટેશન બદલાવવાથી ચૂંટણી નહી લડી શકે અથવા મત વિસ્‍તાર બદલવો પડશે.

જિલ્લા પંચાયતની કુલ ૩૬ બેઠકો પેકી પ૦ બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. ૩૬ માંથી ર૧ બેઠકો બીનઅનામત, ૧૦ સામાજીક શૈક્ષણીક પછાત વર્ગ (બક્ષીપંચ) ૪ બેઠકો અનુસુચીત જનજાતી માટે અને ૧ બેઠક અનુસુચીત જનજાતી માટે ફાળવવામાં આવી છે. જામકંડોરણાની બેઠક અનુસુચીત જાતી (આદીજાતી) ના ફાળે ગઇ છે.

જિલ્લા પંચાયતના વર્તમાન પ્રમુખ પ્રવિણાબેન રંગાણી કુવાડવા સામાન્‍યસ્ત્રી બેઠક પરથી ચુંટાયેલા છે. તે બેઠક સામાજીક શૈક્ષણિક પછાત વર્ગ માટેની થઇ ગઇ છે. ઉપપ્રમુખ પી.જી. કયાડા જેતપુરના થાણાગાલાળમાંથી ચૂંટાયેલા છે. તે સામાન્‍યસ્ત્રી માટેની બેઠક થઇ ગઇ છે. કારોબારી અધ્‍યક્ષ ગોંડલની દેરડી બેઠકનુ પ્રતિનિધત્‍વ કરે છે તે પણ સામાન્‍યસ્ત્રી માટે ફાળવવામાં આવી છે. આમ મુખ્‍ય ૩ પદાધિકારીઓ જિલ્લા પંચાયતની હવે પછીની ચૂંટણી લડી શકશે નહી અથવા મત વિસ્‍તાર બદલવો પડશે.

જે બિનઅનામત સામાન્‍ય બેઠકો ફાળવવામાં આવી છે તેમાં આણંદપર, આટકોટ, ભડલી, પેઢલા, શિવરાજગઢ, શિવરાજપુર અને વેરાવળનો સમાવેશ થાય છે. સામાન્‍યસ્ત્રીઓ માટેની અનામત બેઠકોમાં બેડી, બેડલા, ભાડલા, પડધરી, મોટીપાનેલી, પારડી, પીપરડી, સુપેડી, થાણાગાલોલ, વિછીંયા વગેરેનો સમાવેશ થાય છે.

જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભુપત બોદરની કસ્‍તુરબા ધામ બેઠક બક્ષીપંચસ્ત્રી અનામત થઇ ગઇ છે. લોધીકા બેઠક બક્ષીપંચ માટે થઇ છે તેથી ત્‍યાં મોહનભાઇ દાફડા લડી શકશે નહી. પૂર્વ કારોબારી બેઠક સહદેવસિંહ જાડેજાની કોલીથડ બેઠક પણ  બક્ષીપંચ અનામત થઇ ગઇ છે

(4:13 PM IST)