<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd December 2025

રેલીમાં સામેલ થયેલા મહિલાઓને ‘શી' ટીમ દ્વારા વિવિધ મુદ્દે જાગૃત કરાયા

 

રાજકોટઃ શહેરમાં કાયદો અને અત્‍યાચાર મામલે મહિલાઓની રેલી નીકળતાં આ રેલીમાં સામેલ મહિલાઓની મહિલા પોલીસ સ્‍ટેશનની શી ટીમે મુલાકાત લઇ તેમને ૧૧૨, ૧૮૧ મહિલા હેલ્‍પલાઇન, સાયબર ક્રાઇમ, ટ્રાફિક અવેરનેસ, રોમીયોગીરી કરતાં તત્‍વો વિરૂધ્‍ધ તુરત ૧૧૨માં જાણ કરવા સહિતની સમજ અપાઇ હતી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી આર. એસ. બારીયાની સુચના અને પીઆઇ એન. એસ. રાઠોડની રાહબરીમાં શી ટીમના કોકીલાબેન સોલંકી સહિતે આ કામગીરી કરી હતી.

(3:24 PM IST)