તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Tuesday, 2nd December 2025
રાજકોટ બાર એસો.ની ચૂંટણીમાં ફોર્મ ભરાવવાનું શરૂ
પ્રમુખપદે માટે નિરવ પંડયાનું ફોર્મ ભરાશે : ૩૦ ટકામાં અનામત સાથેનો ચૂંટણી પ્રોગ્રામ જાહેરઃ ૧૯ મીએ મતદાન ગણતરી અને મોડી સાંજે પરિણામ જાહેર થશે

રાજકોટ, તા., રઃ રાજકોટ બાર. એસો. દ્વારા સને ર૦રપ-ર૬નો ચુંટણી પ્રોગ્રામ જાહેર કરવામાં આવ્યો છે. તે મુજબ તા. ૧૯ મી જાન્યુઆરીએ ચુંટણી યોજાશે. અને મતદાન થશે તેમજ તે જ દિવસે મોડી સાંજે પરીણામ જાહેર થશે.
બાર. એસો.ના ચુંટણી પ્રોગ્રામ જાહેર થયા મુજબ તા. ૧ થી પ દરમ્યાન ફોર્મ ભરવાનું શરૂ થયેલ છે. જેમાં પ્રમુખ પદે નિરવ કે.પંડયાનું એક માત્ર ફોર્મ રજુ થયું છે. તા. ૮ ના રોજ ઉમેદવારોના ફોર્મની ચકાસણી થશે અને આજ દિવસે સાંજે પાંચ વાગ્યે ઉમેદવારની પ્રથમ યાદી જાહેર થશે.
ત્યાર બાદ તા. ૯ના રોજ ફોર્મ પરત ખેંચવાનો સાંજના પાંચ વાગ્યા સુધીનો સમય અપાયો છે. આ સમય પુરો થયા બાદ તા.૧૦ ના રોજ આખરી યાદી પ્રસિધ્ધ કરવામાં આવશે.
ત્યાર બાદ તા. ૧૯ના રોજ નવી કોર્ટમાં ડીસ્ટ્રીકટ કોર્ટ બિલ્ડીંગની બી-વીંગના પ્રથમ માળે બાર એસો.ના મુખ્ય રૂમમાં ચુંટણી યોજાશે. સવારના ૯ થી ૩ દરમ્યાન મતદાન કરી શકાશે અને ત્યાર બાદ મતગણતરી શરૂ થશે અને મોડી રાત્રીના પરીણામ જાહેર કરાશે.
બાર. એસો.ની ચુંટણીમાં પ્રમુખ-ઉપપ્રમુખ સેક્રેટરી જો. સેક્રેટરી ટ્રેઝરર (મહીલા અનામત) લાયબ્રેરી સેક્રેટરીની એક-એક જગ્યા ઉપર અને કારોબારીની જનરલ સાત જગ્યા ઉપર તેમજ કારોબારીમાં મહિલા અનામતની ત્રણ જગ્યાઓ ઉપર ઉમેદવારી નોંધાવી શકાશે. ગુજરાત બાર. કાઉન્સીલના માર્ગદર્શન હેઠળ અને નિયમ હેઠળ ચુંટણી યોજાનાર છે.
(3:14 PM IST)










