News of Monday, 1st December 2025
ઇન્દ્રપુરીમાં નૂતન ઉપાશ્રયની શિલારોપણની ઉજવણી

રાજકોટઃ શ્રી ઇન્દ્રપુરી સ્થાનકવાસી જૈન સંઘ વડોદરાના ઉપક્રમે પૂ. શ્રી ધીરગુરુદેવની નિશ્રામાં નવજીવન સોસાયટીમાં ચાર કરોડના ખર્ચે નિર્માણાધીન નૂતન ટુવાવાલા ઉપાશ્રયની શીલારોપણ વિધિ પ્રસંગે ગોપાલ સંપ્રદાયના સાધ્વીજી પૂ. ચંદ્રિકાજી મ.સ. આદિ પૂ. મીના-સુનંદાજી મ.સ. આદિ તથા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, સુમનદીપવાળા મનસુખભાઈ શાહ, વડોદરા ના સંઘ પ્રતિનિધિઓ તથા ભાવિકોની ઉપસ્થિતિમાં ગુરુદેવે જણાવેલ કે - આજના કાળમાં ધર્મસ્થાનકો સ્પીડ બ્રેકર સમાન છે. પાપના માર્ગોથી પાછા ફરવામાં ઉપયોગી બને છે. વધુમાં કહેલ કે તંદુરસ્તીમાં દાન સોના જેવું, માંદગીમાં ચાંદી જેવું, મળત્યુ પછી સીસા જેવું, માટે હાથે તે સાથે કરો. સુમનદીપ પરિવારના મનસુખભાઈ શાહ, શશીકાંત શાહ તેમજ દાતા પરિવારોના હસ્તે શિલારોપણ વિધિ કરવામાં આવેલ. અમેરિકાના વરસીતપના તપસ્વી દર્શના ભાવિન દોશી, ફીલિંગ્સના અતુલ શાહ, સ્પાર્ક ન્યૂઝના એડિટર દિપક શાહ, સેવાભાવી કુંતલ વાઘાણી વગેરેનું ડો. નીરજ પારેખ વગેરે કમિટિએ સન્માન કરેલ. જીવદયા કળશ નો લાભ મહેન્દ્ર પુનાતર અને હર્ષદ બગડીયાએ લીધેલ. બીરેન બુટાણીએ ભક્તિ કરાવી હતી
(3:31 PM IST)










