તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st December 2025
‘લાલો' ફિલ્મ પર લક્ષ્મીજી પણ પ્રસન્ન : રૂા. ૧૦૦ કરોડને પાર
નિસ્વાર્થ પ્રેમ અને શ્રધ્ધા હોય તો શ્રી કૃષ્ણ સદાય સહાયતે..... :ગુજરાતી ફિલ્મની સફળતાથી બોલીવુડ પણ દંગ : ફિલ્મ જગતમાં ‘લાલો'એ ચમત્કાર સજર્યો : આડા પાટે ચઢેલા ભક્તને પ્રેરણા આપતી આહ્લાદ સ્ટોરી :‘લાલો - શ્રી કૃષ્ણ સદા સહાયતે' : સહ પરિવાર સાથે બેસીને અનુભવવા લાયક એક દિવ્ય અનુભૂતિ

છેલ્લા કેટલાયે દાયકાઓથી ગુજરાતી ફિલ્મના નિર્માતાઓ, સર્જનકારો, કલાકારો અને કસબીઓ આપણાં ગુજરાતમાં બનેલી ગુજરાતી ભાષાની કોઈપણ એક ફિલ્મની જે રીતેની ગગનચુંબી સફળતા માટે ચાતક નયને ખૂબજ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે આદિ અનાદિ કાળથી આપણાં સનાતન હિન્દુ ધર્મના સૌથી લોકપ્રિય દેવ એવા ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેયની અખૂટ શ્રદ્ધા, અતૂટ વિશ્વાસ, પોતાપણાનો અનુભવ, ગાઢ સંબંધ, દ્રઢ મનોબળ, ઊંડી આસ્થા, નિસ્વાર્થ પ્રેમ, આત્માની જાગૃતતા અને શ્રીકૃષ્ણ પ્રત્યેયની અપાર ભક્તિભાવથી ભરપૂર એવી લાલાનો સાક્ષાતકાર કરાવી આધ્યાત્મિક જગતની આલોકિક અનુભૂતિ કરાવતી આપણાં ગુજરાતીઓની પોતાના દ્વારા બનાવાયેલી પોતાનીજ ગુજ્જુ ફિલ્મ ‘‘લાલો - શ્રી કૃષ્ણ સદા સહાયતે'' એ મુખ્ય પ્રવાહની હિન્દી ફિલ્મોની રિલીઝની તુલનામાં મર્યાદિત સ્ક્રીનોમાં રીલીઝ થયેલી હોવા છતાંપણ જગતભરના સિનેમાઘરોમાં હાઉસફૂલના પાટીયાઓ ઝુલાવીને વિશ્વભરની બોકસ ઓફિસો પર ટંકળાશ પાડવા સાથે કમાણી કરવાના અસાધારણ અને અવનવા રેકોર્ડો કાયમ કર્યા છે.
આમ આપણી ગુજ્જુ ફિલ્મ ‘‘લાલો - શ્રી કૃષ્ણ સદા સહાયતે''એ તેના નામનો વિશ્વભરમાં એવો ડંકો વગાડી દીધો છે કે દુનિયાભરની ફિલ્મ ઈન્ડસ્ટ્રીઑ, તેના સર્જકો, કલાકાર કસબીઓ અને વિશ્વભરની પ્રિન્ટ તેમજ ઈલેક્ટ્રોનિક અને સોસિયલ મીડિયાએ તેની ફરજિયાતપણેની નોંધ લેવાની ફરજ પડી છે જેના કારણે સમગ્ર જગતના ન્યઝ ચેનલો, અખબારો, મેગેજીનો, વ્હોટ્એપ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટરમાંથી એક્સ.કોમ થયેલા સોસિયલ મીડિયાના પ્લેટફોર્મ અને વિવિધ પોડકાસ્ટો પર સર્વત્ર લાલાનીજ ચર્ચા થઈ રહી છે.
હિંદી ફીલ્મોના આંતર રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત પ્રતિષ્ઠિત શોમેન સુભાષ ઘાઈએ પણ આપણી ગુજ્જુ ફિલ્મ લાલો - શ્રી કૃષ્ણ સદા સહાયતેના પેટ ભરીને વખાણ કરતા દરેક પ્રકારના લોકોને ફિલ્મ જોવા માટેની હાકલ કરી છે તો બોલીવુડની ફિલ્મોની સમીક્ષા કરતાં પ્રખ્યાત ફિલ્મ વિવેચક કોમલ નાહટાએ આપણી ગુજ્જુ ફિલ્મની ખુબજ કદર કરીને તેમની ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલ પર ફિલ્મનો સો ટકા પોસિટિવ રિવ્યુ આપ્યો છે જેમની સાથેના ઇન્ટરવ્યુમાં દિલ ખોલીને વાત કરતાં ફિલ્મના દિર્ગદર્શક અંકિત સખીયાએ નિખાલસતાથી એવો ખુલાસો કરેલો કે તેમને આ ફિલ્મને રીલીઝ કરવા માટે સ્ક્રીન નહોતી મળતી અને હિન્દુઓના સૌથી મોટા દિવાળીના તહેવારમાં આખા ગુજરાતમાં સુરત, જુનાગઢ અને જામનગર ખાતે આ ફિલ્મનો માંડ એકાદ શો ચાલતો હતો. અંતે ફિલ્મને જોઈએ તેવો રિસ્પોન્શ ના મળતા ફિલ્મના નિર્દેશક અંકિતે તેમના વતન જઈને ૨૦x૧૦ની એલ.ઇ.ડી. સ્ક્રીન પર જાહેરમાં આ ફિલ્મ રજૂ કરી જેને આખા ગામના નાના મોટા તમામ લોકોએ જમીન પર બેસીને વિના ઈંટરવોલે પૂરા બે કલાક સુધી નિહાળી અને ફિલ્મ પૂરી થતા સુધીમાં તો જોનારા સૌ કોઇની આંખોમાંથી આસુઓની ધારાઓ વહેતી થઈ ગઈ. બધા લાગણીવશ કશું બોલી શક્યા નહીં. બસ નિશબ્દ બનીને એકબીજાની સામે જોતાં રહ્યા. ગામના એક વૃદ્ધ ડોશીમાંએ અંકિતને ખૂબજ આશીર્વાદ આપતા કહ્યું કે બેટા તે આ શું કરી દીધું? આપણું ગામ આવી રીતે ક્યારેય ભેગું નથી થયું? બધા ગામલોકો ભેગા મળીને આવી રીતે એકસાથે ક્યારેય બેઠા નથી. તે તો કમાલ કરી નાખી. તને આ બધાની ચોકકસપણે દુવાઓ મળશે.
આ ઘટના ઘટીત થયાને બીજાજ દિવસથી જાણેકે ચમત્કાર થયો અને આખી ફિલ્મ ઉપડી ગઈ અને એવી ચાલી કે તેની ગતિ હવે કોઈનાથીએ રોકી શકાય તેમ નથી. માત્ર એકજ માસ અગાઉ જે ફિલ્મને રીલીઝ કરવા માટેના થિયેટરો નહોતા મળતા તે ફિલ્મ અત્યાર સુધીની તમામ ગુજરાતી ફીલ્મોના રેકોર્ડ બ્રેક કરીને સૌથી મોટી હિટ બનવા સાથે સૌની પ્યારી ગુજરાતી ભાષાની હોટ ફેવરીટ મૂવી બની ચૂકી છે અને માત્ર એટલુજ નહીં આ ફિલ્મ ગુજરાતી સિને ઇતિહાસની સૌથી વધુ કમાણી કરાવનારી બ્લોક બસ્ટર મૂવી બનવા સાથે બોલીવુડ અને દક્ષિણની કેટલીએ બીગ સક્સેસ ફિલ્મોનો રેકોર્ડ બ્રેક કરી ચૂકી છે.
આ ફિલ્મની કમાણીના આંકડાઓ પર જો તમે નજર કરશો તો અચંબો પામીને મોઢામાં આંગળા નાખી જશો. ફિલ્મની શરૂઆત તદન સાધારણ હતી. તેણે પ્રથમ અઠવાડિયામાં તેત્રીસ લાખ અને બીજા અઠવાડિયામાં માત્ર ૨૨ લાખ રૂપિયાનીજ કમાણી કરી હતી. ત્રીજા અઠવાડિયાથીજ માઉથ ટુ માઉથ થયેલા ફિલ્મના પ્રચારને કારણે ફિલ્મ એવી ધમાકેદાર બની ગઈ કે તેનું ત્રીજા અઠવાડિયાનું કલેક્શન વધીને બાંસઠ લાખ થયું અને ત્યારપછીના ચોથા અઠવાડિયામાં તો તેણે ગતિ પકડી લીધી અને કલેક્શન ૧૨.૦૮ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું. ફિલ્મનો ધમાકો પાંચમા અઠવાડિયામાં એટલો બધો તીવ્ર બન્યો કે તેનું કલેક્શન અધધ ૨૫.૭૦ કરોડ સુધી પહોંચી ગયું. છઠ્ઠા અઠવાડિયામાં ૨૪.૯ કરોડ અને સાતમા સપ્તાહમાં ૯.૯૫ કરોડની કમાણી થઈ. આમ ભરતભરમાંથી ૯૬ કરોડ અને વિદેશોમાંથી ૬ કરોડ મળીને ‘‘લાલો - શ્રી કૃષ્ણ સદા સહાયતે''એ ૧૦૨ કરોડની કમાણીનો આંક પાર કરી લીધો છે જે આપના ગુજરાત માટે ગર્વ લેવા જેવી વાત છે.
આમ ‘‘લાલો - શ્રી કૃષ્ણ સદા સહાયતે''એ ગુજરાતી ભાષામાં સો કરોડના લક્ષ્યાંકને પાર કરનારી પ્રથમ ગુજરાતી ફિલ્મ છે જેની સૌથી મહત્વની ખાસ વાત એ છે કે તે એક પ્રદેશિક ભાષાની ગુજરાતી ફિલ્મ હોવા છતાં પણ તે વિશ્વભરના ૨૫ દેશોની ૪૫૦ સ્ક્રીન પર રજૂ કરવામાં આવેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ છે જેના રીલીઝ વખતે માંડ બે થી ત્રણ શો થતાં હતા જ્યારે આજે વિશ્વભરમાં રોજના તેના બે હજારથી પણ વધારે શો ચાલે છે જેને ભારતભરના અને વિદેશોના બધા પ્રેક્ષકોને મળીને એક કરોડ કરતા પણ વધારે લોકો દ્વારા જોવામાં આવેલી છે. તારીખ ૨૮-૧૧-૨૦૨૫થી આ ફિલ્મનુ હિન્દી વર્ઝન રજૂ થતાજ પબ્લિકનો ક્રેઝ અને ઉત્સાહ જોતાં ફિલ્મ નિષ્ણાંતોએ એવો મત આપ્યો છે કે આ ફિલ્મ કમાણીની દ્રષ્ટિએ એક હજારની ક્લબ સુધી પહોંચી જાય તો પણ નવાઈ નહીં લાગે.
‘‘લાલો - શ્રી કૃષ્ણ સદા સહાયતે'' ફિલ્મને બનાવનારા તેના સર્જંકો કહે છે કે ફિલ્મની સફળતા માટે કોઈ ગણિત ના હતું. આ ફિલ્મ દિલથી બનીને દિલ સુધી પહોંચી છે બાકી તેની તમામ સફળતા દ્વારકાધીશને આભારી છે. જે જે લોકોએ આ ફિલ્મ જોઈ તેમણે બીજા લોકોને જોવાનું કહ્યું અને આમ મુખ થી મુખ એટ્લે કે માઉથ પબ્લિસિટીથી આખી ફિલ્મ એવી ચાલી ગઈ કે તેણે જગતભરની ફિલ્મી દુનિયામાં એક અનોખો ઈતિહાસ સર્જી દીધો.
ચિત્રપટ જગતનો ઇતિહાસ એ ચમત્કારનો સાક્ષી છે કે ઓછા બજેટની ધાર્મિક ફિલ્મોને હંમેશા લોકોએ પૂરા ઉત્સાહથી વધાવી છે. જેમ ફિલ્મ ‘‘જય સંતોષી માં''ની ગાંડી સફળતાએ આખા બોલીવુડના મોઢામાં આંગળા નંખાવી દીધેલા, કાંતરા ફિલ્મોની સફળતાએ કન્નડ સિને ઉધોગને હલબલાવી નાખેલું એવીજ આપણી ગુજરાતી ફિલ્મ લાલો - શ્રી કૃષ્ણ સદા સહાયતેની ગગનચુંબી સફળતાએ આખા જગતની તમામ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઓને અંદરથી હચમચાવી નાખી છે.
આમ દ્વારકાના નાથ શ્રી રાજા રણછોડે પોતાની નગરી દ્વારકા અને ગુજરાતજ નહી પરંતુ સમગ્ર ભરતભરના સિમાડાઓ વટાવીને અમેરીકા, કેનેડા, ઓસ્ટ્રેલીયા,આયરલેન્ડ, ન્યૂઝીલેન્ડ, બ્રિટન, ફ્રાંસ વિગેરે જેવા યુરોપીયન દેશો ઉપરાંત આફ્રિકા તેમજ યુએઈ, ઓમાન, કતાર, કુવૈત અને બહેરીન જેવા ખાડી દેશો સહિત ૨૨ કરતાં પણ વધારે દેશોમાં ૨૨૦૦ કરતાં પણ વધારે શોમાં સ્ક્રિનિગ થઈને તેમના નામનું એવું તો ઘેલું લગાડ્યું છે કે શ્રીકૃષ્ણની આ લીલાથી દુનિયાભરમાં ફેલાયેલા તેમના ભક્તો, ભાવિકો અને શ્રદ્ધાળુઓ સર્વત્ર ફેલાયેલી તેમની માયાથી શ્રીકૃષ્ણમય બની ગયા છે.
આજે જ્યાં ક્યાંય પણ જાઓ ત્યાં સર્વત્ર શ્રીકૃષ્ણનુજ નામ ચર્ચાઇ રહ્યું છે અને માત્ર ગુજરાતજ નહીં પરંતુ સમગ્ર ભરતભરમાં લાલનીજ બોલબાલા થઈ રહી છે. આમ આપણો લાલો દુનિયાભરના લોકોમાં, મીડિયામાં, સમાચારોમાં અને સોસિયલ મીડિયામાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. આપણાં ગુજરાતની ગુજરાતી ફિલ્મ ‘‘લાલો - શ્રી કૃષ્ણ સદા સહાયતે'' દ્વારા દુનિયાભરના લોકોના દિલો દિમાગ પર રાજ કરનારો લાલો એ એક એવું નામ છે કે જે આપણાં દરેક ગુજરાતીઓના ઘરમાં જોવા અને સાંભળવા મળે છે. આપણાં ગુજરાતી પરિવારોમાં નાના બાળકને લાલા કે લાલો કહીને બોલાવીએ છીએ તેમજ વડીલોને માનથી લાલુભાઈ કે લાલભાઇ પણ કહીએ છીએ. આમ લાલો એ આપણાં દરેક ગુજરાતી પરિવારો સાથે જોડાયેલુ એક કોમન નામ છે અને દરેક ગુજરાતી ઘરોમાં એક લાલો તો હોયજ છે. લાલો નામ એ આપણાં ગુજરાતી પરિવારોનું એક વિભિન્ન અંગ છે પરંતુ ગુજરાતી સિવાયના લોકોને એ ક્યાંથી ખબર હોય કે હરએક ગુજરાતીઓના દિલોની ધડકન બનેલો આ લાલો અસલમા છે કોણ?
લાલો એ ત્રિલોકના નાથ એવા ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં પોતેજ છે જે આપણાં મનમાં, આપણાં તનમાં, આપણાં હરએક કણમાં અને આપણી અંદરજ સમાયેલા છે. લાલો એ આપણાં અંતર હદયમાં પ્રગટેલો એક એવો પ્રકાશ છે જેની ઉર્જા આપણને જીવન જીવવા માટેનું ઈંધણ પૂરું પાડે છે. તે આપણને શ્વાસ લેવડાવે છે જેનાથી આપણાં ધબકારા ચાલુ રહે છે અને આપણું જીવન ગતિમાન રહે છે જેના કારણે આપણી ગાડી નિયમિતરૂપે તેના પાટા પર ચાલતી રહે છે.
ટૂંકમાં આપણાં સૌની અંદર વસેલો લાલો એ સ્વયં ભગવાન દ્વારકાધીશ પોતેજ છે જે હર હંમેશ આપણી સાથેજ હોય છે. તે આપણને માર્ગ ચિધાડે છે અને આપણે બસ તેમને સાચા મનથી અને સાફ હદયથી માત્ર યાદ કરવાનાજ હોય છે. જ્યારે પોકાર દિલની હોય છે ત્યારે ભાવ ભૂખ્યા લાલાએ તેને યાદ કરનારા ભક્ત પાસે કોઈપણ ભોગે પહોંચવુંજ પડે છે પછી તે સખો બનીને આવે કે અન્ય કોઈપણ રૂપમાં આવે લાલો કોઈપણ ભોગે તેને યાદ કરનારા તેમના ભક્તની વહારે આવેજ છે અને એટલેજ તો કહેવાયું છે કે શ્રી કૃષ્ણ સદા સહાયતે.
આ અધ્યાત્મિક સુવાક્ય શ્રી કૃષ્ણ સદા સહાયતે એટલું બધુ ચમત્કારી અને આલોકિક છે કે તેમાં આખું બ્રહ્માંડ સમાયેલુ છે. આદી અનાદી કાળથી ઉદભવેલું આપણાં સનાતન હિન્દુ ધર્મનું આ અતિ પ્રાચીન સુવાક્ય શ્રી કૃષ્ણ સદા સહાયતે એ હકીકતમાં શ્રી કૃષ્ણમ સદા સહાયતે છે કે જે શ્રીમદ ભગવદ ગીતામાંથી ઉદભવેલું છે અને આપણી મૂળ અને સૌથી પ્રાચીન સંસ્કૃત ભાષામાં અંકિત થયેલું છે જેને બે પવિત્ર શબ્દો સદા અને સહાયતેને જોડીને બનાવાયેલું છે. અહિયાં સદા એટ્લે હંમેશા અને સહાયતે એટ્લે કે મદદ અથવા તો સહાય કરવા માટે સદાય તત્પર રહેનાર એવો અર્થ થાય છે.
દ્વારકાનો નાથ એવા ભગવાન શ્રીકૃષ્ણ સદાય આપણી સાથેજ હતા, આપણી સાથેજ છે અને હંમેશા આપણી સાથેજ રહેવાના છે. ‘‘શ્રી કૃષ્ણ સદા સહાયતે'' એ એક એવું દિવ્ય મંત્ર છે જે આપણા જીવનમાં ભગવાન કૃષ્ણની શાશ્વત હાજરી દર્શાવે છે જે તેમના માર્ગદર્શન થકી તેમના અતૂટ બંધન, તેમનું સદાય રહેલું સમર્થન, અખૂટ વિશ્વાસ, અપાર શ્રદ્ધા અને તેમની અનન્ય ભક્તિ સાથેના તેમના અનંત પ્રેમની યાદ અપાવે છે.
દ્વાપર યુગમાં કુરુક્ષેત્રના મેદાનમાં માનવ ઇતિહાસના સૌથી સંહારક અને બધાથી ભીષણ થયેલા મહાભારતના યુદ્ધમાં પાર્થને ગીતા ઉપદેશનો બોધપાઠ આપતા ત્રિલોકના નાથ ભગવાન શ્રીકૃષ્ણના મુખેથી સરેલી અમૃતવાણી એટ્લે કે શ્રીમદ ભગવદ ગીતામાં કનૈયો એકમાત્ર એ વાત પર ભાર મૂકે છે કે... કર્મણ્યે વાદિકારસ્તે મા ફલેષુ કદાચન... અર્થાત કેવળ કર્મમાંજ તારો અધિકાર છે ફળમાં નહીં. તમારે આખી જિદગી કોઈપણ પ્રકારના સ્વાર્થ કે પરિણામની આશા રાખ્યા વગર આશક્તિ રહીતનું નિષ્કામ કર્મ કર્યેજ રાખવાનું છે.
કર્મના સિદ્ધાંતને વિસ્તારથી સમજાવતા કાનુડો કહે છે કે તમે માત્ર કર્મના ભાગી છો તેના પરિણામના નહીં. તમે માત્ર કર્મ કરો ફળ દેવાવાળો હું બેઠો છું. તમે જીવનમાં માત્ર કર્મ કરતાં રહો અને ફળની ઈચ્છા ના રાખો કારણ કે સાચો આનંદ તો નિસ્વાર્થ ભાવથી કર્મ કરવામાંજ રહેલો છે. જો આપણને એ વાતની પહેલેથી ખબર પડી જાય કે આપણું મૃત્યુ ક્યારે થવાનું છે તો આપણાં જીવનમાં રહેલો રોમાંચ અને જિંદગી જીવવાનો આનંદ સંપૂર્ણપણે ઓસરી જાય છે અને જિદગી એક બોજ બની જાય છે. જીવનમાં આવનારી દરેક પળો પહાડ જેવી ભારેખમ બનીને મૃત્યુ આવવાની બીકે માંડ માંડ પસાર થાય છે.
શ્રીકૃષ્ણ કહે છે કે કરેલું ક્યારેય ફોગટ જતું નથી અને કર્યા વગર કાંઈ મળતુ પણ નથી માટે કર્મ કરવા માટે તૈયાર થઈ જાવ. તમને તમારી મંઝિલ સુધી પહોંચવા માટેનો રસ્તો હુંજ તમને બતાવીશ પરંતુ ત્યાં સુધી પહોંચવાનું કર્મ એટ્લે કે મહેનત તો તમારેજ કરવી પડશે. તમો તમારા હૈયે ધરપત રાખો કે તમોએ કરેલું કર્મ ક્યારેય નિષ્ફળ નહીં જાય અને તમને એનો અવશ્ય બદલો મળશે પરંતુ શું મળશે અને કેવું મળશે તે તમારા કર્મને આધીન છે. જો તમો આંબાનું ઝાડ વાવશો તો તમોને કેરીઓ પ્રાપ્ત થશે અને જો બાવળીયા વાવશો તો કાંટાઓની પીડા સહન કરવાની તૈયારી તમારે રાખવીજ પડશે. તમોએ કરેલા કોઈપણ કર્મમાં મારી શરત માત્ર એટલીજ છે કે જો તમો સારું કર્મ કરશો તો તમો સારું ફળ પામશો અને જો તમો ખરાબ કર્મ કરશો તો એ કરેલા ખરાબ કર્મનું ફળ ખરાબ રીતે ભોગવવાની તમારે અગાઉથી તૈયારી રાખવી પડશે. શ્રી કૃષ્ણ વધુમાં કહે છે કે તમો તમારું હું પદ છોડીને તમારો અહંકાર ત્યાગીને મારામાં લીન થઈ જાઓ. હું તમારી અંદરજ બેઠેલો છું. મારામાં વિશ્વાસ કેળવીને મારા પર ભરોસો કરીને મને એકવાર પોકારો તો ખરા. હું મારા ભક્તોની સહાય કરવા માટે સદાયે તત્પર રહું છું. કુરુક્ષેત્રના મેદાનમાં પાર્થનો સારથી અને માર્ગદર્શક બનીને હું ભલેને હરએક પળ તેની સાથે હતો પરંતુ ગાંડીવ ઉઠાવીને યુદ્ધ લડવાનું કર્મ તો અર્જુનેજ કરવું પડેલું. શ્રીકૃષ્ણ કહે છે તું માત્ર એટલુજ યાદ રાખ કે એકસરખી પરિસ્તીથી ક્યારેય કોઇની કાયમ રહેતી નથી આજે દુખ છે તો કાલે સુખ જરૂર આવશેજ અને આજે સુખ છે તો કાલે દુખના આગમનની તૈયારી રાખવીજ પડશે. આ એક સંસારનો ક્રમ છે જે ચક્રની જેમ સતત ચાલતોજ રહે છે.
તને જ્યારે એમ લાગે કે તું ખુબજ દુખી છે અને ઘણી વિકટ પરિસ્તીથીઑથી ઘેરાઈ ગયો છે ત્યારે તુ એમ ના સમજતો કે તું થાકી ગયો છે અને જિદગીની બાજી હારી ગયો છે પરંતુ એમ સમજજે કે તારું સારું ઘડતર કરવા માટે તારો સમય બદલાયો છે જે ખુબજ જરૂરી છે કારણ કે પરીવર્તન એજ કુદરતનો અને સંસારનો નિયમ છે.
શ્રી કૃષ્ણ વધુમાં કહે છે કે તું ક્યારેય તારી જાતને એકલોના સમજતો. હું હર વક્ત, હર હંમેશ તારી સાથે હતો, તારી સાથેજ છું અને કાયમ માટે તારી સાથેજ રહેવાનો છું. મારામાં ભરોસો રાખ અને ફળની ચિતા કર્યા વગર તારું કર્મ કર્યે જા. જે થવાનું છે તેને કોઈ રોકી શકવાનું નથી અને જે નસીબમાંજ નથી તેને કોઈ આપી શકવાનું નથી માટે પરિણામની ચિતા કર્યા વગર તું તારું કર્મ કર્યે જા.. બસ કર્યે જા..પણ હા.. તું એક એ બાબતનું ખાસ ધ્યાન રાખજે કે તું ક્યારેય ખોટી સંગતમાં અને ખરાબ સોબતમાં ના ફસાતો કારણ કે એ જો તારા ઘર સુધી પહોંચી જશે તો તે ભોગવેલી યાતના સાથે તારું પરિવારને પણ પીડાશે અને જે તને તારા પૂરા કુટુંબ સાથે લઈ ડુબશે.
ત્રિલોકના નાથ ભગવાન શ્રીકૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં તેમના સખા પાર્થને આપેલો આખો ગીતા ઉપદેશ આપણી ગુજ્જુ ફિલ્મ લાલો - શ્રી કૃષ્ણ સદા સહાયતેમાં પૂરા બે કલાકમાં સમાવી લેવામાં આવ્યો છે જેમાં દરેક પ્રકારની માનવ લાગણીઓ બતાવવામાં આવી છે. તેમાં ગરીબી, લાચારી, લત, લાલચ, લોભ, ચોરી, દાણચોરી, ભૂલ, પヘયાતાપ, પ્રાયヘતિ, મિત્રતા, સંબંધ, વિરહ, સુખ, દુખ, વિશ્વાસઘાત, પ્રેમ, ભરોસો, સમજ, ઈશ્વર પ્રત્યેયની અતૂટ શ્રદ્ધા, આધ્યાત્મિકતા અને ભાવનાત્મક્તા
દેશ-દુનિયામાં ડંકા
આપણાં ગર્વ લેવા જેવા ગરવી ગુજરાતની પોતીકી ફિલ્મ ‘‘લાલો -શ્રી ક્રુષ્ણ સદા સહાયતે'' કમાણીની દ્રષ્ટિએ તેમજ આધ્યાત્મિક, આલોકિક અને સામાજીક દ્રષ્ટિકોણથી એટ્લે હદે સફળ નીવડી છે કે તે માત્ર એક મનોરંજન ખાતરની ફિલ્મના બની રહેતા રોજિદા જીવનની ઝંઝાળમાં ફસાયેલા લોકોને વાસ્તવિક જીવન જીવવાની રાહ દેખાડનારી એક અધ્યાત્મિક ગુરુ બનીને તેમના માર્ગદર્શક તરીકે ઊભરી આવી છે.
વિશ્વભરની ફિલ્મોને તેમની કન્ટેન્ટ અને સફળતાની દ્રષ્ટિએ તેમનું અવલોકન કરીને તેમની સમીક્ષા કરતું જગતભરની ફિલ્મોનું પ્રખ્યાત મૂવી પ્લેટફોર્મ IMDB અર્થાત ઈન્ટરનેટ મૂવી ડેટાબેઝ કે જે અમુક ખાસ ફિલ્મોનેજ ૧૦ માંથી ૮ ની ઉપરનું રેટિગ આપે છે તેમણે પણ આપણી ગુજ્જુ ફિલ્મ ‘‘લાલો - શ્રી ક્રુષ્ણ સદા સહાયતે''ને ૧૦ માં થી ૮.૫ નું રેટિંગ આપીને તેની વેલ્યૂ હોલીવુડની ફિલ્મો કરતાં પણ વધારી દીધી છે. એનો મતલબ એવો થયો કે દુનિયાભરની ફિલ્મોની રેટિગની દ્રષ્ટિએ IMDBના ડેટાબેઝમાં એવી અમુકજ ફિલ્મો શેષ છે જેમનું રેટિગ આપણી ગુજરાતી ફિલ્મ લાલો કરતાં પણ વધારે અપાયું હોય.
દરેક પરિવારને પ્રેરણા
લાલો-શ્રી ક્રુષ્ણ સદા સહાયતે ફિલ્મમાં આજના દરેક ઘર-પરિવારની વાસ્તવિકતાને આબેહૂબ રીતે વર્ણી લેવામાં આવી છે. હર એક ઘરોમાં થતા નાના મોટા ઝઘડાઓ, પરિવારની શાખ કે પ્રસંગને સાચવી લેવા માટે કરાયેલું બહારનું નાનું મોટું દેવું અને તેમાંથી બહાર નીકળવા માટે થતો જીવનનો આજીવન સંઘર્ષ અને તેના પર પડતી નસીબની થપ્પડો આ બધું આ ફિલ્મમાં એટલું સાચુક્લુ અને વાસ્તવિક લાગે છે કે દર્શકોને એવો અનુભવ થાય છે કે આ તો તેમની ખુદનીજ કહાણી છે.
લાલો-કૃષ્ણ સદા સહાયતે એ એક એવા ગરીબ પરિવારની કથા છે કે જ્યાં ઘરનો મુખિયો પોતાની એક ભૂલ અને દારૂની લતને કારણે એક એવી મુસીબતમાં ફસાઈ જાય છે કે તેમાંથી બહાર નીકળવું તેના માટે ખુબજ મુશ્કેલ બની જાય છે. પરતું દ્વારકાધીશ પ્રત્યેયની અખૂટ શ્રદ્ધા કેવી રીતે તેમના ભક્તને દરેક મુસીબતોમાંથી હેમખેમ બહાર કાઢીને તેમની માયા થકી રંગીન બનાવી દે છે તે આ ફિલ્મની સૌથી મોટી જમા પૂંજી છે.
કમલ જારોલી
એડવોકેટ અને નોટરી,
રાજકોટ (૮૧૬૦૩ ૧૧૦૧૬)

(3:30 PM IST)










