News of Monday, 1st December 2025
શરદી-તાવ-ઉધરસ-ઝાડા-ઉલ્ટીના કેસનો રાફડો : ૨૩૭૯ દર્દી
મનપા દ્વારા ૧૬૭૪૯ ઘરોમાં પોરાનાશક કામગીરી તથા ૬૮૩ રહેણાંકોમાં ફોગીંગ કરાયાનો દાવો : મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યુના ૩ દર્દીઃ મચ્છર ઉત્પતિ સબબ ૮૧ને નોટીસ

રાજકોટ તા. ૧: શહેરમાં શિયાળો શરૂ થતા રોગચાળાનો પગપેસારો વધુ થવા પામ્યો છે. મનપાના આરોગ્ય વિભાગમાં ગત સપ્તાહ કરતા આ સપ્તાહે શરદી, તાવ, ઝાડા, ઉલ્ટીના કેસમાં વધારો જોવા મળ્યો છે.આ સપ્તાહે ૨૩૭૯ થી વધુ દર્દી નોંધાયા છે. મચ્છજન્ય રોગના ૩ કેસ નોંધાયા છે.આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ર૪ થી ૩૦ નવેમ્બર સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
મચ્છરજન્ય રોગચાળાના ૩ કેસ
છેલ્લા સપ્તાહમાં ડેન્ગ્યુના ૩ કેસ નોંધાયા છે.
શરદી-તાવના ૨૩૭૯ થી વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ ૧૩૧૪ તેમજ સામાન્ય તાવના ૮૬૫ અને ઝાડા ઉલ્ટીના કેસ ૧૯૮ તથા કમળાના ૨ સહિત કુલ ૨૩૭૯ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૩૬૦૬૫ તેમજ સામાન્ય તાવતા ૩૫૬૭૧ અને ઝાડા ઉલ્ટીના કેસ ૮૫૨૬ તથા ટાઇફોઇડના ૯૬ તેમજ કમળાના ૧૪૭ કેસ નોંધાયા છે.
મચછર ઉત્પતિ સબબ ૮૧ ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનીષ્ટ પ્રયાસો કરી રહયા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૧૬૭૪૯ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૬૮૨ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય ૧૪૪ થી વધુ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૮૧ લોકોને નોટીસ આપવામાં આવી હતી.(૬.૧૩)
(3:22 PM IST)










