<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

જામનગર રોડ સાંઢીયાપુલની વર્કસાઇટ ઉપર પાણીનું ટેન્‍કર ખુપી બે પગે થયુ

રાજકોટઃ જામનગર રોડ પર નવનિર્મિત સાંઢીયાપુલનું કામ ધીમીગતિએ ચાલી રહયું છે. લાખો લોકો આ બ્રીજનું કામ પરિપુર્ણ થાય તેની રાહમાં છે ત્‍યારે દરરોજ રેલ પ્રશાસન અને મ્‍યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા થયેલા દાવાઓ પ્રતિદાવાઓ વચ્‍ચે બ્રીજનું કાર્ય કયારે પુરૂ થશે? તે અંગે સતાવાર કોઇમાહિતી જાહેર કરાતી નથી આ વચ્‍ચે આજે બ્રીજસાઇટ ઉપર ચાલી રહેલા કામ દરમ્‍યાન માટી ઉપર પાણીના છંટકાવ દરમ્‍યાન પાણીનું ટેન્‍કર ખુપી ગયુ હતું અને પલટીમારતા માંડ બચ્‍યુ હતું. આ ટેન્‍કરને જેસીબી દ્વારા ખેંચી કાઢવા કોશિષ કરવામાં આવી હતી. (તસ્‍વીર સંદીપ બગથરીયા) (૩.૧૫)

(3:21 PM IST)