તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st December 2025
તાલુકા પોલીસે રૂા. ૭.૩૫ લાખની મત્તા ‘તેરા તુજકો અર્પણ' હેઠળ અરજદારોને પરત કરી
ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરીની રાહબરીમાં પીઆઇ એમ. જે. હુણ, પીએસઆઇ સભાયા, બી. જે. ભરવાડની ટીમની કાર્યવાહી

રાજકોટઃ ‘તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત શહેર તાલુકા પોલીસ સ્ટેશને માત્ર એક મહિનાના સમયગાળામાં રૂપિયા ૭,૩૫,૧૪૯ના ચોરાયેલો કે ગુમ થયેલો મુદ્દામાલ શોધી કાઢીને તેના મુળ માલિકને સોંપ્યો છે. પોલીસે સીઇઆઇઆર પોર્ટલના માધ્યમથી કાર્યવાહી કરીને કુલ ૨૫ ગુમ થયેલા મોબાઇલ ફોન શોધી કાઢયા છે, જેની અંદાજિત કિંમત રૂપિયા ૪,૧૭,૧૪૯ થાય છે. આ ઉપરાંત ગુમ થયેલા ૩ મોટરસાયકલ, ૧ સોનાનો ચેઈન, અને રૂપિયા ૧૮,૦૦૦ રોકડ રકમ પણ ગુનો ડિટેક્ટ કરી કબ્જે કરાયેલ. આ તમામ મળીને કુલ રૂપિયા ૭,૩૫,૧૪૯નો મુદ્દામાલ અરજદારોને સુપરત કરવામાં આવ્યો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરીની સુચના અંતર્ગત ઇન્ચાર્જ પીઆઇ એમ.જે. હુણના માર્ગદર્શન હઠળ સીઇઆઇઆર પોર્ટલના ઇન્ચાર્જ પીએસઆઇ એન.કે. સભાયા, સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઇ બી.આર. ભરવાડ, લોક રક્ષક મોનિકાબેન ભુવા દ્વારા આ કામગીરી કરાઇ હતી.
(12:22 PM IST)










