તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th November 2025
મહિકા પાસે પ્રતિબંધીત ચાઇનીઝ દોરીની ૨૪૦ ફીરકી સાથે ચોરડીનો રાજન પકડાયો
આજીડેમ પોલીસ એ.એસ.આઇ. આર.ડી. વાંક તથા ટીમે રૂા.૪૮ હજારનો મુદામાલ કબ્જે કર્યો

રાજકોટ તા.૨૯: શહેરના સરધાર નજીક મહિકા ગામ પાસે આજીડેમ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી રૂા.૪૮ હજારની કિંમતની પ્રતિબંધીત ચાઇનીઝ દોરાની ફીરકી સાથે ચોરડીના શખ્સને પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ મહિકા ગામ પાસે એક શખ્સ પ્રતિબંધીત ચાઇનીઝ દોરીની ફીરકીઓ સાથે ઉભો હોવાની બાતમી મળતા આજીડેમ પોલીસ મથકના એ.એસ.આઇ. આર.ડી. વાંક, હેડકોન્સ. હરપાલસિંહ જાડેજા, કોન્સ.વિરેન્દ્રસિંહ જાડેજા તથા હરપાલસિહ જાડેજા સહિતના સ્ટાફે દરોડો પાડી મહિકા ગામ પાસે એક હોટલની બાજુમાં ઉભેલા શખ્સને પકડી તેનું નામ પુછતા તેણે પોતાનુ નામ રાજન પ્રવિણભાઇ જાદવ (રહે.ચોરડી ગામ તા.ગોંડલ) જણાવ્યુ હતું. પોલીસે તેની તલાશી લેતા તેની પાસે રહેલા પ્લાસ્ટીકના બાચકામાંથી રૂા.૪૮,૦૦૦ની કિંમતની ૨૪૦ ચાઇનીઝ દોરીની ફીરકી મળી આવતા પોલીસે રાજન જાદવને પકડી લઇ પોલીસ કમિશનરના જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી.
(3:12 PM IST)










