<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

જય રઘુવીર વેવિશાળ માહિતી કેન્‍દ્ર દ્વારા ડિસેમ્‍બરમાં રાજકોટમાં પારિવારીક પરિચય મેળો

રપ૦ થી વધુ ઉમેદવારોના ફોર્મ ભરાયા, નામ નોંધણી ચાલુ, બુકલેટ બહાર પડાશે

રાજકોટ : જયરઘુવીર વેવિશાળ માહિતી કેન્‍દ્ર, સુરેન્‍દ્રનગર પરિવાર આયોજીત આગામી તા. ર૧-૧ર-ર૦રપ ને રવિવારના રોજ રાજકોટ ખાતે અગીયારમો અને કેન્‍દ્રના ચૌદમાં પારિવારીક પરિચય મેળાનું શ્રી કેસરીયા લોહાણા મહાજન વાડી (એ.સી. હોલ) કાલાવાડ રોડ ખાતે આયોજન કરેલ છે.

જેમાં દિકરા-દિકરીઓના ફોર્મ ભરવાનું ચાલુ છે. આશરે રપ૦ ઉપરાંતના ફોર્મ રજીસ્‍ટર્ડ થયેલ છે. આ પરિચય મેળાની ફોર્મ ભરવાની છેલ્લી તા. ૦૭-૧ર છે. આયોજન સફળ બનાવવામાં સૌરાષ્‍ટ્ર, ગુજરાત તથા મુંબઇના મહાજન શ્રેષ્‍ઠીઓ તથા મેરેજ બ્‍યુરો ચલાવતા સંચાલકો ઉપરાંત રઘુવંશી ભાઇ બહેનો જહેમત ઉઠાવી રહ્યા છે. આ પરિચય મેળાનું સંચાલન એન્‍કર હરેશભાઇ કોટક (ચોટીલાવાળા) કરશે. આ પરિચય મેળાની મલ્‍ટીકલર (રંગીન) બુકલેટ પણ બહાર પડશે. તેવું રઘુવીર વેવિશાળ માહિતી કેન્‍દ્રના ઓયોજક નરેન્‍દ્રભાઇ પુજારા (મો.નં. ૯૯૭૯ર૧૯૦૪૮ ની યાદિમાં જણાવવામાં આવેલ છે. દરેક દિકરીઓની ફી નિઃશુલ્‍ક રાખવામાં આવેલ હોવાનું જણાવાયું છે.

તસવીરમાં હરેશભાઇ કોટક (ચોટીલા), મનસુખભાઇ રાજાણી, જયંતીભાઇ બુધ્‍ધદેવ, અમરશીભાઇ રૂઘાણી, ભૂપેન્‍દ્રભાઇ ઉનડકટ, મહેશભાઇ કોટક, અશ્વિનભાઇ કાનાબાર, પિયુષભાઇ તન્ના, નરેન્‍દ્રભાઇ ભતિલીયા, કમલનાથભાઇ ભાયાણી, વિનોદભાઇ બુધ્‍ધદેવ, ધર્મેશભાઇ નંદાણી, ભદ્રેશભાઇ વડેરા, યોગેશભાઇ રાડીયા, અવનિશભાઇ વસાણી, વિશાલભાઇ પાબારી, રૂદ્રભાઇ પુજારા, શોભનાબેન સોમૈયા, અલકાબેન ખગ્રામ, જાગૃતિબેન ખીમાણી, જુગ્નુબેન સોનપાલ, બિંદીયાબેન અમલાણી, રોનકબેન પારેખ, કમલાબેન ભાગ્‍યોદય, અનીતાબેન પાંઉ, કુસુમબેન સેજપાલ, અંજનાબેન ચતવાણી, ક્રિશ્નાબેન ચતવાણી, ખ્‍યાતિબેન વસાણી અને કોમલબેન પુજારા નજરે પડે છે. (તસવીર : અભિજીત બગથરીયા)

(3:02 PM IST)