<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

રિક્ષાગેંગ ફરી ઝળકીઃ કસ્‍તુરી રેસીડેન્‍સીના વૃધ્‍ધાના હાથમાંથી ૨ લાખની બંગડી ચોરી લીધી

ઘરેથી બ્‍લડપ્રેશરની દવા લેવા જવા નીકળેલા શાંતિદેવી મવડી બાપા સિતારામ ચોક સુધી જવા બેઠા હતાં: પાછળ બેઠેલી બે મહિલા, એક પુરૂષે ધક્કામુક્કી કરી બંગડીઓ કાઢી લીધીઃ પછી ચાલકે ‘પંચર પડયું છે' કહી ઉતારી મુક્‍યાઃ ભાડુ લીધા વગર ભાગી ગયોઃ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૨૯: શહેરમાં વધુ એક વખત રિક્ષાગેગ કળા કરી ગઇ છે. જેમાં નાના મવા રોડ જીવરાજ પાર્ક વિસ્‍તારમાં રહેતા ૫૯ વર્ષીય એક નિવળત્ત વૃધ્‍ધાને ઓટોરિક્ષામાં બેસાડયા આપ્‍યા બાદ ધક્કા-મુક્કી કરી તેમના હાથમાંથી બે લાખની સોનાની બંગડી ઉતારી લઇ બાદમાં રિક્ષામાં  પંચર પડયાનું નાટક કરી વૃધ્‍ધા પાસેથી ભાડુ પણ લીધા વગર તેમને ઉતારી મુકી ચાલક સહિતના ચાર શખ્‍સો ભાગી જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવમાં તાલુકા પોલીસે શાંતિદેવી બલવંતપ્રસાદ પટેલ (ઉં.વ. ૫૯, રહે. કસ્‍તુરી રેસીડેન્‍સી, જીવરાજ પાર્ક)ની ફરિયાદ પરથી રિક્ષાચાલક અને ત્રણ અજાણ્‍યા શખ્‍સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વૃધ્‍ધાએ જણાવ્‍યું છે કે તેઓ  શુક્રવારે  સવારે સાડા નવેક વાગ્‍યે બી.પી.ની દવા લેવા માટે કસ્‍તુરી રેસીડેન્‍સીથી ચાલીને  જઈ રહ્યા હતા. આ સમયે તેમની પાછળથી આવેલી એક ઓટોરિક્ષા તેમની પાસે ઊભી રહી હતી. રિક્ષા ડ્રાઇવરે તેમને પૂછયું કે કયાં જવું છ?  પુછતાં વૃધ્‍ધાએ મવડી ગામ બાપાસીતારામ ચોક જવાનું છે  કહેતાં તેણે બેસી જવાનું કહ્યું હતું.

આ રિક્ષામાં પાછળ અગાઉથી જ એક પુરૂષ અને બે મહિલા બેઠા હતાં. જેમાંથી એક પુરૂષ નીચે ઉતરી ગયો હતો અને વૃધ્‍ધાને અંદર બેસવા કહ્યું હતું. શાંતિદેવી રિક્ષામાં બેસી ગયા પછી થોડેક આગળ જતાં જ પાછળની સીટ પર બેઠેલા આ ત્રણેયએ અચાનક આડાઅવળી ધક્કા-મુક્કી શરૂ કરી દીધી હતી. રિક્ષા મવડી ગામ તરફ જતા પુલ પાસે અવધ રેસીડેન્‍સી નજીક મુખ્‍ય માર્ગ પર પહોંચી ત્‍યારે રિક્ષા ડ્રાઇવરે ‘આગળની સાઇડમાં પંચર પડી ગયું છે' તેવું બહાનું આપી વળદ્ધાને નીચે ઉતરી જવા કહ્યું હતું. આથી વૃધ્‍ધાએ ભાડુ આપ્‍યું હતું. પરંતુ ચાલક અને સાથેના ત્રણેય ભાડુ લીધા વગર જ ઝડપથી રિક્ષા લઇ નીકળી ગયા હતાં. રિક્ષા જતી રહ્યા બાદ વળદ્ધાની નજર તેમના ડાબા હાથ પર પડતાં જ તેમણે જોયું કે હાથમાં પહેરેલી સોનાની બંગડી ગાયબ હતી. તેમને તાત્‍કાલિક ચોરી થયાની જાણ થતાં જ તેમણે તેમના પુત્રવધૂ વંદનાબેનને ફોન કરીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. પુત્રવધૂ અને ત્‍યારબાદ બંને પુત્રો વિજયભાઈ અને અશોકભાઈ બનાવ સ્‍થળે પહોંચ્‍યા હતા. પુત્ર અશોકભાઈએ તાત્‍કાલિક ૧૧૨ પર કોલ કરીને પોલીસને જાણ કરી હતી.  તાલુકા પીઆઇ ડી. એમ. હરીપરાની રાહબરીમાં પીએસઆઇ એસ. પી. ચોૈહાણ, કિરીટભાઇ રામાવતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(2:30 PM IST)