<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

અખિલ હિન્‍દ મહિલા પરિષદ દ્વારા ભારતીય બંધારણ દિવસની વિશિષ્ટ ઉજવણી

 

રાજકોટ : અખિલ હિન્‍દ મહિલા પરિષદના પ્રમુખ અને બાર એસોસિએશન ઓફ ઇન્‍ડિયાના ગુજરાતના જનરલ સેક્રેટરી ધારાશાષાી શ્રીમતી ડો. ભાવના જોશીપુરાના અધ્‍યક્ષસ્‍થાને ભારતીય બંધારણ દિવસની વિશિષ્‍ટ ઉજવણી કરવામાં આવી હતી. આ સમારોહમાં ભારતીય બંધારણ દ્વારા મહિલાઓના અધિકાર, સુરક્ષા અને સશક્‍તિકરણના સંદર્ભમાં પ્રયોજાયેલ બંધારણીય વ્‍યવસ્‍થા સંદર્ભે વ્‍યાખ્‍યાન અને ચર્ચા સભાનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. ડો. ભાવના જોશીપુરાએ મૂળભૂત અધિકારોની સંકલ્‍પનામાં મહિલાઓને અપાયેલ પ્રાધાન્‍ય અને બંધારણીય વ્‍યવસ્‍થા ઉપર પ્રકાશ પાડયો હતો. અખિલ હિન્‍દ મહિલા પરિષદમાં સ્‍વૈચ્‍છિક રીતે કાર્યરત મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતા વિવિધ સ્‍વાવલંબન કેન્‍દ્ર, વિવિધલક્ષી પ્રવળત્તિ તેમજ કાનૂની સલાહ કેન્‍દ્રોના બહેનો આ પ્રસંગે ઉપસ્‍થિત રહ્યા હતા. પરિષદના મંત્રી શ્રીમતી પ્રવિણા જોશીએ બંધારણ દિન નિમિત્તે ઉપસ્‍થિત સૌનું સ્‍વાગત કર્યું હતું અને મેડિકલ ઓફિસર ડો.મૌલિ ગણાત્રાએ જીવન જીવવાના અધિકારમાં આરોગ્‍યપ્રદ જીવન ઉપર પોતાના વિચાર વ્‍યક્‍ત કર્યા હતા. ભારતીય બંધારણની મૂળ પ્રતની પ્રતિકળતિ સમાન બંધારણીય વોલ્‍યુમની આ પ્રસંગે પૂજા કરી અને બંધારણને વિશિષ્ટ સન્‍માન આપવામાં આવ્‍યું હતું. બંધારણ દિન નિમિત્તે ધારાશાષાી શ્રીમતી પારુલ બેન પંડયા, શબનમબેન ઠેબા, પુનમબેન વ્‍યાસ, કુસુમબેન ઠાકર, ભૂમિબેન ઓડેદરા, ડો. જીનાલી, શ્રીમતી નિધિ સહિતના અગ્રણીઓ ઉપસ્‍થિત રહેલ.

(2:18 PM IST)