તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Friday, 28th November 2025
રાજકોટના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા સામે ઈડીની ફરિયાદ: ૨૪.૩૧ કરોડની અપ્રમાણસર મિલકતનો કેસ
ઈડીએ અમદાવાદની સ્પેશિયલ પીએમએલએ કોર્ટમાં સાગઠિયા અને અન્ય આરોપીઓ વિરુદ્ધ પ્રોસિક્યુશન કમ્પ્લેઈન (પીસી) દાખલ કરી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) અમદાવાદે રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર (ટીપીઓ) મનસુખ સાગઠિયા સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો છે.
રાજકોટ અગ્નિકાંડ બાદ ચર્ચામાં આવેલા પૂર્વ ટીપીઓ મનસુખભાઈ ધનજીભાઈ સાગઠિયાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ઈડીએ અમદાવાદની સ્પેશિયલ પીએમએલએ કોર્ટમાં સાગઠિયા અને અન્ય આરોપીઓ વિરુદ્ધ પ્રોસિક્યુશન કમ્પ્લેઈન (પીસી) દાખલ કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે સાગઠિયાએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને ૨૪.૩૧ કરોડ રૂપિયાની અપ્રમાણસર મિલકતો વસાવી હતી, જે આવકના જ્ઞાત સ્ત્રોતો કરતા ઘણી વધારે છે.
(12:41 AM IST)










