<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th November 2025

અધુરા માસે જન્‍મેલી બાળકીનું મોત

રણુજા મંદિર નજીક રહી કડીયા કામ કરતું મુળ રાજસ્‍થાનનું મજૂર દંપતિ ઘટનાને લીધે શોકમાં ગરક

રાજકોટ તા. ૨૭: કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે રહી કડીયા કામની મજૂરી કરતાં મુળ રાજસ્‍થાનના કરીશ ડામોરની પત્‍નિ રીના ડામોરે ગઇકાલે પ્રસુતીની પીડા ઉપડતાં ઝનાના હોસ્‍પિટલમાં ખસેડાઇ ત્‍યારે અધુરા માસે દિકરીને જન્‍મ આપ્‍યો હતો. પરંતુ જન્‍મ સાથે જ બાળકીની તબીયત બગડતાં બેભાન થઇ જતાં મોત થયું હતું. બનાવની જાણ હોસ્‍પિટલ મારફત આજીડેમ પોલીસને કરવામાં આવી હતી. રાજસ્‍થાનનું દંપતિ મજૂરી કરી ગુજરાન ચલાવે છે. આ દિકરી તેનું પહેલુ જ સંતાન હતું. જેના મૃત્‍યુને પગલે પતિ-પત્‍નિ શોકમાં ગરક થઇ ગયા હતાં. 

 

(4:02 PM IST)