<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th November 2025

કણકોટ રોડ, પાળ રોડ, પુનિતનગર રોડ તથા કાંગશીયાળીના રસ્‍તાઓ રોશનીથી ઝળહળશે

સેન્‍ટ્રલ લાઈટીંગના કામનું લોકાર્પણ ધારાસભ્‍ય શ્રીમતી ભાનુબેન બાબરીયાના હસ્‍તે કરાયું

રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા  વોર્ડ નં.૧૧ અને ૧૨માં આવેલ કણકોટ રોડ, પાળ રોડ, પુનિતનગર રોડ તથા કાંગશીયાળી રોડ પર અંદાજિત કુલ રૂ.૭૧ લાખના ખર્ચે સેન્‍ટ્રલ લાઈટીંગના કામનું લોકાર્પણ ધારાસભ્‍ય શ્રીમતી ભાનુબેન બાબરીયાના હસ્‍તે કરવામાં આવ્‍યું. આ લોકાર્પણ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી ધારાસભ્‍ય ભાનુબેન બાબરીયા, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડે.મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, દંડક મનીષભાઈ રાડિયા, વોર્ડ નં.૧૧ કોર્પોરેટર વિનુભાઈ સોરઠીયા, મહામંત્રી વોર્ડ નં.૧૧ વિનોદભાઈ ઇસોટીયા, પૂર્વ પ્રમુખ મહેશભાઈ પીપળીયા, પૂર્વ મેયર કોર્પોરેટર વોર્ડ નં.૧૨ પ્રદીપભાઈ ડવ, કોર્પોરેટર મગનભાઈ સોરઠિયા, કોર્પોરેટર મિતલબેન લાઠીયા, વોર્ડ પ્રમુખ જયેશભાઈ પંડ્‍યા, મહામંત્રી ધીરજભાઈ મૂંગરા, મહામંત્રી મહેશભાઈ ભરડવા, રાજકોટ શહેર યુવા ભાજપ  પ્રમુખ કિશનભાઇ ટીલવા, રાજકોટ શહેર મહિલા મોરચો મહામંત્રી કિરણબેન હરસોડા, પૂર્વ પ્રમુખ યોગેન્‍દ્રસિંહ જાડેજા, પૂર્વ પ્રમુખ યોગરાજસિંહ જાડેજા, અગ્રણી ફર્નાન્‍ડીઝ પાડલીયા, ધર્મેશ સોલંકી, કિશન જોગસ્‍વા, ભાવેશભાઈ વેકરીયા, રાજુભાઈ સાવલિયા, જીતુભાઈ ધામેલીયા, રાજુ ડાંગરીયા, વિનુભાઈ લાલકીયા, બાવનજીબાપા વગેરે ઉપસ્‍થિત રહેલ. આ સેન્‍ટ્રલ લાઈટીંગના કામમાં કણકોટ રોડ, પાળ રોડ, પુનિતનગર રોડ તથા કાંગશીયાળી રોડ પર સુવિધા આપવામાં આવેલ છે. આ કામથી આસપાસના રહેવાસીઓની સુવિધામાં વધારો થશે અને ફાયદો થશે. 

(4:00 PM IST)