તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 27th November 2025
આમ્રપાલી અંડર બ્રીજમાં કાદવ-કિચડઃ વાહન ચાલકો ઉપર અકસ્માતનો ભય: જુઓ વિડીયો
શહેર કોંગ્રેસ વોર્ડ નં. ર દ્વારા સફાઇનો આશ્ચર્યજનક કાર્યક્રમઃ તમામની અટકાયત

આમ્રપાલી અંડરબ્રીજ સફાઇનો આર્શ્ચયજનક કાર્યક્રમઃ શહેર કોંગ્રેસ સમીતિ વોર્ડ નં. ૨ દ્વારા રૈયા રોડ સ્થિત આમ્રપાલી અંડરબ્રીજમાં પાણી, કાદવ,કિચડ સહિતના પ્રશ્ને સફાઇનો આર્શ્ચયજનક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ઉપરોકત તસવીરમાં અંડરબ્રીજમાં રહેલ ગંદકી, અવર-જવર કરતા વાહનો તથા કાર્યક્રમ માટે એકઠા થયેલ કોંગ્રેસના કાર્યકરો દર્શાય છે. (તસવીરઃ સંદીપ બગથરીયા) (૩.૧૭)
રાજકોટ, તા., ૨૭ : શહેરમાં પાંચેક વર્ષ પહેલા પૂર્વે વોર્ડ નંબર-૨ ના આમ્રપાલી અન્ડર બ્રીજમાં કાદવ-કિચડનું સામ્રાજય છવાતા દરરોજ હજારો વાહનોને તેમાં પસાર થવું પડે છે. ચાલકને પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહયો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આમ્રપાલી અંડર બ્રીજની સફાઇનો કાર્યક્રમ કરાયો હતો. જો કે કાર્યક્રમ તમામની પોલીસ દ્વારા અટકાયત કરાઇ હતી.
કોંગ્રેસના આગેવાનોએ જણાવેલ કે, રાજકોટ મહાનગરપાલિકાના શાસકો દ્વારા ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો કોલ આપી શાસનની ધુરા સંભાળી હતી. અત્યારે રાજકોટના બે મુખ્ય અને જે તે હજારો લોકોની અવરજવર થાય છે તેવા રેલનગર બ્રીજ અને આમ્રપાલી અંડર બ્રીજ જે ભાજપના શાસનમાં તૈયાર કરવામાં આવ્યા છે, જયારે મહિલા કોલેજનો અંડર બ્રીજ એ વર્ષો પછી પણ આજે અડીખમ છે અને તે કોંગ્રેસના શાસનમાં બનાવવામાં આવેલ હતો.
રેલનગર અંડર બ્રીજમાં ૩૬૫ દિવસ પાણી લીકેજ થાય છે. વગર વરસાદે ત્યાં ખાબોચિયા ભરાય છે, લાખો રૂપિયાના ખર્ચ અને મરામત પછી પણ પાણી બંધ થતું નથી. એ રેલનગર બ્રીજમાંથી બોધપાઠ લીધા વીના આમ્રપાલી અંડર બ્રીજ બનાવવામાં આવ્યો.
આ બંને અંડર બ્રીજમાં તજજ્ઞોની લાખો રૂપિયાની સલાહ પણ લેવામાં આવી હતી અને તેમ છતાં આમ્રપાલી અંડર બ્રીજ તત્કાલીન સમયે આ જયારે પુલનો ખર્ચ ૨૦ કરોડનો બતાવવામાં આવેલ છે. કરોડો રૂપિયાના ખર્ચ પછી આજે આ બ્રીજની અંદર પાણી, કાદવ-કિચડ, વાહનો સ્લીપ થવાની ઘટના વરસાદ હોય કે ન હોય પાણી લીકેજ થવાની રોજીંદી ઘટના બની છે. પાણી સુકાતુ ન હોવાને કારણે લીલ-સેવાડ અને અકસ્માતનો સતત ભય શહેરીજનો ઉપર રહે છે.
તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની રાજકોટની મુલાકાત સમયે આમ્રપાલી બીજની સફાઈ વ્યવસ્થિત કરાયા બાદ રાજકોટ મહાનગરપાલિકાના જવાબદાર તંત્રવાહકો થોર નિંદ્રામાં પોઢી ગયા હોવાના પગલે કાદવ-કિચડ અને દુર્ગંધ લાઈટનો અભાવ, વાહનો સ્લીપ થવાની ઘટનાને પગલે આ બ્રીજ નીચેથી પસાર થનારા હજારો લોકોને યાતના વેઠવી પડે છે.
મહાનગરપાલિકાનું તંત્ર ખાલી મુખ્યમંત્રી આવે ત્યારે કામ કરતું હોય એવો આ વિસ્તારના લોકોને આભાસ થયો છે કારણ કે મુખ્યમંત્રી નીકળતા હોય ત્યારે જ સફાઈ કરવી એવી એક માનસિકતાના પગલે આજે આમ્રપાલી બ્રીજની હાલત દયાજનક થઈ ગઈ છે. આ બ્રીજ નીચેથી રાત્રે પસાર થવું જોખમકારક છે.
આ કાર્યક્રમમાં રાજકોટ શહેર કોંગ્રેસ વોર્ડ નં. ૨ પ્રમુખ ભાવેશભાઈ વાઘેલાની આગેવાનીમા, ગુજરાત પ્રદેશ શકિત સુપર શીラચેરમેન વૈશાલીબેન શીંદે, કળષ્ણદત્તભાઈ રાવલ, મુકુંદ ટાંક, નિતિન ભંડેરી, જયદિપ મિયાત્રા, રવિ જીતિયા, દેવેન્દ્રસિંહ રાણા, નયનાબા જાડેજા, જીજ્ઞેશ બોરડ, સલિમભાઈ કારીયાણી, મયુરભાઈ શાહ, જયંતીભાઈ હિરપરા, મુકેશભાઇ મકવાણા, હિરલબેન રાઠોડ, અશરફભાઈ કારીયાણી જોડાયા હતા. (૪.૧૧)
(4:25 PM IST)










