<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th November 2025

સાળંગપુર જવાનું છે જમવાનું તૈયાર રાખજે કહી ૩ બાળકોને લઇ નીકળ્‍યા પછી પતિ ગાયબઃ ધ્‍યાનાબેન દાવડાની ફરિયાદ

પોતાને માનસિક રીતે હેરાન કરવા સાસુ-સસરા-જેઠ-જેઠાણી સહિતે પતિને ક્‍યાંક મોકલી દીધાનો આરોપ : સત્‍યસાઇ રોડ શ્રીજી હેરીટેજમાં રહેતાં પરિણીતાની તાલુકા પોલીસમાં ફરિયાદઃ લગ્નના બે જ મહિના બાદ પતિ શંકા કરી ત્રાસ આપતોઃ સાસુ, સસરા, જેઠ, જેઠાણીના પણ આરોપીમાં નામ

રાજકોટ તા. ૨૭ શહેરના સત્‍ય સાંઈ રોડ પર રહેતી એક પરિણીતાએ પોતાના પતિ અને સાસરીયા પક્ષ સામે ગંભીર આક્ષેપો કરતી ફરિયાદ રાજકોટ તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે. પરિણીતાનો આક્ષેપ છે કે શારીરિક અને માનસિક ત્રાસ આપ્‍યા બાદ તેનો પતિ ત્રણેય બાળકોને લઈને કયાંક જતો રહ્યો છે જેમાં સાસરિયાએ પણ ભાગ ભજવ્‍યો છે! પોલીસે  ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી છે.

આ બનાવમાં તાલુકા પોલીસે સત્‍ય સાઇ રોડ મારૂતિ ચોક શ્રીજી હેરીટેજ એપાર્ટમેન્‍ટ એ-૨૦૩માં રહેતી ધ્‍યાનાબેન સંદીપભાઈ દાવડા (ઉ.વ.૩૭)ની ફરિયાદ પરથી તેણીના પતિ સંદિપ દાવડા, સસરા બિપીનભાઇ મનસુખભાઇ દાવડા, સાસુ રંજનબેન, જેઠ પિનાકીન દાવડા, જેઠાણી પૂનમબેન અને તપાસમાં ખુલે તેની સામે ગુનો દાખલ કર્યો છે. ધ્‍યાનાબેને ફરિયાદમાં જણાવ્‍યું છે કે મારા લગ્ન ૨૦૧૩ના રોજ જ્ઞાતિના રિવાજ મુજબ થયા છે. લગ્ન બાદ અમે સંયુક્‍ત પરિવારમાં રહેતાં હતાં. લગ્ન બાદ બે વર્ષ સુધી બધુ સારી રીતે ચાલ્‍યુ઼ હતું. બાદ પતિએ મારા પર ખોટી શંકા કરવાનું ચાલુક ર્યુ હતું. પતિ સાંજે ઘરે આવે એટલે સાસુ-સસરા મારા વિરૂધ્‍ધ ખોટી ચડામણી કરતાં હતા. જેથી પતિ પણ તેમની વાતોમાં આવી જઇ મારો મોબાઇલ ફોન પણ લઇ લેતો અને મારા માવતર સાથે વાત પણ કરવા દેતો નહિ. મને શરૂઆતમાં થયું કે સમય જતાં સરખુ થઇ જશે જેથી હું મુંગા મોઢે સહન કરતી હતી. એ પછી મારે સંતાનમાં દિકરા પ્રત્‍યક્ષનો જન્‍મ થતાં હોળીનો તહેવાર આવતાં મારા ભાઇ પ્રદિપભાઇ આવ્‍યા હતાં અને મારા દિકરાને હોળીના ફેરા ફેરવવાના હોઇ સસરાએ કહેલું કે પ્રત્‍યક્ષને હોળીના ફેરા તાો ભાઇ નહિ પણ તારા જેઠ પીનાકીનભાઇ ફેરવશે. આ વખતે જેઠે પણ મારી સાથે બોલાચાલી કરતાં હું ગભરાઇ ગઇ હતી.

 બાદમાં હું દિકરાને લઇ મારા ભાઇ સાથે માવતરે મોરબી ગઇ હતી. દોઢ મહિના બાદ દિકરાને વેક્‍સીન અપાવવા રાજકોટ હોસ્‍પિટલમાં આવી ત્‍યારે સસરાના ઘરે જતાં મને બોલાવી નહોતી, મારા દિકરાને પણ મ્‍યા નહોતાં. પતિને ફોન કરી મેં તેને માવતરેથી તેડી જવા વારંવાર કહ્યું હતું. પણ પતિએ ફોનમાં મારા માતા-પિતાને પણ અપશબ્‍દો કહ્યા હતાં. ત્રણ વર્ષ માવતરે રહી હોવા છતાં પતિ તેડવા ન આવતાં બાદમાં અરસ પરસ સમજાવટ બાદ હું પરત સાસરે આવી હતી અને પ્રેગનન્‍ટ થઇ હતી. ત્‍યારે મારા દિકરા પ્રત્‍યક્ષને મારા સસરાએ મારા નણંદના ઘરે મોકલવા તૈયાર કર્યો હતો. પણ દિકરાને જવું ન હોઇ તેને જવું નથી તો શા માટે મોકલો છો? તેમ કહેતાં પતિએ હું પ્રેગનન્‍ટ હોવા છતાં સાસુ, સસરા, જેઠ, જેઠાણીની હારજરીમાં માર માર્યો હતો. એ પછી મને મારા માતા તેડી ગયા હતાં. પ્રેગનન્‍સીનો આઠમો મહિનો હોવા છતાં પતિ-સાસરીયા આવ્‍યા હનહતાોં. જેથી ફેમીલી કોર્ટમાં દાવો કર્યો હતો. દરમિયાન બીજા દિકરા દર્શનનો જન્‍મ થયો હતો.

આ પછી પણ પતિ-સાસરીયા ખબર પુછવા આવ્‍યા નહોતાં. બાદમાં મેં પતિ-સાસરીયા વિરૂધ્‍ધ ડોમેસ્‍ટીક વાયોલન્‍સ અરજી કરી હતી. એ પછી ૨૦૧૯માં બંને પક્ષે સમાધાન થતાં કોર્ટની સુચના મુજબ અમારે પતિ-પત્‍નિએ સાસુ, સસરા, જેઠ, જેઠાણીથી અલગ રહેવાનું હતું. આ પછી અમે સત્‍ય ાસઇ રોડ શ્રીજી હેરીટેજમાં રહેવા લાગ્‍યા હતાં. જો કે આ પછી મારા બાળકોને સસરાના ઘરે લઇ જવા બાબતે ઝઘડા ચાલુ થયા હતા. પતિ મને કહ્યા વગર ઘરેથી નીકળી જતાં અને હું સમજાવુ તો પણ નાની નાની વાતે માનસિક ત્રાસ આપતા હતાં. અમે પતિ-પત્‍નિ અલગ રહેતાં હોવા છતાં સસરા નાણાકીય વહિવટ પોતાની પાસે રાખતા હતાં. ત્રીજી વખત હું પ્રેગનન્‍ટ થઇ હતી અને દિકરી હિતાર્થીનો જન્‍મ થયો હતો. આ વખતે ઓપરેશન કરાવ્‍યું હોઇ કામકાજ થતું ન હોઇ છતાં પતિ સારસંભાળ રાખવાને બદલે ચડામણીથી ઝઘડો કરતાં હતાં.

છેલ્લે તા. ૨૮/૧૦/૨૫ના રોજ મારા પતિ ત્રણેય બાળકોને પોતે છાપરા ગામે પ્‍લોટીંગ બતાવવા જાય છે, તું જમવાનું બનાવી રાખજે, છાપરાથી આવીને સાળંગપુર જવાનું છે તેમ કહી બાળકોને લઇ નીકળી ગયેલ. એ પછી તે પરત ન આવતાં  ફોન જોડતાં ફોન પણ બંધ આવતો હતો. ત્‍યારબાદ મેં તપાસ કરતાં ખબર પડી હતી કે મારો પતિ બાળકોને લઇ મારા સસરાના ઘરે ગયો હતો અને ત્‍યાં તેમને નાસ્‍તો અપાયો હતો, નાણાકીય સહાય પણ કરી હતી. મને માનસિક ત્રાસ આપવાના ઇરાદે સાસુ, સસરા, જેઠ, જેઠાણીએ સાથે મળી મારા પતિને બાળકો સાથે ક્‍યાંક મોકલી દીધા છે. આજ સુધી તેનો પત્તો ન મળતાં ફરિયાદ કરવી પડી છે. તેમ વધુમાં ધ્‍યાનાબેને કહેતાં તાલુકા પોલીસ સ્‍ટેશનના પીઆઇ ડી. એમ. હરીપરાની રાહબરીમાં હેડકોન્‍સ. મયુરભાઇ ઠાકરે ફરિયાદ નોંધતા એએસઆઇ દીપકભાઇ પંડીતે ગુનો દાખલ કરાવ્‍યો હતો. વધુ તપાસ  પીએસઆઇ કે. એચ. કારેણા ચલાવી રહ્યા છે.

(2:54 PM IST)