<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th November 2025

જન ઔષધી કેન્‍દ્રમા માત્ર સસ્‍તી દવા મળતી નથી તે સામાન્‍ય લોકો માટે આશા, સહાય અને આરોગ્‍યનો સહારો છેઃ ધીરુભાઈ સરવૈયા

લોકહિતકારક કાર્યરૂપે મહિલાઓ માટે માત્ર રૂ.૧ માં સેનેટરી નેપકિન ઉપલબ્‍ધ એ ‘ષાી આરોગ્‍ય માટે અત્‍યંત પ્રશંસનીય પહેલ': પ્રખ્‍યાત હાસ્‍ય કલાકાર પ્રધાનમંત્રી જન ઔષધી કેન્‍દ્રની મુલાકાતેઃ જનહિત માટે પ્રેરણાદાયી સંદેશ

રાજકોટ, તા.૨૭: રાજકોટના યુનિવર્સિટી રોડ ખાતે સ્‍ટડી ગાઈડ એજ્‍યુકેશનલ અને ચેરિટેબલ ટ્રસ્‍ટ દ્વારા સંચાલિત પ્રધાનમંત્રી ભારતિય જન ઔષધી કેન્‍દ્ર (જેનરિક મેડિકલ સ્‍ટોર) લાભ કોમ્‍પલેક્ષ, મહિલા ITI પાસે, બી.ટી. સવાણી કિડની હોસ્‍પિટલ પાછળ, યુનિવર્સિટી રોડ, રાજકોટ (મો. ૯૪૯૯૮ ૫૦૦૬૩)ખાતે  હાસ્‍ય કલાકાર ધીરુભાઈ સરવૈયા તોહભરી મુલાકાતે પધાર્યા હતા.

મુલાકાત દરમિયાન ધીરુભાઈ સરવૈયાએ કેન્‍દ્ર સરકારની જનરિક દવાઓ યોજનાનું મહત્‍વ સમજ્‍યું અને દર્દીઓ માટે ફાયદાકારક માહિતી મેળવી હતી.ત્‍યારબાદ તેમણે ખુદ અહીંથી દવાઓની ખરીદી કરીને જનતામાં વિશ્વાસ અને જાગળતિનું ઉદાહરણ પૂરું પાડ્‍યું હતું.

ધીરુભાઈ સરવૈયાએ જણાવ્‍યું કે જન ઔષધી માત્ર સસ્‍તી દવા નથી તે સામાન્‍ય લોકો માટે આશા, સહાય અને આરોગ્‍યનો સહારો છે. ઓછી કિંમતે ગુણવત્તાસભર દવાઓ એ સાચી સેવા છે.

તેમણે ખાસ ભારપૂર્વક જણાવ્‍યું કે, અહીં મળતી દવાઓ બ્રાન્‍ડેડ દવાઓ જેટલી જ અસરકારક અને વિશ્વસનીય છે, અને ૫૦% થી ૯૦% સુધી બચત દર્દીઓને આર્થિક રીતે મોટી રાહત આપે છે.

મહિલાઓ માટે વિશેષ લાભઃ આ યોજનાના લોકહિતકારક કાર્યરૂપે, મહિલાઓ માટે માત્ર ?૧ માં સેનેટરી નેપકિન ઉપલબ્‍ધ કરાવવામાં આવે છે, જે આરોગ્‍ય, સ્‍વચ્‍છતા અને સન્‍માન સાથેનું સશક્‍તિકરણ છે. ધીરુભાઈ સરવૈયાએ આ યોજનાની ખૂબ વખાણ કરી અને તેનેસ્ત્રી આરોગ્‍ય માટે અત્‍યંત પ્રશંસનીય પહેલ ગણાવી.

ધીરુભાઈ સરવૈયાએ સ્‍ટોર સંચાલન કરતી ટ્રસ્‍ટની સેવાભાવનાની પ્રશંસા કરતા કહ્યું કે સેવા શબ્‍દો માં નહીં, જરૂરિયાતમંદ સુધી પહોંચતી મદદમાં દેખાય છે. આ જન ઔષધી કેન્‍દ્ર એ સેવાનું ઉત્તમ કાર્ય છે.

તેમણે દર્દી-નારાયણને મદદરૂપ થતી આ લોકલક્ષી યોજના વધુમાં વધુ લોકો સુધી પહોંચે, તે માટે સમાજને જાગળત થવાનું અને જનરિક દવાઓનો સ્‍વીકાર વધારવાનું આહ્વાન કર્યું છે. જન ઔષધી  ગુણવત્તા, ઓછી કિંમત અને માનવતાની સાચી સેવા છે. 

(11:14 AM IST)