તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 27th November 2025
રાજકોટના TRP ગેમ ઝોનના મેનેજર યુવરાજસિંહ સોલંકીની જામીન અરજીને સેશન્સ કોર્ટે મંજૂર કરી
આ અગ્નિકાંડમાં 30થી વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા: પોલીસે અનેક લોકોની સાથે મેનેજર યુવરાજસિંહની પણ ધરપકડ કરી હતી

રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ દુર્ઘટનાના આરોપી ગેમ ઝોનના મેનેજર યુવરાજસિંહ સોલંકીની જામીન અરજીને સેશન્સ કોર્ટે મંજૂર કરી દીધી છે. નોંધનીય છે કે, આ અગ્નિકાંડમાં 30થી વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા, અને પોલીસે આ મામલે અનેક લોકોની ધરપકડ કરી હતી, જેમાં મેનેજર યુવરાજસિંહની પણ ધરપકડ કરી હતી.
મળતી માહિતી અનુસાર યુવરાજસિંહની જામીન અરજી પર કોર્ટમાં લાંબી દલીલો ચાલી હતી, જે બાદ સેશન્સ કોર્ટે તેમની અરજી મંજૂર કરવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે, પૂર્વ TPO મનસુખ સાગઠીયા બાદ ગેમ ઝોનના મેનેજરની પણ જેલમાંથી મુક્તિ થશે. આ કેસમાં પૂર્વ TPO સાગઠીયા પહેલાથી જ જેલમાંથી બહાર આવી ચૂક્યા છે. હવે ગેમ ઝોનના મેનેજરની જામીન અરજી મંજૂર થતાં કેસના અન્ય મુદ્દાઓ પર ફરી ચર્ચા તેજ બની શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, TRP અગ્નિકાંડ શહેરની સૌથી હચમચાવી દેતી ઘટનાઓમાંની એક રહી છે, જેમાં જવાબદારી અને બેદરકારીને લઈને અનેક સ્તરે તપાસ ચાલી રહી છે.
.
(12:51 AM IST)










