<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th November 2025

બહેરા મુંગા શાળામાં એઆઇ આધારીત સ્‍માર્ટ વર્ગોનું ઉદ્દઘાટન

 

રાજકોટ :  છેલ્લા ૬૦ વર્ષથી રાજકોટમાં દિવ્‍યાંગ મૂક બધિર બાળકોને બધિરોની ભાષાનું સ્‍પેશ્‍યલ શિક્ષણ અને તાલીમ આપતી સંસ્‍થા છગનલાલ શામજી વિરાણી બહેરા મૂંગા શાળા ખાતે મૂક બધિર બાળકોને નવી એઆઇ ટેકનોલોજીનું આધુનિક શિક્ષણ પ્રાપ્‍ત થાય એ હેતુથી મોરબી નર્મદા બાલઘરના ટેકનીકલ સપોર્ટથી ૩ નવા વર્ગોનો શુભારંભ કરવામાં આવ્‍યો છે. આ વર્ગોમાં બાળકો બે વર્ષના અભ્‍યાસમાં કોમ્‍પ્‍યુટર લેબ, મેકર્સરૂમ, કેરીકયુલમ સાયન્‍સ લેબનું શિક્ષણ મેળવશે. આ નવા વર્ગોના ઉદ્દઘાટન પ્રસંગે ગુજરાત વિદ્યાપીઠના પૂવ કુલપતિ ડો. અનામિકભાઇ શાહ, વોરા વેલ્‍ફેર ફાઉન્‍ડેશન રાજકોટના ટ્રસ્‍ટી શ્રીમતી ગીતાબેન મહેન્‍દ્રભાઇ વોરા, સૌરીનભાઇ વોરા તથા શ્રીમતી મોનિકાબેન વોરા, શહેરના અગ્રણ્‍ય બિલ્‍ડર્સ જીતુભાઇ બેનાણી, ટ્રસ્‍ટના ભૂતપૂર્વ ટ્રસ્‍ટી પ્રફુલભાઇ ગોહીલ, જાણીતા ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ ગૌરાંગભાઇ સંઘવી વગેરેએ ઉપસ્‍થિત રહી નવા પ્રોજેકટને マદયથી શુભેચ્‍છા પાઠવી હતી. સંસ્‍થાના ટ્રસ્‍ટી સી.એ. પ્રવિણભાઇ ધોળકીયા, પ્રશાંતભાઇ વોરા, હરેશભાઇ વોરા, રાજેશભાઇ વિરાણીએ ઉપસ્‍થિત સૌનો આભાર વ્‍યકત કર્યો હતો. નવા વોકેશનલ ટ્રેનીંગનો ઉદેશ્‍ય નર્મદા બાલઘરના જનરલ મેનેજર સાગરભાઇ રાતપીયા, શ્રીમતી દર્શિતાબેન પ્રશાંતભાઇ વોરા, શાળાના આચાર્ય કશ્‍યપભાઇ પંચોલીએ વિગતવાર જણાવ્‍યો હતો. નવા વર્ગોનું ભૂમિ પૂજન શાષાીજી દિનેશભાઇ પંચોલીના હસ્‍તે કરાયુ હતુ. આ પ્રસંગે માગલિક શ્રીમતી સ્‍વાતિબેન જે. રવાણીએ આપ્‍યુ હતુ.

(3:41 PM IST)