તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 26th November 2025
નેગોશીએબલ એકટના ગુનામાં સજાના વોરંટમાં ફરાર સંદીપ અને અવીનાશ પકડાયા
ભકિતનગર પોલીસના હેડ કોન્સ. કેતનભાઇ બોરીચા અને સ્નેહભાઇ ભાદરકા અને કોન્સ. મયુરધ્વજસિંહની બાતમી

રાજકોટ તા. ર૬: શહેરના ભકિતનગર પોલીસ મથકમાં નોંધાયેલા નેગોશીએબલ એકટના ગુનામાં સજાના વોરંટમાં નાસતા ફરતા બે શખ્સોને ભકિતનગર પોલસે પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા ની સૂચનાથી ભકિતનગર પોલીસ મથકના પી.આઇ. એમ. એમ. સરવૈયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. જે. જે. ગોહિલ સ્ટાફ સાથે આરોપીની શોધમાં હતા ત્યારે હેડ કોન્સ. કેતનભાઇ બોરીચા, સ્નેહભાઇ ભાદરકા અને કોન્સ. મયુરધ્વજસિંહને બાતમી મળતા નેગોશીએબલ એકટના ગુનામાં સજાના વોરંટમાં ચાર મહિનાથી ફરાર સંદીપ ત્રંબકનભાઇ જોષી (રહે. કોઠારિયા મેઇન રોડ જુનુ હુડકો કવાર્ટર બ્લોક નં. પ૧) ને તથા ૧૧ મહિનાથી ફરાર અવીનાશ મહેશભાઇ સોનછાત્રા (રહે. કેવડાવાડી શેરી નં. ૯) ને કોઠારિયા ચોકડી પાસેથી પકડી લઇ બંનેને કોર્ટ હવાલે કરવામાં આવ્યા હતા. આ કામગીરી પી.એસ.આઇ. જે. જે. ગોહીલ, હેડ કોન્સ. કેતનભાઇ બોરીચા, સ્નેહભાઇ ભાદરકા, મયુરધ્વજસિંહ લગધીરસિંહ, કોન્સ. વસંતભાઇ બાલાસરા, સુભાષભાઇ નિરંજની દ્વારા કરવામાં આવી હતી.
(2:54 PM IST)










