<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th November 2025

મુંબઇમાં ૨૧૩ વર્ષમાં ત્રિદિવસીય પદયાત્રા સંઘનું પ્રથમ વખત આયોજનઃ મોટી સંખ્‍યામાં જૈનો જોડાયા

રાજકોટના જૈન પરિવારે પદયાત્રા સંઘની તમામ વ્‍યવસ્‍થા કરી

રાજકોટઃ તા.ર૬, ભગવાન મહાવીરના ઉપદેશો અને અહિંસાના સંદેશને જનજન સુધી પહોંચાડવા માટે મુંબઇ મહાનગરમાં ૨૧૩ વર્ષમાં સૌ પ્રથમ વખત ત્રિદિવસીય પદયાત્રા સંઘમાં મોટી સંખ્‍યામાં જૈન સમાજના લોકો જોડાયા હતાં.વાપીના જૈન પરિવાર દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

મુંબઈ મહાનગરે ૨૧૩ વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર (પહેલીવાર) મુંબઈ મહાનગરના રાજા શ્રી જગવલ્લભ પાર્ષ્‍વનાથ દાદા, મલાડ, શ્રી ચિંતામણી પાર્ષ્‍વનાથ દાદા, વિલેપાર્લાથી શ્રી ગોડીજી પાર્ષ્‍વનાથ દાદા, પાયધુની છરી પાલિત મહાસંઘનું આયોજન કરાયુ હતું

 પ. પૂ. પંન્‍યાસ પ્રવર શ્રી વજ્રસેના વિજયજી મ.સા. તથા પ. પૂ. આ. શ્રી હેમપ્રભસૂરિશ્વરજી મ.સા.ના શિષ્‍યરત્‍ન,પ. પૂ.પંન્‍યાસપ્રવર શ્રી હર્ષકીર્તિવિજયજી મ.સા.,પ. પૂ. મુનિરાજ શ્રી હેમહર્ષવિજયજી મ.સા. પ. પૂ.  હેમકીર્તિવિજયજી મ.સા.ની પાવન નિશ્રા સંઘે પ્રયાણ કર્યુ હતું.

આ પ્રસંગે ૨૧થી ૨૩ નવેમ્‍બર દરિમિયાન માતળશ્રી કોકિલા બેન હસમુખલ  મોદી , હીના ભાવેન મોદી ,સ્‍વાતિ વિરલ મોદી , વિક્રમ ધારા મોદી દ્વારા આયોજન કરવામાં આવ્‍યુ હતું. પદયાત્રા સંઘમાં  પરિવાર સહિત આ પદયાત્રામાં ખુલ્લા પગે ચાલ્‍યો હતો. મુંબઈમાં  જૈન સંઘોની વિશાળ રથયાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી  જેમાં અનેક પ્રખ્‍યાત આચાર્યગણ, પંન્‍યાસજી, ગણિવર્ય તથા મુનીવર વિશાળ સંખ્‍ય શ્રમણ-શ્રમણી ભગવંતો અને ૩૦૦થી વધુ તપસ્‍વી ગુરુ ભગવંતો સાધ્‍વી ભગવંતોએ ભાગ લીધો હતો.સંપૂર્ણ માર્ગ પર પ્રભુભક્‍તિ, ગુરુવંદન અને સામૂહિક આરાધના સાથે વાતાવરણ આધ્‍યાત્‍મિક રંગમાં રંગાઈ ગયું.

 આ પદયાત્રા સંઘ  જૈન સમાજની એકતા અને સંસ્‍કળતિનું અદભૂત ઉદાહરણ બની હતી. આ યાત્રાને સમાજના અનેક શ્રદ્ધાળુઓએ મોટી સંખ્‍યામાં ભાગ લઈને આ ઐતિહાસિક  બનાવી હતી. ત્રણેય દિવસ પદયાત્રા સંઘમાં રાજકોટ ના પરિવારે તમામ વ્‍યવસ્‍થા કરી હતી. 

(2:47 PM IST)