તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 26th November 2025
તેલંગણામાં એકતા પદયાત્રામાં રામભાઇ મોકરીયા

રાજકોટઃ હૈદ્રાબાદની નજીક આવેલ તેલંગણા રાજયના કામારેડડી જીલ્લાના મુખ્ય મથક કક્ષાએ ભારત સરકારના યુવા સાંસ્કૃતિક અને ખેલ મંત્રાલય વિભાગ અને તેલંગણા સરકારના સહયોગ દ્વારા આયોજિત શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની ૧પ૦મી જન્મ જયંતીની ઉજવણીના ભાગ રૂપે યોજાયેલ યુનિટી માર્ચ (એકતા યાત્રા) કાર્યક્રમમાં તેલંગણા રાજય પ્રશાસનના આમંત્રણને માન આપીને રાજયસભાના સભ્ય રામભાઇ મોકરીયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ તકે રામભાઇ મોકરીયાએ જણાવેલ કે, શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબ અખંડ ભારતના શિલ્પી છે. તેમના વિના ભારતના નાના મોટા પ૬ર જેટલા રાજયોનું વિલીનીકરણ કરી અખંડ ભારત બનાવવું એ ખુબજ મુશ્કેલ કામગીરી હતી. સરદાર સાહેબે તેમની કુનેહ અને કુશાગ્ર બુદ્ધિથી તે કામ પાર પાડેલ છે આ તકે તેમણે હૈદરાબાદ રાજયને સ્વતંત્ર ભારત સાથે જોડવાની સરદાર સાહેબે કરેલ વિશિષ્ટ કામગીરીને યાદ કરી હતી. અને જણાવેલ હતું કે, દુનિયાભરના લોકોએ તેમને ભારતના ‘‘બિસ્માર્ક'' તરીકેનું બિરૂદ આપેલ હતું. તેમજ સર્વે દેશવાસીઓને સરદાર સાહેબના સ્વપ્નનું સ્વચ્છ, તાકાતવર અને અખંડ ભારત બંને તે માટે ભારતના કર્તવ્યનિષ્ઠ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની રાહબરી હેઠળ સને ર૦૪૭ માં સંપૂર્ણ વિકસિત ભારતના નિર્માણ માટે કામે લાગી જઇએ તેવું આહવાન કરેલ હતું. અને અંતમાં ગુજરાતના તમામ નાગરિકો વતી તેલંગણાની પ્રજાને શુભેચ્છા પાઠવી હતી.
(2:46 PM IST)










