<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th November 2025

જયોતિર્ગમય કલા સંસ્‍થાની સ્‍થાપનાઃ શનિવારે અવિનાશી સંભારણા કાર્યક્રમઃ ૧ર ગાયકો ગીતો પીરસશે

નવોદિત કલાકારોને પ્રોત્‍સાહીત કરવાનો સંસ્‍થાનો હેતુ : નિઃશુલ્‍ક કાર્યક્રમમાં સંગીત પ્રેમીઓને આમંત્રણ

રાજકોટઃ જયોતિર્ગમય કલા સંસ્‍થા- રાજકોટ સંસ્‍કૃતિ-કલા-સંગીતનો ત્રિવેણી સંગમ, સંસ્‍થાનાં સ્‍થાપક કવિ/લેખક ભૂષિત શુકલ દ્વારા સંસ્‍થા શરૂ કરવામાં આવી છે. જેનો ઉદ્‌ેશ્‍ય સંસ્‍કૃતિ, કલા તેમજ સંગીતનો પ્રચાર તેમજ નવોદિત કલાકારોને પ્રોત્‍સાહિત કરવાનો હોવાનું જણાવાયું છે.

આગામી તા. ર૯, નવેમ્‍બરના શનિવારે સાંજે ૬ થી ૮:૩૦, સ્‍થળ શ્રી મનુભાઇ વોરા ઓપન એર થિયેટર, યુનિવર્સિટી રોડ, ફોરેન્‍સિક લેબોરેટરી પાછળ, સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી કર્મચારી સોસાયટી, રાજકોટ ખાતે અવિનાશી સંભારણા કાર્યક્રમ અંતર્ગત સંગીતકાર સ્‍વ. અવિનાશ વ્‍યાસના ગુજરાતી ગીતોનો કાર્યક્રમ જાણીતા ગાયક કલાકારો-યશ આચાર્ય, પન્‍નગ વોરા, શાર્દુલ શુકલ, અંકિત શુકલ, દિશા શુકલ, ગાયત્રી પાઠક, નૈના વૈશ્નવ, હેતાંગી વૈષ્‍ણવ,તૃપ્‍તિ દવે તેમજ ઉન્નતિ જાની દ્વારા પ્રસ્‍તુત કરવામાં આવશે. સંગીત શૈલેષભાઇ પંડયાનું છે. કાર્યક્રમનું સંચાલન ભૂષિત શુકલ તથા મૈથિલી ત્રિપાઠી કરશે, સમગ્ર કાર્યક્રમનો સહયોગ ત્રિમૂર્તિ પ્રોડકશન હાઉસ-રાજકોટના લેખક સંજય ગોહિલ દ્વારા મળેલ હોવાનું જણાવાયું છે.

કાર્યક્રમમાં મુખ્‍ય મહેમાન તરીકે ડો. દર્શિતાબેન શાહ,(ધારાસભ્‍ય), ડો. હેમાંગ વસાવડા (મધુરમ હોસ્‍પિટલ),જયેશભાઇ ઉપાધ્‍યાય (બોલબાલા ટ્રસ્‍ટ), જવલંતભાઇ છાયા (તંત્રીશ્રી ફુલછાબ), પુષ્‍પાબેન રાઠોડ (પૂજા હોબી સેન્‍ટર), રમાબેન હેરભા (સેન્‍ટ ગાર્ગી વિદ્યાસંકુલ), મિનલ ત્રિવેદી (હાસ્‍ય કલાકાર) મહર્ષિભાઇ પંડયા (એડવોકેટ), અજયભાઇ જોષી (ચેરમેન સિઝન્‍સ સ્‍કવેર ચેરીટેબલ ટ્રસ્‍ટ), અલ્‍કાબેન વોરા (મેનેજિંગ ટ્રસ્‍ટી, સિઝન્‍સ સ્‍કવેર ચેરીટેબલ ટ્રસ્‍ટ), કૌશિકભાઇ મહેતા (ભૂતપૂર્વ તંત્રી ફુલછાબ), અનુપમભાઇ દોશી (દિકરાનું ઘર વૃધ્‍ધાશ્રમ), હર્ષલ માંકડ (ફિલ્‍મ કલાકાર, સ્‍પીકર) તથા સુધીરભાઇ પંડયા કલાકારો ઉપસ્‍થિત રહેશે.

કાર્યક્રમનું સમગ્ર આયોજન ભૂષિત શુકલ, સંજય ગોહિલ, મનીષ ચાવડા, રવિ મિષાી, જોગીન પંડયા તેમજ પ્રશીલ વોરા તથા મૈથિલીબેન ત્રિપાઠીએ કર્યુ છે. આ કાર્યક્રમ નિઃશુલ્‍ક હોય તો કાર્યક્રમને માણવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્‍યો છે. 

તસ્‍વીરમાં ભૂષિત શુકલ-૯૦૧૬૬ ૯૬૩૮૦, સંજય ગોહિલ, પર્જન્‍ય પંડયા, મનિષ ચાવડા, પ્રશિલ વોરા, રવિ મિષાી નજરે પડે છે. (તસ્‍વીર અભિજીત બગથરીયા)

(2:43 PM IST)