તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 26th November 2025
કાલાવડ રોડ હાઈવે ઉપર વડ વાજડી પાસે ન્યારી નદીમાં ગાંડી વેલનુ સામ્રાજ્ય
મચ્છરોનો ઉપદ્રવ વધતા ગ્રામ્ય વિસ્તારોમાં મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની શક્યતા

(ભીખુપરી ગોસાઈ દ્વારા) ખીરસરા, તા.૨૬: લોધિકા તાલુકા ના વડ વાજડી ગામ થી આગળ રાજકોટ કાલાવડ હાઇવે ઉપર આવેલ ન્યારી નદીના પાણીમાં ગાંડી વેલનું સામ્રાજ્ય જોવા મળી રહેલ છે જેના કારણે આજુબાજુના ગ્રામ્ય તેમજ નદીની નજીક ખેતીવાડી વિસ્તારના ખેત મજૂરો નામાંકિત ઉધૌગના કર્મચારીઓ શ્રમિકો આજુબાજુના હોટલ ફેક્ટરીઓ ના શ્રમિકો રહેણાંક વિસ્તારના લોકો મચ્છર જન્યરોગો ના ભરડામાં આવવા ની પુરી સંભાવના હોય તે પહેલા જીલ્લા નું આરોગ્ય તંત્ર મ્યુનિસિપલ કોર્પોરેશન રૂડા અથવા આ કામ ને સંબંધિત સરકારી વિભાગે તાત્કાલિક યોગ્ય પગલાં લઇ ને મચ્છર જન્ય રોગચાળો ફેલાતા અટકાવવા જરૂરી પગલા લેવા હિતાવહ.
(10:57 AM IST)










