<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

પ્રાચીન ભારતીય રાજનીતિઃ વર્તમાનમાં પ્રેરણાનો ધોધ

ભારતીય રાજનીતિ-અદભૂત વારસો - જૈન પુરાણ સાહિત્‍ય સંદર્ભમાં: પૂ.સાધ્‍વીજી મહારાજ મધુસ્‍મિતાજી : પ્રાચીન ભારતમાં રાજનીતિ શાષાને અનેક નામોથી સંબોધન કરવામાં આવતું: રાજધર્મ, રાજ્‍ય શાસ્‍ત્ર, દંડ નીતિ, નીતિ શાસ્‍ત્ર, અર્થ શાસ્‍ત્ર

રાજકોટઃ ‘દંડ નીતિ' નામ આપવાનું તાત્‍પર્ય એ છેકે જો રાજસત્તા અપરાધીને દંડ ન કરે (સજા ન કરે) તો સમાજમાં (મત્‍સ્‍યન્‍યાય) અરાજકતા શરૂ થઈ જાય, એટલે ભારતની રાજનીતિ રાજસત્તાનો અંતિમ આધાર દંડ અથવા તો બળનો સ્‍વિકાર કરતા હતા. ‘દંડ'ના ભયથી જ લોકો ન્‍યાય માર્ગનું અનુકરણ કરે. જ્‍યારે લોકો સુતા હોય છે ત્‍યારે ‘દંડ' જ રક્ષણ કરે છે. દંડ એ જ ધર્મ છે તેવી ભારતના રાજ્‍ય શાસ્‍ત્રિયોની ધારણા હતી. દંડ નીતિનો અર્થ છે શાસન સંબંધી સિધ્‍ધાંત.

રાજનીતિનું નામ અર્થશાસ્‍ત્ર પણ છે. અર્થશાસ્‍ત્રનો અર્થ છે ‘જનપદ સંબંધી શાસ્‍ત્રો', ‘અર્થશાસ્‍ત્ર'એ શાસ્‍ત્રને કહેવાય છે કે જેમાં રાજ્‍યની પ્રાપ્‍તિ અને તેના પાલન માટેના ઉપાયોનું વર્ણન હોય. મહાભારતના ‘શાંતિપર્વ'માં રાજાનું કર્તવ્‍ય તેમ જ શાસન વ્‍યવસ્‍થાનું વિસ્‍તૃત રૂપથી વર્ણન કરવામાં આવ્‍યું છે.

તે સિવાય ‘કમન્‍દકીય-નીતિસાર', ‘શુક્રનીતિ'માં પણ શાસન વ્‍યવસ્‍થાનું વર્ણન છે. પુરાણોમાં પણ રાજ્‍ય-શાસ્‍ત્રની ચર્ચા કરવામાં આવી છે. વૈદિક કાળમાં રાજા સંપૂર્ણ પણે સ્‍વેચ્‍છાચારી રહેતા ન હતા, કેમકે તેમના ઉપર જ્ઞાતિ સભા, સમિતિ દ્વારા નિયંત્રણ રહેતું હતું. રાજા નિયમોથી પર ન હતા. તેમના ઉપર પણ નિયમો લાગુ પડતા હતા.

ધર્મ સૂત્રોમાં રાજાના કર્તવ્‍યનો વિશેષ ઉલ્લેખ છે. રાજા ન્‍યાય વિરૂધ પોતાની શકિતનો દુરૂપયોગ કરે તો તે પાપના ભાગીદાર બને છે. ન્‍યાયપૂર્ણ શાસનના કર્તવ્‍યોથી રાજા ચ્‍યુત થઈ જાય તો તેનો માટે પ્રાયヘતિ કરવાનું વિધાન ધર્મસૂત્રોમાં આપેલ છે. પ્રજાનું પુણ્‍ય અને પાપના ભાગીદાર પણ રાજા છે. બાહુદંતક, બૃહસ્‍પતિ, ભતૃહરિનું નીતિ શતક શુક્રાચાર્ય.

પ્રાચીન ભારતીય ગ્રંથકારોમાં મનુ સ્‍મૃતિ, પારીવલ્‍કય સ્‍મૃતિ, શુક્રનીતિ, કૌટિલ્‍યનું અર્થશાસ્‍ત્ર, પિશુન, કૌણ પદંત, વાતવ્‍યાધિ, ઘોટમુખ, કાત્‍યાયન તથા નારાયણ વ. રાજ્‍ય શાસ્‍ત્ર પ્રણેતાઓ મુખ્‍ય છે.

રાજા કર્તવ્‍ય ચૂકી જાય (કર્તવ્‍યથી ચ્‍યુત થઈ જાય) તો પ્રજા જીવિત રહી શકે નહીં. પ્રજાનું સુખ-દુઃખ રાજાના વ્‍યકિતત્‍વ ઉપર નિર્ભર છે. આ સૃષ્‍ટિ ઉપર રાજાનું પદ સર્વાધારભૂત અને મહત્‍વપૂર્ણ છે. પ્રજાના રક્ષણનો ભાર ક્ષેત્રો (ખેતર)ના સ્‍વામી હોવાથી ક્ષત્રિય કહેવામાં આવ્‍યા. પ્રાચીન કાળની ઘટનાઓ બતાવતા ગ્રંથને ‘પુરાણ' કહેવામાં આવે છે.

સર્ગ, પ્રતિ સર્ગ, વંશ, મન્‍વન્‍તર તથા વંશ પરંપરાઓનો ઉલ્લેખ જેમાં હોય તેને ‘પુરાણ' કહેવાય છે. સર્ગ, પ્રતિસર્ગ વિ. ‘પુરાણ'ના પાંચ લક્ષણ છે. જૈન પુરાણ પ્રમાણે - ઈતિહાસ માત્ર ઘટિત ઘટનાઓનું (બનાવોનું) વર્ણન કરે છે, જ્‍યારે ‘પુરાણ' તેનાથી પ્રાપ્‍ત થતા ફળ (ફલાફલ), પુણ્‍ય-પાપનું પણ વર્ણન કરે છે, તથા વ્‍યકિતના ચારિત્ર્ય નિર્માણની અપેક્ષાની વચ્‍ચે વચ્‍ચે નૈતિક તથા ધાર્મિક ભાવનાઓનું પણ પ્રદર્શન કરે છે.

‘અવનત'માંથી ‘ઉન્નત' બનવા માટે દયા, ત્‍યાગ તથા તપヘર્યા કરવી પડે છે. જૈન પુરાણોમાં ધર્મ ‘પ્રધાન' માનવામાં આવ્‍યો છે. જૈન વિદ્વાનોએ કર્મ ‘પ્રધાન' ઉપર ભાર મુકયો છે અને ક્રમાનુસાર લોકોને તેના ફળ મળે છે.

જૈન પુરાણોમાં લોક દેશ, નગર, રાજ્‍ય, તીર્થ, દાન, તપ, ગતિ તથા ફળ એ આઠ વિષય પુરાણના વિષય બતાવવામાં આવ્‍યા છે. જૈન પુરાણોમાં ચાર પુરૂષાર્થ ‘ધર્મ‘, ‘અર્થ' ‘કામ' અને ‘મોક્ષ' ઉપર ભાર મુકવામાં આવ્‍યો છે. ઈતિહાસનો સંક્ષિપ્‍ત ભંડાર જૈન પુરાણોમાં મળે છે.

રાજા પ્રજાનું પાલન પુત્રવત સમજીને કરે છે. કયાં ભારતવર્ષ અને કયાં બહારનું વિશ્‍વ! તુલના જ અશકય.

શ્રેષ્‍ઠ સાહિત્‍યના સંગ્રહ કર્તા - ગોંડલ

સુમનલાલ કામદાર, ધોરાજી હાલ રાજકોટ.

(4:00 PM IST)