તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th November 2025
જિલ્લા પંચાયતના કાર્યક્ષેત્રમાં સહાય માટે ર,૦ર,ર૩૭ ખેડૂતોની અરજી : બે દિવસમાં નાણા ચૂકવવાનો પ્રારંભ
૬૬ ટકા ખેડૂતોએ અરજી કરી દીધી : તા. ર૯ સુધીમાં અરજી કરી શકાશે

રાજકોટ, તા., રપ : રાજય સરકારે દિવાળી પછીના કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે ખેતીમાં થયેલ નુકશાન માટે રૂા.૧૦,૦૦૦ કરોડથી વધુ રકમનું પેકેજ જાહેર કર્યુ છે. અરજી કરનાર તમામ ખેડુતોને હેકટર દીઠ રર હજાર અને મહતમ ૪૪ હજાર રૂા. આપવાનું જાહેર કરવામાંઆવ્યું છે.
આ સહાય માટે ખેડુતો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લાને લાગુ ૬૩ર ગામ છે. તેના ખેડુતો અરજી કરી રહયા છે.
જિલ્લા પંચાયતના કાર્યક્ષેત્રમાં આવતા આ બધા ગામોના ખેડુતોની અરજી તા. ર૯ નવેમ્બર સુધી સ્વીકારાશે.
પંચાયતના વર્તુળોના જણાવ્યા મુજબ જિલ્લા પંચાયતના કાર્યક્ષેત્રમાં ૩ લાખ ૭ હજાર જેટલા ખેડુતો આવે છે.
તેમાંથી આજે સવાર સુધીમાં ર લાખ ર હજાર ર૩૭ ખેડુતોએ ખેતીની સહાય મેળવવા માટે અરજી કરી દીધી છે.
હજુ અરજી સ્વીકારવાનું ચાલુ છે. જિલ્લાના કુલ ખેડુતો પૈકી ૬૬ ટકા ખેડુતોની અરજી આવી ગઇ છે. જેમ ઓનલાઇન અરજીઓ આવતી જાય તેમ નાણા ચુકવવાની આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.
બે ત્રણ દિવસમાં મળવાપાત્ર સહાયની રકમ ખેડુતોના ખાતામાં જમા થઇ જશે.
જિલ્લા પંચાયતનો ખેતીવાડી વિભાગ અત્યારે કૃષિ સહાયની કામગીરી અગ્રતાના ધોરણે કરી રહયો છે.
અરજીઓ આવી ગયા પછી જરૂરી કાર્યવાહી કરીને શકય તેટલું વહેલુ ચુકવણુ કરવા સરકારની સુચના છે.
(3:50 PM IST)










